Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • World
  • March 21, 2026
  • 0 Comments

 Missile attack: ઈરાને હિંદ મહાસાગરમાં અમેરિકા અને બ્રિટનના સંયુક્ત લશ્કરી મથક ડિએગો ગાર્સિયા પર હુમલો કર્યો છે, વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ) ના અહેવાલ મુજબ, ઈરાને ડિએગો ગાર્સિયા બેઝ પર બે મધ્યમ અંતરની મિસાઈલ છોડ્યા હતા. અહેવાલમાં જણાવાયું છે કે બંને મિસાઈલો યુએસ લશ્કરી મથક પર અથડાઈ શકી ન હતી અને બેઝને કોઈ નુકસાન થયું ન હતું. જોકે, ઈરાને આ મિસાઈલો ક્યારે છોડી તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.

અમેરિકાએ મિસાઈલ પર ઇન્ટરસેપ્ટર છોડ્યું

WSJ ના અહેવાલમાં અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે એક મિસાઇલ ઉડાન દરમિયાન નિષ્ફળ ગઈ હતી, જ્યારે એક યુએસ યુદ્ધ જહાજે બીજા મિસાઇલને અટકાવવા માટે SM-3 ઇન્ટરસેપ્ટર ફાયર કર્યું હતું જોકે, ઇન્ટરસેપ્ટર સફળ થયું કે નહીં તે જાણી શકાયું નથી.

■ ઈરાનની ગુપ્ત મિસાઇલ?

રોઇટર્સે વ્હાઇટ હાઉસ અને યુકેના સંરક્ષણ મંત્રાલય પાસેથી ટિપ્પણી માંગી હતી પરંતુ તાત્કાલિક કોઈ જવાબ મળ્યો નહીં. આ પહેલી વાર છે જ્યારે ઇરાને ડિએગો ગાર્સિયાને નિશાન બનાવ્યું છે. આ હુમલાથી ઇરાનની મિસાઇલ ક્ષમતાઓ વિશે નવી ચર્ચા શરૂ થઈ છે.

■કોઈ પણ ઈરાની મિસાઈલ પાસે આટલી રેન્જ નથી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક હેન્ડલે જણાવ્યું હતું કે, “ઈરાનથી ડિએગો ગાર્સિયાનું અંતર 4,118 કિમી છે. આ કોઈપણ જાણીતી ઈરાની મિસાઈલ ક્ષમતા કરતાં વધુ છે.” આ સૂચવે છે કે ઈરાને તાજેતરના વર્ષોમાં તેની મિસાઈલ ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જે કોઈને ખબર નથી.

નોંધનીય છે કે, ડિએગો ગાર્સિયા યુએસ સેન્ટ્રલ કમાન્ડના અધિકારક્ષેત્રમાં આવતું નથી, જે મધ્ય પૂર્વમાં કામગીરીનું નિરીક્ષણ કરે છે. હિંદ મહાસાગરનો આ પ્રદેશ યુએસ ઈન્ડો-પેસિફિક કમાન્ડમાં આવેલો છે. તે સ્પષ્ટ છે કે યુદ્ધનો વ્યાપ વિસ્તર્યો છે, અને ઈરાને નોંધપાત્ર તૈયારી દર્શાવી છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
  • September 17, 2026

Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

Continue reading
NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

  • September 19, 2026
  • 3 views
West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

  • September 19, 2026
  • 6 views
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

  • September 19, 2026
  • 7 views
West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

  • September 19, 2026
  • 8 views
Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

  • September 19, 2026
  • 10 views
Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

  • September 19, 2026
  • 9 views
Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ