Donald Trump: ઈરાનમાં અમેરિકા વિરુદ્ધ માહોલ,લોકો ડર્યા વગર ફ્લેગ લઈ માર્ગો ઉપર ઉતર્યા! સરકાર વિરોધી લોકો અચાનક સરકાર તરફી કેમ થઈ ગયા? વાંચો ટ્રમ્પ ક્યાં ગોથું ખાઈ ગયા?

  • World
  • April 4, 2026
  • 0 Comments

Donald Trump: ઈરાનમાં એક સમયે લોકો આયતુલ્લાહ અલી ખામેનેઈના શાસનકાળનો વિરોધ કરતા હતા અને આંદોલન દરમિયાન અનેકના જીવ ગયા અને તે વખતે અમેરિકા કહેતું હતું કે તે આયતુલ્લાહ અલી ખામેનેઈના શાસનનો અંત લાવશે અને ત્યારબાદના ઘટનાક્રમમાં ઈઝરાયેલ અને અમેરિકાએ ઈરાન ઉપર સંયુક્ત લશ્કરી કાર્યવાહી કરી અને તેમાં આયતુલ્લાહ અલી ખામેનેઈનું મોત થઈ ગયું પણ ત્યારબાદ ઈરાનીઓ એકજૂથ થઈ ગયા અને ખામેનેઈના મોત મામલે શોક-માતમ મનાવતા જોવા મળ્યા અને અમેરિકાની લશ્કરી કાર્યવાહીના અણધાર્યા પરિણામો આવ્યા છે, જેના કારણે ઈરાની જનતા સરકારની તરફેણમાં અને અમેરિકાની વિરુદ્ધ થઈ ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પના હુમલાઓ બાદ, ઈરાનમાં દેશવ્યાપી દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં લોકો ઈરાની સૈન્ય અને શાસનના સમર્થનમાં ધ્વજ લઈને ઉભા છે. આ અમેરિકાની ગણતરીઓને ખોટી સાબિત કરી રહ્યું છે.

જનતાને સરકાર વિરુદ્ધ કરવાને બદલે, ઈરાન પર અમેરિકાના હુમલાઓએ તેમને એક કર્યા છે, જેના કારણે રાષ્ટ્રવાદ અને દેશભક્તિમાં વધારો થયો છે.ઈરાની લોકો તેમની સેના માટે મજબૂત સમર્થન આપી રહ્યા છે, જે અમેરિકાની ધારણાઓને ખોટી સાબિત કરી રહ્યા છે કે દબાણ શાસન પરિવર્તન અથવા અસ્થિરતા તરફ દોરી જશે.

હુમલાઓને વધુ તીવ્ર બન્યા તો ઈરાને પણ વળતા પ્રહારો ચાલુ રાખ્યા છે,આવા સમયે પણ લોકો પોતાની કારો લઈ જાહેર માર્ગ ઉપર હાથમાં ઈરાની ધ્વજ લઈ ફરતા દેખાયા હતા જેના વિડીયો સોશ્યલ મીડિયામાં ફરતા થયા છે ઈરાનમાં અમેરિકા વિરોધી ભાવના સાથે નાગરિકો ઈરાની સેનાને સમર્થન કરી એકતા દર્શાવી રહ્યા છે.

ઈરાનમાં યુદ્ધ અગાઉ સરકાર વિરુદ્ધ કેવો માહોલ હતો તે પણ જાણો!

જાન્યુઆરી 2026માં આર્થિક કટોકટી અને મોંઘવારીના કારણે ઈરાનના 111થી વધુ શહેરોમાં ખામેનેઈ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શનો થયા હતા. આ પ્રદર્શનોમાં હજારો લોકોએ ભાગ લીધો હતો અને સરકારે તેને દબાવવા માટે કડક કાર્યવાહી કરી હતી, જેમાં અનેક લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.
અગાઉના મોટા આંદોલનો:
2009: ‘ગ્રીન મૂવમેન્ટ’ દરમિયાન ચૂંટણીમાં ગેરરીતિના આરોપો સાથે લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
2022: મહસા અમીનીના મોત બાદ દેશભરમાં મહિલાઓના નેતૃત્વમાં મોટા પાયે વિરોધ થયો હતો.

અમેરિકા-ઈઝરાયેલના હુમલા બાદ શુ બન્યું તે પણ જાણો

અમેરિકાને એમ હતું કે આયતુલ્લાહ અલી ખામેનેઈના શાસનકાળમાં ઈરાની લોકો સરકારથી વિરુદ્ધ છે તેનો ફાયદો લેવો જોઈએ.
ઈરાન ઉપર હુમલો કરી સરકાર બદલી નાખીશું એટલે જનતા ખુશ થશે અને અમેરિકા ઈરાનમાં પોતાની મરજીની સરકાર બનાવી કિંમતી તેલ ભંડારો કબ્જે કરી મોટાપાયે વેપાર કરશે.

ઈરાન ઉપર હુમલો કરવા પરમાણુ હથિયાર વાળો મુદ્દો પણ હતો અને યુદ્ધ કરી દીધું પણ હવે જે સ્થિતિ છે તે જોતા અમેરિકાનું ગણિત અહી ખોટું પડ્યું છે પરિણામે આખા વિશ્વમાં તેલ-ગેસની અછત સર્જાતા વિશ્વભરમાં આ યુદ્ધ ‘પડતી’ અને ‘મંદી’ લઈને આવ્યું છે અને હવે ટ્રમ્પ હાથ ઊંચા કરી જવાબદારીમાંથી છટકી રહયા છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading
Osama Bin Laden India Target: ઓસામા બિન લાદેનના સંભવિત આતંકી હુમલાના નિશાનામાં ભારત પણ હતું, CIAના દસ્તાવેજોથી ખુલાસો
  • September 14, 2026

Osama Bin Laden India Target: અલ-કાયદાના પૂર્વ વડા ઓસામા બિન લાદેનની આતંકી યોજનાઓને લઈને અમેરિકી ગુપ્તચર એજન્સી CIA દ્વારા જાહેર કરવામાં આવેલા દસ્તાવેજોમાં મહત્વની માહિતી સામે આવી છે. દસ્તાવેજો અનુસાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 6 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 7 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 7 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 9 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 7 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય