Donald Trump: ઈરાન માટે રોજ જુઠ્ઠા સ્ટેટમેન્ટ આપતા ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયામાં ઉડી રહી છે મજાક! ભારતીય અભિનેતા બોમન ઈરાનીએ કહ્યું,” ટ્રમ્પ અમારી સાથે વાત કરવા માંગે છે!”

  • World
  • March 27, 2026
  • 0 Comments

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ હવે વારંવાર એવો દાવો કરી રહયા છે કે ઈરાન યુદ્ધ વિરામ ઈચ્છે છે,ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાને 10 તેલ ટેન્કરોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા દઈને ભેટ આપી છે. આ ટેન્કરો પર પાકિસ્તાનનો ઝંડો હતો અને ઈરાન હવે સીઝ ફાયર કરવા માંગે છે.

બીજી તરફ ઈરાન સતત ટ્રમ્પના દાવા નકારી રહ્યું છે અને ચોખ્ખું સંભળાવી દીધું છે કે યુદ્ધ વિરામ અમારી શરતો ઉપર થશે, છતાંપણ ટ્રમ્પ રોજ કહ્યા કરે છે કે ઈરાન સાથે વાત ચાલુ છે, હવે ટ્રમ્પ જે અગાઉ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા 48 કલાકનો ઇરાનને સમય આપ્યો હતો તે વધારીને 6 એપ્રિલ કર્યો છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ઉર્જા મથકો પરના હુમલા 10 દિવસ માટે ટાળી દીધા છે. નવી ડેડલાઈન હવે 6 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અમેરિકા ઈરાનના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હાલમાં કોઈ કાર્યવાહી નહીં કરે અને હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણ ખોલવા 10 દિવસની મુદત વધારવામાં આવી છે.

જોકે,ઈરાને સ્પષ્ટ કહ્યું છે કે જો અમેરિકા આવી કોઈપણ હરકત કરશે તો અમે મીઠા પાણીના પ્લાન્ટ અને આઇટી નેટવર્કને તબાહ કરી દઈશું આમ,ટ્રમ્પ કહે છે કે ઈરાન સાથે વાત ચાલુ છે અને ઈરાન કહે છે કે અમારે કોઈ વાત થતી નથી અને ઈરાન ટ્રમ્પની મજાક ઉડાવી રહ્યું છે ત્યારે ટ્રમ્પ હવે લોકોમાં મજાકનું કેન્દ્ર બન્યા છે અને સોશિયલ મીડિયામાં લોકો ખીલ્લી ઉડાવી રહયા છે.

ભારતીય બોલિવૂડ અભિનેતા બોમન ઈરાનીએ પણ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને ટ્રમ્પની મજાક ઉડાવતા કહ્યું કે, ‘તમે જાણતા હશો કે ટ્રમ્પ ઈરાનીઓ સાથે વાત કરવા માંગે છે. હાલમાં ત્રણ વ્યક્તિઓ સાથે વાતચીત ચાલી રહી છે, જેમાં સ્મૃતિજી, અરુણા ઈરાની અને મારી સાથે. હું મારા માટે તૈયાર છું. અમે દેશ માટે કંઈ પણ કરવા તૈયાર છીએ. જો કે, હું વોશિંગ્ટન નહીં જાઉં. હું તેમને મુંબઈની દાદર પારસી કોલોનીમાં આવવાનો પ્રસ્તાવ મૂકું છું, જ્યાં અમે તેમને ધનશાક અને કસ્ટર્ડ ખવડાવીશું. જો તેઓ એક ગેસ સિલિન્ડર લઈને આવે તો મને લાગે છે કે આપણું જીવન સરળ બની જશે.’ આમ ટ્રમ્પની લોકો ઠેકડી ઉડાવી રહયા છે જે ખૂબજ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?
  • August 10, 2026

Turkey-Saudi-Pak Defence Alliance: મધ્ય પૂર્વમાં ઝડપથી બદલાતી ભૂરાજકીય પરિસ્થિતિ વચ્ચે સૌદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે નવા સંયુક્ત રક્ષા સહકાર કરારની ચર્ચાએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી દિશા આપી છે. વિવિધ મીડિયા…

Continue reading
RSP Nepal Politics: નેપાળની સત્તાધારી RSP માં આંતરિક વિખવાદ તેજ, બાલિન્દ્ર શાહ અને રબી લામિછાને આમને-સામને
  • August 10, 2026

RSP Nepal Politics: નેપાળની સત્તારૂઢ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP )માં સરકાર બન્યાના લગભગ છ મહિના બાદ આંતરિક મતભેદો હવે ખુલ્લેઆમ સામે આવવા લાગ્યા છે. વડા પ્રધાન બાલિન્દ્ર શાહ અને પાર્ટી અધ્યક્ષ રબી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

  • August 12, 2026
  • 1 views
Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

  • August 11, 2026
  • 4 views
Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

  • August 11, 2026
  • 5 views
Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

  • August 11, 2026
  • 6 views
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

  • August 11, 2026
  • 7 views
NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

  • August 11, 2026
  • 7 views
Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ