Gujarat Election: અપમાન છોડો, ભાજપનું ધમકીનું રાજકારણ પણ એટલુંજ ખરડાયેલું છે!

■તમામ પક્ષના નેતાઓને જાણે જનતાનું અપમાન કરવાનો પરવાનો મળી ગયો છે!

■ ખડગેના ઉચ્ચારો સામે ભાજપનો વિરોધ પણ તેમના નેતાઓ પણ ક્યાં દૂધે ધોયેલા છે!

(દિલીપ પટેલ દ્વારા)

અમદાવાદ, 9 એપ્રિલ 2026

Gujarat Election: દેશમાં કોંગ્રેસ પ્રમુખ ખડગે ગુજરાત અંગે ટીપ્પણી કરવા માટે ભાજપનો રાજકીય વિરોધનો સામનો કરી રહ્યાં છે. ગુજરાત અને કેન્દ્રીય ભાજપ દ્વારા દેખાવો થયા હતા ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ પંચાલે સ્થાનિક ચૂંટણી પહેલાં હિંદુ ધર્મનો ઉપયોગ રામનવમીના દિવસે કર્યો હતો અને આમ આદમી પક્ષના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ હર્ષ સંઘવી સામે અશોભનીય ટીપ્પણીઓ કરી હતી.

આ બે ઘટનાઓથી ગુજરાતમાં ચૂંટણી પહેલાં નિવેદનોમાં અશોભનિય વર્તણુક સામે આવી હતી પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ પ્રજાને જ ભાંડી રહ્યાં છે. તેઓ ટપોરી ભાષા બોલી રહ્યાં છે. તેમની વાણી સ્વીકારવા યોગ્ય નથી. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ શેરીના ગુંડાની ભાષામાં વાત કરી રહ્યાં છે. ચૂંટાયેલા પ્રતિનિધિ ક્યારેય લોકશાહીમાં સાચું ઉદાહરણ બની ન શકે.

જાહેરજીવનમાં ભાષાકીય વિવેક ઓળંગવો એ ભાજપ માટે સામાન્ય થઈ ગયું છે. પહેલા નેતાઓ આવાં નિવેદનો કરે કે ભાષાને લઈને કોઈ છૂટ લે તો પ્રજા તેને માફ કરતી ન હતી. પરંતુ હવે મોટા નેતાઓ માટે પણ આ વાત સામાન્ય થઈ ગઈ છે.
લોકશાહીના મુલ્યો ભુલી જાય છે નાગરિકોને ધમકી મળતી હોય, મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણી થઈ શકે તેમ ના હોય ત્યાં તે બેઠકની ચૂંટણી રદ કરવાનો અધિકાર પણ પંચને છે. પણ તેમ હવે થતું નથી.

■નફરતનું ભાષણ

હેટ સ્પીચ એટલે કે નફરત ભરી ભાષા વાપરનારા લોકોને રાજકીય પક્ષો, ધારાસભ્ય, સાંસદ, કોર્પોરેટર બનાવી રહ્યા છે 2024 પહેલાની સંસદમાં 33 સાંસદ વિરુદ્ધ નફરત ભર્યા ભાષણના કેસ નોંધાયેલા હતા. 7 સાંસદો યુપીના, 4 સાંસદ તમિલનાડુના, 3 સાંસદ બિહાર, 3 કર્ણાટક અને 3 તેલંગાણાના, 2 આસામ, 2 ગુજરાત, 2 મહારાષ્ટ્ર અને 2 પશ્ચિમ બંગાળ, 1 ઝારખંડ, 1 મધ્યપ્રદેશ, 1 કેરળ, 1 ઓડિશા અને 1 પંજાબનના સાંસદ હતા.

સૌથી વધુ 22 કેસ ભાજપના સાંસદો સામે નોંધાયેલા છે. 22 સાંસદ વિરુદ્ધ નફરત ભર્યા ભાષણના કેસ નોંધાયેલા છે. કોંગ્રેસના બે સાંસદ, આમ આદમી પાર્ટી, AIMIM, DMK, AIUDF, DMK, PMK, શિવસેના U, VCK અને એક સ્વતંત્ર સાંસદ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે.

દેશમાં 74 ધારાસભ્યો વિરુદ્ધ દ્વેષપૂર્ણ ભાષણના કેસ છે. જેમાં ગુજરાતના 5 ધારાસભ્યો છે. દેશમાં સૌથી વધારે ભાજપના 20 ધારાસભ્યો સામે દ્વેષપૂર્ણ ભાષણના સૌથી વધુ કેસ નોંધાયા છે. 13 ધારાસભ્યો કોંગ્રેસના છે.

■લો કમિશન

માર્ચ 2017માં લો કમિશનએ પોતાના રિપોર્ટમાં નફરત ભર્યા ભાષણ અંગે ગંભીર ટિપ્પણી કરી હતી. કમિશને કહ્યું હતું કે, અત્યાર સુધી કોઈ કાયદામાં નફરતના ભાષણની વ્યાખ્યા કરવામાં આવી નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. કેટલીક જોગવાઈ છે જેના આધારે તાર્કિક નિયંત્રણ લાદવામાં આવ્યા છે. કોર્ટના ઘણા નિર્ણય છે જાતિ, ધર્મ, રહેઠાણ અથવા જન્મસ્થળ વિરુદ્ધ અપમાનજનક, ધમકી આપતી, ઉત્પીડન કરતી અથવા કરવામાં આવેલી ટિપ્પણીઓને અપ્રિય ભાષણ ગણવામાં આવે છે.

સર્વોચ્ચ અદાલત

અપ્રિય ભાષણના કોઈપણ કિસ્સામાં કેસ નોંધાવો જોઈએ. કોઈએ ફરિયાદ કરી હોય કે ન કરી હોય. પ્રશાસને કેસ નોંધાવા પડશે. IPCની કલમ 153A, 153B, 295A અને 505 હેઠળ નોંધવામાં આવે છે. અપ્રિય ભાષણના કિસ્સામાં પોલીસ ધરપકડ કરી શકે છે.

■ગુજરાત વડી અદાલત

ધારાસભ્ય ધમકી આપે તો કલમ 307 મુજબ જેલમાં રાખવાનું ગુજરાતની હાઈકોર્ટ ભાજપના નેતા પૂર્વ ધારાસભ્ય સી કે રાઉલના કેસમાં કહ્યું છે ગુજરાતમાં આવી ધમકી આપનારા સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટર સામે પોલીસ કે સરકાર કેમ કેસ કરતી નથી. પણ સામાન્ય માણસ આવી જ ધમકી કોઈને આપે ત્યારે તેની સામે પોલીસ અને સરકાર ગુના દાખલ કરે છે.

■રાજેશ ચુડાસમા

જૂનાગઢના પ્રાચી ખાતે અભિવાદન કાર્યક્રમમાં ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ આક્રમક અને ગુસ્સે થઈને ભાજપના જ નેતાઓ અને કાર્યકરોને જાહેર મંચ પરથી જોઈ લેવાની ધમકી આપી દીધી.
વિરોધી પ્રવૃત્તિ કરનારને ભાજપ છોડી શકે છે, પણ હું કોઈને નહીં છોડું. 5 વર્ષ નડ્યા છે તેમને મુકવાનો નથી. ભારતીય જનતા પાર્ટી ભલે હિસાબ કરે કે ના કરે પણ હું જે 5 વર્ષ નડ્યા છે તેમને મુકવાનો નથી.

તાલાલા વિધાનસભામાં ભાજપને માત્ર 35 મતોની સરસાઈ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મળી હતી. સરસાઈ ન મળી એટલે ધમકી આપવા પર ઉતરી આવ્યા.

રમેશ કટારા

2024માં ગુજરાતના ફતેહપુરાના ભાજપ ધારાસભ્ય રમેશ કટારાનો એક વીડિયોમાં કહે છે, ”ઈવીએમમાં ભાભોર અને કમળનાં ચિહ્નવાળાં બટન દબાવશો. આ વખતે મોદીસાહેબે (મતદાનકેન્દ્રમાં) કૅમેરા મૂક્યા છે. ત્યાં બેઠા-બેઠા તેમને ખબર પડી જશે કે કોણે ભાજપને વોટ આપ્યો, કોણે કૉંગ્રેસને. તમારા ફોટો ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ અને રૅશનકાર્ડ પર પણ છે.”

■ગેનીબેન ઠાકોર

2024માં ભાજપની ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતી ગયા, પરંતુ 50 હજાર મત ખોટા કરાવવા અને ધમકી આપવાનો આરોપ હતો.

■જીતુ વાઘાણી

સુરત કૉંગ્રેસ તરફથી કોર્ટમાં કરેલી અરજી પ્રમાણે ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ 4 એપ્રિલે એક જાહેરસભામાં કૉંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને ‘હરામજાદા’ કહ્યા હતા અને સુરતમાંથી હાંકી કાઢવાની ધમકી આપી હતી.

■વિજય શાહ

વડોદરા ભાજપના શહેર પ્રમુખ ડો.વિજય શાહે ખુલ્લી ધમકી આપી હતી અને જેણે મત આપ્યા નથી ત્યાં કામ નહી થાય તેમ કહ્યું હતું.

■ મધુ ધારાસભ્ય

ભાજપના વડોદરાના વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ગુજરાતમાં સૌથી વધારે વખત લોકોને, મતદારોને, ભાજપના નેતાઓને અને પત્રકારોને ધમકીઓ આપી હતી ચૌદમું રતન બતાવીશ.

સૌરભ પટેલ

2023માં બોટાદથી ભાજપ ધારાસભ્ય સૌરભ પટેલએ ધમકી આપી હતી. ભાજપના જ આગેવાનો આરોપ લગાવ્યો હતો.

■શામજી ચૌહાણ

2024માં ચોટીલાના ભાજપના ધારાસભ્ય શામજી ચૌહાણે અધિકારીઓને ભાજપના કાર્યકરોને હેરાન ન કરવા ચીમકી આપી હતી. 7 તારીખ પછી નુકસાન કરે તેના માટે અમારી તૈયારી છે.

શશીકાંત પંડ્યા

2022માં ડીસાના ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ કહ્યું- ‘ભાજપની સરકાર કે ભાજપના કાર્યકરો સામે કોઈ આંખ ઊંચી કરીને જોશે તો તેની આંખ ચીરી નાખવામા આવશે’

■રામ મોકરિયા

2024માં ‘હું તમારી પર કેસ કરીશ’, ગુજરાતના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની વીટીવીના પત્રકારને અગ્નીકાંડમાં પ્રશ્ન પૂછતાં ખુલ્લી ધમકી આપી હતી.

■કેતન ઇનામદાર

2022 – સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર ગૌરવ યાત્રા વખતે ખુલ્લેઆમ ધમકી આપી હતી. રાજ્યમાં કોઈની પણ બાઈક ચાલકને પોલીસ રોકશે નહીં, લાસન્સ પણ બતાવવાની જરૂર નથી. વિપક્ષે પ્રેમથી ચૂંટણી લડવી નહીં, તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો.

ડો.મહેન્દ્ર મુંજપરાએ વી ટીવી અને ગુજરાત સમાચારના પત્રકારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અગાઉ તેઓ 3 પત્રકારોને અલગ અલગ સમયે પત્રકારો સાથે ખરાબ વર્તન કરી ચૂક્યા છે.

■બલરામ થવાણી

2020માં અમદાવાદમાં નરોડામાં સામાજિક કાર્યકર દીપા સંતવાણીના ઘરે જઈને ભાજપના ધારાસભ્ય બલરામ થવાણીના બે માણસોએ ઘમકી આપી હતી કે ધારાસભ્ય વિરૂદ્ધ સોશિયલ મિડિયામાં લખવાનું બંધ કરે.

■રમેશ કટારા

2019માં મતદારોને ધમકી આપતો વીડિયો વાયરલ થવા મુદ્દે ભાજપના ધારાસભ્ય રમેશ કટારાએ કહ્યું હતું.

■મોહન કુંડારિયા

2019માં રાજકોટના ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાએ ચોખ્ખી ધમકી આપી કે તમારા ગામમાંથી 70 ટકા મતો મળે એવું કંઈક ગોઠવી આપો છો કે કેમ. મને સાંભળી લો, મતો અપાવવા પડશે. નહિ તો પછી આ બધી સહકારી મંડળીબંડળી જતી રહેશે.

■પબુ માણેક

2019 જૂલાઈમાં ભાજપના ધારાસભ્ય પબુ માણેકે ધમકી આપી હતી કે, થોડા ઘણા સુવર (આરટીઆઈ એક્ટવિસ્ટ) પેદા થઇ ગયા છે. હવે સુધરી જાઓ નહીં તો મરી ગયા. નહીં તો તીસરી આંખ ખુલશે અને શિવ શિવ થશે, એમાં બે મત નથી.

■લક્ષ્મણ બારડ

ઓક્ટોબર 2019માં બનાસકાંઠાના રિપોર્ટર કુલદીપ પરમાર અને કૅમેરામૅન આકાશ પરમાર હુમલો કરાયો હતો.

■છબીલ પટેલ

પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ આ પહેલા વિવાદમાં રહ્યા છે.

■કેસરી સોલંકી

2018માં ભાજપના માતરના ધારાસભ્ય કેસરી સોલંકી લવાલ ગામના સરપંચની ફેંટ પકડીને ઝપાઝપી કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણ ટેકો આપતા હતા. આ અગાઉ ધારાસભ્ય મહિલા DySP સાથે માથાકૂટ કરી હતી.

■હીરા સોલંકી

2018 – પીપાવાવમાં જમીન મુક્તિ માટે આંદોલન ચલાવી રહેલા ખેડુતોને આંદોલન બંધ કરવા ભાજપના પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીએ ખેડૂતોને મારી નાખવાની અને ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી.

કાંધલ જાડેજા

2018માં લીલાભાઈ ટપુભાઈ ઓડેદરાએ ધારાસભ્ય કાંધલ જાડેજા સામે ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી, તેમાં ધારાસભ્ય નિર્દોષ છૂટી ગયા હતા.

■પુનમ મકવાણા

10 વર્ષ પહેલાં પાટડીનાં ધારાસભ્ય પુનમ મકવાણાએ યુવતીના પરિવારને ગાંધીનગરમાં ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરી હતી.

■ કે.સી.પટેલ

2017માં વલસાડના સાંસદ ડો કે.સી.પટેલએ અધિકારીને ધમકી આપી હતી કે, કોઈ પણ અધિકારી અમારા કાર્યકર્તાઓને હેરાન કરશે એની ખેર નથી.એને જિલામાં નહી રહેવા દઇયે “

■મનસુખ વસાવા

ભરૂચના ભાજપના ધારાસભ્ય મનસુખ વસાવાએ અનેક વખત જાહેરમાં ધમકી આપી હતી.સાંસદે ન શોભે તેવુ કૃત્ય કર્યુ છે અમે તેમની સામે ફોજદારી કાર્યવાહી કરીશુ 2021માં ભાજપના સાંસદ મનસુધ વસાવાએ ધમકી- ‘ભાજપ કાર્યકર્તાને રેલી કરતા રોક્યા તો છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશ.

સોશિયલ મિડિયા

2025માં મેસેજિંગ એપ વોટ્સએપને દેશમાં સાચા સમાચારો, નકલી કે ખોટા સમાચારો ફેલાવનારા સોર્સ શોધી તેનું યોગ્ય સમાધાન શોધવા કેન્દ્રના ઈન્ફર્મેશન ટિકનોલોજી અને પ્રસારણ પ્રધાન રવિ શંકર પ્રસા સાથે વોટ્સએપના સીઈઓ ક્રિસ ડૈનિયલે મુલાકાત કરી હતી. વોટ્સએપ પર ખોટા સમાચારો ફેલાય છે, તેનાથી મૉબ લિન્ચિંગ, રિવેન્જ કે રિવેન્જ પોર્ન અંગે કેટલીક સૂચનાઓ આપી હતી. ભારતમાં વોટ્સએપની કોર્પોરેટ ઓફિસ બનાવવા માટે પણ મોદી સરકારે દબાણ કર્યું હતું.

કાયદામંત્રીએ કહ્યું જરૂર પડે તો ફેસબુકના માલિક માર્ક ઝૂકરબર્ગને ભારત બોલાવવામાં આવશે IT મામલાની સંસદીય સમિતિએ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપને સમન્સ મોકલી હાજર થવાનો આદેશ આપ્યો હતો.

ગુજરાતમાં 30 લાખ રાજકીય કાર્યકરો ફેસબુક વાપરે છે ગુજરાતમાં કોંગ્રેસના 10 લાખ કર્યકરોના ફેસ બુક છે જ્યારે ભાજપના 20 લાખ જેટલા ફેસબુક હોઈ શકે છે. સત્તા પર બેઠેલાના ફેસબુક એકાઉન્ટ ફેસ બુકે દૂર નથી કર્યા પણ કોંગ્રેસના બનાવટી ફેસબુક એકાઉન્ટ દૂર કર્યા. પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વપરાતા ફેસબુક પેજ પર પણ તેની કોઆઈ અસર પડી નથી. ફેસબુકે દાવો કર્યો હતો કે તેમણે કોંગ્રેસના 687 પેજ, ગ્રૂપ અને એકાઉન્ટ અપ્રમાણિત અને બિનજરૂરી માહિતી આપતા પ્લેટફોર્મ પરથી હટાવી દીધા. કોંગ્રેસે ફેસબુક પાસેથી હટાવાયેલા તમામ પેજની યાદી માગી છે. જેમાં ગુજરાતી ભાષાના પણ કેટલાંક હતા. ભાજપના સૌથી વધું ફેક ફેસબુક હોવા છતાં તેના માત્ર 15 ફેસ એકાઉન્ટ રદ કરાયા હતા.

ફેસબુકે કોઈ રાજકીય પક્ષ વિરુદ્ધ આવડું મોટું પગલું ભર્યું હોય. ફેસબુકના દુનિયામાં 250 કરોડ ગ્રાહકો છે જેમાં સૌથી વધારે 35 કરોડ યૂઝર્સ ભારતમાં છે. ગુજરાતમાં 3 કરોડથી વધું ફેસબુક એકાઉન્ટ છે. કુલ ફેસબુક એકાફન્ટમાં 4 ટકા એકાઉન્ટ ફેક બનાવવામાં આવે છે ફેસબુકે કહ્યું હતું કે યૂઝર્સ ડુપ્લિકેટ એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને પોતાના કન્ટેન્ટનો પ્રચાર કરવા માટે અને લોકોને આકર્ષવા માટે વિવિધ ગ્રૂપમાં સામેલ થયેલા હતા.

ભાજપના નકલી એકાઉન્ટ

2012થી 15 સુધી રહેલા ભાજપ આઈટી સેલના પૂર્વ કર્મચારી મહાવીરએ દાવો કર્યો છે કે ભાજપના સુપર 150 લોકોની ટીમ ફેક ન્યૂઝનું પુરુ કારખાનું ચલાવે છે. આ ટીમ રોજ ટ્વીટરથી લઈને ફેસબુક સહિતના સોશ્યલ પ્લેટફોર્મ માટે કન્ટેન્ટ તૈયાર કરે છે, 50 લોકો બીજા હોય છે જે કન્ટેન્ટને નીચે સુધી ફોરવર્ડ કરે છે. પછી તેને રિયલ ટાઈમ પર ટ્રેન્ડીંગમાં લાવવા માટે 20 હજારથી વધુ સદસ્ય કામ પર લાગી જાય છે. બાકી મેમ્બર્સને ખાલી તેને કોપી-પેસ્ટ કરી ફેસબુકથી લઈને ટ્વીટર પર વાયરલ કરવાનું હોય છે. પાર્ટી મુખ્યાલયથી લઈને જિલ્લા અને તાલુકા સ્તર પર ભાજપ આઈટી સેલની ટીમની પહોંચ છે. દરરોજ કામના બદલામાં 1 હજાર રૂપિયા મળે છે.

બાકી જે સુપર 150માં કામ કરતા હતા તેમને તો સારાએવા સરકારી નોકરી જેવા પગાર મળે છે. તેમનું કામ ફેસબુક પર વધુને વધુ ટ્રોલિંગ કરવાનું હતું. જે લોકો ભાજપ વિરુદ્ધ લખતા મળે, તેમની ફેસબુકને રિપોર્ટિંગ કરી પેજ કે અકાઉન્ટ બંધ કરાવી દેવું. દરેક મેમ્બરને 10-10 મોબાઈલભાજપના આઈટી સેલમાં કામ કરતા દરેક સદસ્યને લેપટોપ સાથે સાથે 10-10 મોબાઈલ મળે છે. કોઈ પણ મુદ્દા પર ઓછામાં ઓછા 50 ટ્વીટ કરવાના હોય છે. એક જ સાથે દરેક મોબાઈલથી પાંચ-પાંચ ટ્વીટ મેંબર કરે છે. એક સાથે 2 હજાર લોકો પણ જ્યારે કોઈ મેસેજ ટ્વીટ કરે છે તો તે આપો આપ ટ્રેન્ડીંગમાં આવી જાય છે.

સેનાથી માંડી મહાપુરુષોના નકલી એકાઉન્ટ પેજ બનાવ્યા છે. જેના પર 20થી ત્રીસ લાખ ફોલોઅર્સ છે. આ પેજ દ્વારા લોકોની ભાવનાઓને ભડકાવનારી પોસ્ટ કરવામાં આવે છે. દરેક ચીજમાં હિન્દુ-મુસ્લિમ એંગલ શોધીને પોસ્ટ કરવામાં આવે છે. જેનાથી સામાન્ય જનની પણ ભાવના ભડકે છે. 1200 જેટલી પ્રોપોગેંડા વેબસાઈટ્સ પણ ભાજપ આઈટી સેલની તરફથી સંચાલીત હોય છે. તેમના સમાચારો દરેક પ્લેટફોર્મ પર વાયરલ કરવામાં આવતા રેન્કીંગ પણ સારુ એવું આવે છે.  રીઠીએ લીધેલી તેની મુલાકાતની વિડિયો વ્યાપક પ્રમાણમાં વાયરલ થઈ છે. જેમાં ઉપરની તમામ વિગતો આપવામાં આવી છે. ભાજપ દ્વારા ઈતિહાસને મરોડીને કે વિકૃત્ત માહિતી આપીને લોકસભાની ચૂંટણી પહેલાં અને ચૂંટણી સમયે ગેરઉપયોગ થઈ રહ્યો છે. ગુજરાતમાં એક કલોડ મોબાઈલ ફોનના મીસ કોલ ડેટા ભાજપ પાસે છે તેનો આ રીતે મેસેજ મોકલવમાં થઈ રહ્યો છે.

ફેસબુકએ એક નિવેદનમાં જણાવ્યું હતું. ભાજપના તરફી પેજ પર વધુ પૈસા ખર્ચવામાં આવ્યા હતા. ઓગસ્ટ 2014 થી ફેસબુક જાહેરાતો પર ખર્ચમાં 39,000 અમેરિકન ડોલર (27 લાખ રૂપિયા) નો ખર્ચ કરવામાં આવ્યો હતો. ભારતીય આઇટી કંપની, સિલ્વરટચ ટચના વ્યક્તિઓ સાથે સંકળાયેલી છે.

■મોદી સરકારની ટીકા કરનારાના અનેક ફેસબુક એકાઉન્ટ બંધ કરાયા

દુનિયાભરના કરોડો ફેસબુક યૂઝર્સના વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરીને લોકોની મત આપવાની પ્રક્રિયાને પ્રભાવિત કરવાના આરોપોનો સામનો કરી રહેલી બ્રિટીશ કંપની કેમ્બ્રિજ ઍનાલિટિકા ભારતમાં પણ તેની હાજરી ધરાવે છે. 2014 અને રાજ્યોની ચૂંટણી ભાજપને જીતવા માટે કેટલીક કંપનીઓએ મદદ કરી હતી ભાજપ માટે ચાર ચૂંટણી કૅમ્પેન સફળતાપૂર્વક મેનેજ કર્યા છે.” આ ચૂંટણીઓમાં વર્ષ 2014ની લોકસભા ચૂંટણીઓનો પણ સમાવેશ થાય છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશની સત્તા મળી હતી. આ એ જ કંપની છે જેણે 2016માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

એપ્રિલ 2019માં ફેસબુક પર ગાળો અને અપમાન મેસેજિંગ એપ વોટ્સએપને દેશમાં સાચા સમાચારો, નકલી કે ખોટા સમાચારો ફેલાવનારા સોર્સ શોધી તેનું યોગ્ય સમાધાન શોધવા કેન્દ્રના ઈન્ફર્મેશન ટિકનોલોજી અને પ્રસારણ પ્રધાન રવિ શંકર પ્રસાદે ખોટા સમાચારો ફેલાય છે, તેનાથી મૉબ લિન્ચિંગ, રિવેન્જ કે રિવેન્જ પોર્ન અંગે કેટલીક સૂચનાઓ આપી હતી. ભારતમાં વોટ્સએપની કોર્પોરેટ ઓફિસ બનાવવા માટે પણ મોદી સરકારે દબાણ કર્યું હતું.

વોટ્સએપ અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ફેલાતી અફવાઓ, રાજકીય ખોટા સમાચારો, ખોટા સમાચારોના કારણે ગુજરાતમાં ગંભીર સ્થિતી બની છે.
કાયદામંત્રીએ કહ્યું જરૂર પડે તો ફેસબુકના માલિક માર્ક ઝૂકરબર્ગને ભારત બોલાવવામાં આવશે.

IT મામલાની સંસદીય સમિતિએ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપને સમન્સ મોકલી કમિટિની સામે હાજર થયા હતા. સમિતીના અધ્યક્ષ અને ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે ટ્વિટર કહ્યું હતું કે ભારતની ચુંટણીમાં વિદેશી સંસ્થાઓની દખલ ન થવી જોઈએ. ટ્વિટરે આવા મામલાઓને ઇલેક્શન કમિટિને મળીને તરત કોઇક નિર્ણય પર આવવું જોઇયે.

■ ભાજપના નકલી એકાઉન્ટ

2012થી 15 સુધી રહેલા ભાજપ આઈટી સેલના પૂર્વ કર્મચારી મહાવીરએ દાવો કર્યો છે કે ભાજપના સુપર 150 લોકોની ટીમ ફેક ન્યૂઝનું પુરુ કારખાનું ચલાવે છે. આ ટીમ રોજ ટ્વીટરથી લઈને ફેસબુક સહિતના સોશ્યલ પ્લેટફોર્મ માટે કન્ટેન્ટ તૈયાર કરે છે, 50 લોકો બીજા હોય છે જે કન્ટેન્ટને નીચે સુધી ફોરવર્ડ કરે છે. પછી તેને રિયલ ટાઈમ પર ટ્રેન્ડીંગમાં લાવવા માટે 20 હજારથી વધુ સદસ્ય કામ પર લાગી જાય છે. બાકી મેમ્બર્સને ખાલી તેને કોપી-પેસ્ટ કરી ફેસબુકથી લઈને ટ્વીટર પર વાયરલ કરવાનું હોય છે. પાર્ટી મુખ્યાલયથી લઈને જિલ્લા અને તાલુકા સ્તર પર ભાજપ આઈટી સેલની ટીમની પહોંચ છે. દરરોજ કામના બદલામાં 1 હજાર રૂપિયા મળે છે.

બાકી જે સુપર 150માં કામ કરતા હતા તેમને તો સારાએવા સરકારી નોકરી જેવા પગાર મળે છે. યૂટ્યૂબર ધ્રુવ રાઠીને અપાયેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે નીતિન ગડકરીના અધ્યક્ષ રહેલા હતા. તેમનું કામ ફેસબુક પર વધુને વધુ ટ્રોલિંગ કરવાનું હતું. જે લોકો ભાજપ વિરુદ્ધ લખતા મળે, તેમની ફેસબુકને રિપોર્ટિંગ કરી પેજ કે અકાઉન્ટ બંધ કરાવી દેવું. દરેક મેમ્બરને 10-10 મોબાઈલભાજપના આઈટી સેલમાં કામ કરતા દરેક સદસ્યને લેપટોપ સાથે સાથે 10-10 મોબાઈલ મળે છે. કોઈ પણ મુદ્દા પર ઓછામાં ઓછા 50 ટ્વીટ કરવાના હોય છે. એક જ સાથે દરેક મોબાઈલથી પાંચ-પાંચ ટ્વીટ મેંબર કરે છે. એક સાથે 2 હજાર લોકો પણ જ્યારે કોઈ મેસેજ ટ્વીટ કરે છે તો તે આપો આપ ટ્રેન્ડીંગમાં આવી જાય છે.

સેનાથી માંડી મહાપુરુષોના નકલી એકાઉન્ટ પેજ બનાવ્યા છે. જેના પર 20થી ત્રીસ લાખ ફોલોઅર્સ છે. આ પેજ દ્વારા લોકોની ભાવનાઓને ભડકાવનારી પોસ્ટ કરવામાં આવે છે. દરેક ચીજમાં હિન્દુ-મુસ્લિમ એંગલ શોધીને પોસ્ટ કરવામાં આવે છે. જેનાથી સામાન્ય જનની પણ ભાવના ભડકે છે. 1200 જેટલી પ્રોપોગેંડા વેબસાઈટ્સ પણ ભાજપ આઈટી સેલની તરફથી સંચાલીત હોય છે. તેમના સમાચારો દરેક પ્લેટફોર્મ પર વાયરલ કરવામાં આવતા રેન્કીંગ પણ સારુ એવું આવે છે.  રીઠીએ લીધેલી તેની મુલાકાતની વિડિયો વ્યાપક પ્રમાણમાં વાયરલ થઈ છે. જેમાં ઉપરની તમામ વિગતો આપવામાં આવી છે.
ભાજપ દ્વારા ઈતિહાસને મરોડીને કે વિકૃત્ત માહિતી આપીને લોકસભાની ચૂંટણી પહેલાં અને ચૂંટણી સમયે ગેરઉપયોગ થઈ રહ્યો છે. ગુજરાતમાં એક કલોડ મોબાઈલ ફોનના મીસ કોલ ડેટા ભાજપ પાસે છે તેનો આ રીતે મેસેજ મોકલવામાં થઈ રહ્યો છે.

મે 2025માં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સરકારે પાકિસ્તાની કલાકારોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને એક્સ એકાઉન્ટ ભારતમાંથી બેન કરી દીધા હતા તમને જણાવી દઈએ કે સરકાર મરજી મુજબ કે કોઈ ઠોસ કારણ વિના કોઈનું પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ નથી બંધ કરી શકતી. આની માટે એક કાયદાકીય પ્રોસેસ નક્કી કરવામાં આવી છે.

ભારત સરકાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને સીધા “બંધ” નથી કરી શકતી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે ચોક્કસ એકાઉન્ટ્સને બ્લોક કરવાના આદેશ આપી શકે છે નવા નિયમ મુજબ, WhatsApp અને Telegram જેવી મેસેજિંગ એપ્સ ત્યારે જ ચાલશે જો મોબાઈલમાં એક્ટિવ સિમ કાર્ડ હશે. જો મોબાઈલમાંથી સિમ કાર્ડ કાઢી લેવામાં આવશે, તો આ એપ્સ બંધ થઈ જશે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત