Iran War Update: ઈઝરાયેલે ઈરાન ઉપર મોટો હુમલો કરી વિશ્વને મેસેજ આપ્યો કે “ઈરાન ઉપર હુમલા બંધ કરવાનો હક્ક ટ્રમ્પને કોણે આપ્યો?” ટ્રમ્પની ફજેતી!

  • World
  • March 28, 2026
  • 0 Comments

Iran War Update: ઈરાન યુદ્ધ હવે વધુ વકર્યું છે જેનાથી વિશ્વમાં હાલની જે સ્થિતિ છે તેનાથી પણ વધુ ખરાબ સ્થિતિ ઉભી થવાની દહેશત ઉભી થઇ છે ડોનાલ્ડ ટ્રમ્પ હવે “બોલે છે કઈક અને થઈ રહ્યું છે કઈક” જેવો ઘાટ ઘડાયો છે તેઓના “બોલ” ઉપર કોઈ ભરોસો કરતું નથી! હજુ ગઈકાલે તો ટ્રમ્પ એમ કહેતા હતા કે “ઈરાન ઉપર 6 એપ્રિલ સુધી કોઈ હુમલા કરશું નહિ અને યુદ્ધ વિરામ માટેના પ્રયાસો ચાલુ છે!’ પણ આ બોલની કોઈ કિમત ન હોય તેમ ઈઝરાયેલે ઈરાન ઉપર હુમલો કરી દીધો છે,જેનાથી ટ્રમ્પની દુનિયાભરમાં ફજેતી થઇ રહી છે, કારણ કે જગત જમાદારનું ‘અભી બોલા અભી ફોક’ જેવી નીતિથી જેને કોઈ લેવા દેવા નથી તેવા વિશ્વભરના અન્ય દેશો મંદીના વમળમાં ફસાઈ ગયા છે.

ઈરાન ઉપર 6 એપ્રિલ સુધી 10 દિવસ હુમલો નહિ કરીએ તે વાત જાહેર કર્યા બાદ ઇઝરાયલ દ્વારા ઈરાન ઉપર મોટો હુમલો કરવામાં આવ્યો છે.ઈરાનના અત્યંત સંવેદનશીલ ગણાતા ખૌંદાબ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કરાયો છે. આ હુમલામાં હેવી-વોટર રિએક્ટર અને યલોકેક (Yellowcake) પ્રોડક્શન પ્લાન્ટને નિશાન બનાવાયું છે.

ઈઝરાયેલના આ હુમલા બાદ હવે ઈરાને પણ ‘ભયાનક પરિણામો જોવા તૈયાર રહેજો’ની વળતી ચીમકી આપતા હવે મધ્ય પૂર્વમાં ગમે ત્યારે મોટું યુદ્ધ ફાટી નીકળે તેવી સ્થિતિ ઉભી થઈ છે ઈરાને ઔદ્યોગિક વિસ્તાર નજીક રહેતા નાગરિકોને ઘર ખાલી કરી સલામત જગ્યાએ જતા રહેવા સૂચના આપી છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ 10 દિવસ માટે હુમલા રોકવાની (સીઝફાયર) વાત કરી હતી, પરંતુ આ જાહેરાત વચ્ચે જ પરમાણુ પ્લાન્ટ પર થયેલા હુમલાએ સમગ્ર વિશ્વમાં આશ્ચર્ય ફેલાયું છે હવે ઈઝરાયેલ પણ જાણે ટ્રમ્પની ઈજ્જત નહિ કરતું હોવાની વાત સ્પષ્ટ થઈ રહી છે અને ટ્રમ્પનું અહીં કંઈ ઉપજતું નહિ હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.

ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ચેતવણી આપી છે કે આ હુમલાઓ માટે ઇઝરાયલને ભારે કિંમત ચૂકવવી પડશે. તેમણે જણાવ્યું કે ખોન્ડાબ હેવી વોટર ફેસિલિટી અને અરદાકન યલોકેક પ્રોડક્શન પ્લાન્ટ પર પણ હુમલા કરવામાં આવ્યા છે, જે ઇરાનના પરમાણુ કાર્યક્રમ માટે મહત્વપૂર્ણ છે.

આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) એ કહ્યું છે કે આ હુમલા પછી આસપાસના વિસ્તારોમાં રેડિયેશન સ્તરમાં કોઈ વધારો થયો નથી. એજન્સીએ કહ્યું કે તે આ ઘટનાની તપાસ કરી રહી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

બીજી તરફ ઈરાને પણ આજે શનિવારે સવારે ઈઝરાયલની રાજધાની તેલ અવીવ પર અનેક મિસાઈલથી હુમલો કર્યો હતો જે પૈકીની એક મિસાઈલ તેલ અવીવના માર્કેટમાં પડતા એક વ્યક્તિનું મૃત્યુ થયું અને અનેક લોકો ઘાયલ થયાના અહેવાલ છે આમ,ટ્રમ્પના નિવેદન હાસ્યાસ્પદ બની ગયા છે અને આ યુદ્ધ સમગ્ર વિશ્વ માટે માથાનો દુઃખાવો બની ગયું છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Oman Ship Attack: હોર્મુઝમાં ફરી વાણિજ્યિક જહાજ નિશાન પર, ઓમાન નજીક હુમલામાં ભારતીય નાવિકનું મોત
  • September 24, 2026

Oman Ship Attack: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઓમાનના મુસંદમ તટ નજીક વાણિજ્યિક જહાજ MV Cape Dao પર બુધવાર, 23 સપ્ટેમ્બરે થયેલા હુમલામાં ઉત્તર પ્રદેશના દેવરિયા નિવાસી ભારતીય નાવિક…

Continue reading
Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
  • September 17, 2026

Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jetpar Farmers Protest: જેતપરમાં ખેડૂતોનો હલ્લાબોલ, MRC નોટિસ સામે આખું ગામ કલેક્ટર કચેરીએ કેમ પહોંચ્યું?

  • September 26, 2026
  • 3 views
Jetpar Farmers Protest: જેતપરમાં ખેડૂતોનો હલ્લાબોલ, MRC નોટિસ સામે આખું ગામ કલેક્ટર કચેરીએ કેમ પહોંચ્યું?

Dholka Chemical Water Pollution: ધોળકામાં 34 દિવસથી આંદોલન છતાં કેમિકલયુક્ત પાણી બંધ કેમ નહીં થયું? તંત્ર સામે મોટો સવાલ

  • September 26, 2026
  • 5 views
Dholka Chemical Water Pollution: ધોળકામાં 34 દિવસથી આંદોલન છતાં કેમિકલયુક્ત પાણી બંધ કેમ નહીં થયું? તંત્ર સામે મોટો સવાલ

Ahmedabad Heavy Vehicle Accidents: અમદાવાદમાં ભારે વાહનોનો કહેર, 5 વર્ષમાં 521 અકસ્માતોમાં 270 લોકોના મોત

  • September 26, 2026
  • 5 views
Ahmedabad Heavy Vehicle Accidents: અમદાવાદમાં ભારે વાહનોનો કહેર, 5 વર્ષમાં 521 અકસ્માતોમાં 270 લોકોના મોત

Bardoli RTO License Without Test: બારડોલી RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સના કથિત સેટિંગનો ઓડિયો વાયરલ

  • September 26, 2026
  • 6 views
Bardoli RTO License Without Test: બારડોલી RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સના કથિત સેટિંગનો ઓડિયો વાયરલ

Sonam Wangchuk Ladakh: લદ્દાખમાં દમનના આરોપો વચ્ચે સોનમ વાંગચુકનું મોટું નિવેદન, ‘ચીન પણ તિબેટમાં આવું નથી કરી રહ્યું’

  • September 26, 2026
  • 9 views
Sonam Wangchuk Ladakh: લદ્દાખમાં દમનના આરોપો વચ્ચે સોનમ વાંગચુકનું મોટું નિવેદન, ‘ચીન પણ તિબેટમાં આવું નથી કરી રહ્યું’

Uttarakhand SIR: ઉત્તરાખંડ SIRમાં 95 હજારથી વધુ મતદારો અપાત્ર, 1.73 લાખ ફોર્મ 7 અરજીઓથી પ્રક્રિયા પર સવાલ

  • September 26, 2026
  • 9 views
Uttarakhand SIR: ઉત્તરાખંડ SIRમાં 95 હજારથી વધુ મતદારો અપાત્ર, 1.73 લાખ ફોર્મ 7 અરજીઓથી પ્રક્રિયા પર સવાલ