Satire: “ઇઝરાઇલ ઇઝ ફાદરલેન્ડ” મનેતો હવે ખબર પડી કે ‘મહામાનવ’ આવું કેમ બોલ્યા?

  • Others
  • April 8, 2026
  • 0 Comments

● શ્રીકાંત આપ્ટે

Satire: શરૂઆતમાં જ હું વાચકોને સ્પષ્ટ કરી દઉં કે ઇઝરાઇલ મારું ફાદરલેન્ડ નથી. મારા પિતાનો જન્મ તો ભારતમાં જ થયો છે,તો પછી આ મહામાનવ ઇઝરાઇલને કોનું ફાદરલેન્ડ કહી રહ્યા હતા? ઇઝરાઇલ તો આપણા મહામાનવનું ફાદરલેન્ડ છે સાચું કહું, મહામાનવે તા.25 ફેબ્રુઆરીએ ઇઝરાઇલની મુલાકાત દરમિયાન યહૂદી સમુદાય સમક્ષ પોતે જ કહ્યું હતું કે “ઇન્ડિયા ઇઝ મદરલેન્ડ એન્ડ ઇઝરાઇલ ઇઝ ફાદરલેન્ડ।” મેં પોતે એ વિડિયો જોયો છે અને શક્ય છે કે આપમાંથી ઘણાં લોકોએ પણ જોયો હશે.

કોઈ પણ માણસ પોતાના માતા-પિતાના જન્મસ્થાન વિશે જ ત્યારેજ જાહેરમાં એટલા વિશ્વાસથી કહી શકે આટલા વર્ષોથી જનતા મહામાનવના સ્વર્ગસ્થ પિતાશ્રી આદરણીય દામોદરદાસજીને ભારતીય મૂળના ભારતીય નાગરિક તરીકે જ માનતી રહી. હવે દેશની જનતાને ઇઝરાઇલ મારફતે જ સાચી ખબર પડી કે સ્વર્ગસ્થ દામોદરદાસજી ઇઝરાયેલી મૂળના ભારતીય હતા, જે ગુજરાતના વડનગરમાં આવીને વસ્યા હતા.

જોકે,મહામાનવની સ્વર્ગસ્થ માતાશ્રી આદરણીયા હીરાબેન ભારતીય મૂળની ભારતીય નાગરિક જ હતાં, તેમાં કોઈ શંકા નથી,મહામાનવે પોતે જ ઇન્ડિયાને મદરલેન્ડ જણાવ્યું છે ભારતવાસીઓને તો ખબર જ ન પડી, તેઓ તો આશ્ચર્યમાં જ રહી ગયા. હવે ઇઝરાઇલવાળા “ટી..લી..લી” કરીને ચીડવી રહ્યા છે, કારણ કે ભારતથી પહેલાં મહામાનવે તેમને કહી દીધું કે તેમના પિતાનું વતન પણ ઇઝરાઇલ જ હતું.

આ વિડિયો જોયા પછી મિત્ર બોલ્યો: “ગુરુ, મહામાનવજીને જરૂર પિતાજીની ખૂબ યાદ આવી હશે.” મેં કહ્યું: “કંઈ પણ!”

રિપબ્લિક ટીવી જોઈને મને પણ દરેક વાત પર “કંઈ પણ, કંઈ પણ” કહેવાની ટેવ પડી ગઈ છે.

“ગુરુ, પિતાની જબરદસ્ત યાદ આવી હશે, ત્યારે જ મહામાનવ બજેટ સેશન છોડીને ફાદરલેન્ડ પહોંચી ગયા।”

મેં કહ્યું: “મહામાનવ માટે સેશન તો એમ પણ બેકાર વસ્તુ અને સમયની બરબાદી છે.”

મહામાનવની દરેક વાત જ નિરાળી છે. ખાસ વાત એ છે કે જ્યાં પણ જાય છે, ત્યાંથી પોતાનો કોઈ ને કોઈ સંબંધ જરૂર કાઢી લે છે કાશી, કાનપુર, જયપુર, નાગપુર — દરેક જગ્યાએ સંબંધ જોડતા જોડતા આ વખત તો સીધા ઇઝરાઇલ જઈ પહોંચ્યા. અને સંબંધ પણ એવો કે સીધો પિતાનો જ સંબંધ જોડીને આવ્યા લોકો કહે છે કે આજ સુધી ભારતનો કોઈ પ્રધાનમંત્રી ઇઝરાઇલ ગયો નહોતો. મહામાનવ તો બે-બે વખત ઇઝરાઇલ જઈ આવ્યા તમે જ કહો કે પહેલાંના કોઈ પ્રધાનમંત્રીનું ફાદરલેન્ડ ઇઝરાઇલ હતું શું? તેઓ કેમ જાય? જેનુ ફાદરલેન્ડ ઇઝરાઇલ હોય, તે માત્ર એટલા માટે ઇઝરાઇલ ન જાય કે પહેલા કોઈ ગયો નથી — “બહોત નાઈન્સાફી હૈ સાંભા!”

(નોંધ:- આ લેખ વ્યંગકાર-લેખક શ્રી શ્રીકાંત આપ્ટેએ લખ્યો છે, તેઓ વ્યંગાત્મક લેખન માટે જાણીતા છે અને તેઓએ પોતાના અંગત વિચારો અને ટિપ્પણી વ્યગાત્મક શ્રેણીમાં પ્રગટ કર્યા છે)

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ફેબ્રુઆરી 2026ના રોજ ઈઝરાયેલની મુલાકાત દરમિયાન ત્યાંની સંસદ (નેસેટ) ને સંબોધિત કરતા આ વિધાન કર્યું હતું તેમણે ઈઝરાયેલમાં વસતા ભારતીય મૂળના યહૂદી સમુદાયના સંદર્ભમાં કહ્યું હતું કે, “તેઓ દ્રઢપણે માને છે કે ઈઝરાયેલ તેમની પિતૃભૂમિ (ફાધરલેન્ડ) છે અને ભારત તેમની માતૃભૂમિ (મધરલેન્ડ) છે”.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Satire: એક એવો રાજા કે જેણે પોતાની પત્નીને વર્ષો પહેલા તરછોડી દીધી હતી! તે રાજાને અચાનક “નારી વંદના” પ્રેમ ઉભરાઈ ગયો!!
  • April 22, 2026

“વિક્રમ, બૈતાલ અને નારી વંદન” ▪️ શ્રીકાંત આપ્ટે Satire: રાજા વિક્રમે પોતાની હઠ છોડી નહીં અને ફરીથી વૃક્ષ પર લટકતા વૈતાળને વૃક્ષ પરથી ઉતારીને ખભા પર લઈ ચૂપચાપ નગર તરફ…

Continue reading
Satire: “વિક્રમ, વૈતાળ અને દોઢ આંસુ!”
  • April 19, 2026

—–વ્યંગ કથા—- લેખક : શ્રીકાંત આપ્ટે Satire: દરેક વખતની જેમ આ વખતે પણ વિક્રમે વૈતાળને વૃક્ષ પરથી ઉતારીને ખભા પર મૂક્યો અને ચૂપચાપ શહેર તરફ ચાલી પડ્યો વૈતાળ પણ ઓછો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત