Election: રાજ્યમાં ભારે અફરા-તફરી વચ્ચે કુલ 938 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા! કોંગ્રેસના ઉમેદવારોની “નીતિ” સામે ઉઠ્યા સવાલ!

Election: ગુજરાતમાં 26 એપ્રિલ, 2026 ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું આખરી ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ 938 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે, જેના કારણે હવે કુલ 27,297 ઉમેદવારો મેદાનમાં બાકી રહ્યા છે રાજયમાં આજનો દિવસ રાજકીય પક્ષો માટે ભારે રહ્યો ખાસ કરીને કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચીને ભાજપને ફાયદો કરાવતા ઘણી જગ્યાએ દિવસભર ઝપાઝપી-મારામારી જેવા દ્રશ્યો સર્જાયા હતા.

આ મુદ્દે સિનિયર પત્રકાર મેહુલ વ્યાસ ખાસ કરીને કોંગ્રેસના ઉમેદવારો માટે જણાવે છે કે જો આરંભ આવો હોયતો અંત કેવો હશે?

દિવસભર તડજોડની નીતિ રહી અને લોકશાહીના હનન થયાના આક્ષેપ થયા પણ આખરે જે થવાનું હતું તે થઈ ચૂકયુ છે,સુરતમાં તો આમ આદમી પાર્ટીના 111 ઉમેદવારોના ફોન બંધ કરી દેવડાવી તેઓના ઉમેદવારી પત્રો (ફોર્મ) પરત ખેંચવાની છેલ્લી તારીખે વિરોધ પક્ષો દ્વારા તોડજોડ કે દબાણ ન થાય તે હેતુથી એક ફાર્મ હાઉસમાં નજર કેદ રખાયા હતા.

આ ઉમેદવારો માટે ફાર્મ હાઉસમાં AC બેન્કવેટ હોલ, જમવા અને રહેવા માટેની હાઈ-ફાઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી રાજ્યમાં આજનો દિવસ રાજકીય પક્ષો માટે ભારે રહ્યો અને દિવસ દરમિયાન 938 ઉમેદવારો ફોર્મ પરત ખેંચવામાં સફળ રહયા ચૂંટણી પંચના આંકડા મુજબ, તાલુકા પંચાયતમાં સૌથી વધુ 535 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા જ્યારે નગરપાલિકાઓમાં 188 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા તેજ રીતે જિલ્લા પંચાયતમાં 141 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા અને મહાનગરપાલિકાઓમાં 70 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા, આમ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ 938 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે તા. 26 એપ્રિલ, 2026 ના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે અને મતગણતરી તા.28 એપ્રિલ, 2026 ના રોજ થશે રાજ્યમાં કુલ 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની બેઠકો માટે મતદાન યોજાશે.

જોકે, મતદાન પહેલા જ રાજ્યમાં અંદાજે 150 જેટલી બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે,રાજ્યના કુલ 4.19 કરોડ મતદારો આ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે કોંગ્રેસના ઉમેદવારોએ આ વખતે ફોર્મ પરત ખેંચવાની જે નીતિ અપનાવી તે મુદ્દે ચારેકોર ચર્ચાઓ ઊઠી છે ત્યારે આ મુદ્દે સિનિયર પત્રકાર મેહુલ વ્યાસે વિસ્તુત છણાવટ કરી છે જે જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

 

 

Related Posts

Modi Gujarat protests: પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના સમયમાં ગુજરાતમાં અનેક વખત લાઠીચાર્જ, 4 વખત જનતાના આંદોલન પર ક્રૂરતાથી પોલીસ તૂટી પડી હતી
  • July 24, 2026

Modi Gujarat protests: પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના સમયમાં ગુજરાતમાં અનેક વખત લાઠીચાર્જ, 4 વખત જનતાના આંદોલન પર ક્રૂરતાથી પોલીસ તૂટી પડી હતી દિલીપ પટેલ અમદાવાદ, 23 જૂલાઈ 2026 Modi Gujarat…

Continue reading
Narendra Modi Resignation: રાજીનામાં માંગ્યા પણ મોદીએ 25 વર્ષમાં ક્યારેય આપ્યા નહીં, પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના રાજીનામાની સૌથી વધારે માંગણી અર્જુન મોઢવાડીયાએ કરી હતી
  • July 22, 2026

Narendra Modi Resignation: રાજીનામાં માંગ્યા પણ મોદીએ 25 વર્ષમાં ક્યારેય આપ્યા નહીં, પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના રાજીનામાની સૌથી વધારે માંગણી અર્જુન મોઢવાડીયાએ કરી હતી દિલીપ પટેલ અમદાવાદ, 22 જુલાઈ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Major Protest Movements India: ભારતના 15 મોટા જનઆંદોલન, જ્યારે રસ્તાઓ પર ઉતરેલી જનતાએ બદલી દેશની દિશા

  • July 26, 2026
  • 3 views
Major Protest Movements India: ભારતના 15 મોટા જનઆંદોલન, જ્યારે રસ્તાઓ પર ઉતરેલી જનતાએ બદલી દેશની દિશા

Jantar Mantar Student Protest: જંતર-મંતરથી રાજીનામા સુધી, Gen Z નું આંદોલન, સરકારનો યુ-ટર્ન અને લોકશાહી પર નવી ચર્ચા

  • July 26, 2026
  • 3 views
Jantar Mantar Student Protest: જંતર-મંતરથી રાજીનામા સુધી, Gen Z નું આંદોલન, સરકારનો યુ-ટર્ન અને લોકશાહી પર નવી ચર્ચા

Dharmendra Pradhan: ધર્મેન્દ્ર પ્રધાનના ઉદયથી પતન સુધીની રાજકીય સફર, વિદ્યાર્થી નેતાથી શિક્ષણ મંત્રી અને અંતે રાજીનામું

  • July 25, 2026
  • 6 views
Dharmendra Pradhan: ધર્મેન્દ્ર પ્રધાનના ઉદયથી પતન સુધીની રાજકીય સફર, વિદ્યાર્થી નેતાથી શિક્ષણ મંત્રી અને અંતે રાજીનામું

Gen Z Protest Uttar Pradesh: યુપીમાં Gen Z આંદોલનનો ડર? યોગી સરકાર હાઈ એલર્ટ પર, 2027ની ચૂંટણી પહેલાં પોલીસને ખાસ સૂચનાઓ

  • July 25, 2026
  • 9 views
Gen Z Protest Uttar Pradesh: યુપીમાં Gen Z આંદોલનનો ડર? યોગી સરકાર હાઈ એલર્ટ પર, 2027ની ચૂંટણી પહેલાં પોલીસને ખાસ સૂચનાઓ

Dharmendra Pradhan Resignation: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર CJP, કોંગ્રેસ અને AAPની તીખી પ્રતિક્રિયા

  • July 25, 2026
  • 7 views
Dharmendra Pradhan Resignation: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર CJP, કોંગ્રેસ અને AAPની તીખી પ્રતિક્રિયા

Dharmendra Pradhan Resignation: જંતર-મંતર આંદોલન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, મોદી સરકારમાં પહેલીવાર આંદોલન બાદ મંત્રીનું રાજીનામું!

  • July 25, 2026
  • 11 views
Dharmendra Pradhan Resignation: જંતર-મંતર આંદોલન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, મોદી સરકારમાં પહેલીવાર આંદોલન બાદ મંત્રીનું રાજીનામું!