Education Department: ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય ; બાળકોને 12 વાગ્યે છોડી મુકવા શાળાઓને આદેશ

Education Department: સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને પારો 44.8 ડિગ્રીને પાર પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે માસૂમ વિદ્યાર્થીઓની સ્થિતિને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ શાળાઓ માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી સૂચનાઓ પ્રમાણે, હવે શાળાઓએ વિદ્યાર્થીઓને બપોરે 12 વાગ્યા સુધીમાં શાળામાંથી છોડી દેવાની સૂચના આપવામાં આવી છે. હીટસ્ટ્રોક અને ગરમીથી બાળકોને બચાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા નવી માર્ગદર્શિકાનું પાલન કરવા શાળાઓને કડક સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને ગરમીના સમયે કોઈપણ સંજોગોમાં ખુલ્લા મેદાનમાં બેસાડવા નહીં અને કોઈ પણ પ્રકારની આઉટડોર રમતો કે અન્ય પ્રવૃત્તિઓનું આયોજન નહીં કરવા સહિત શાળાઓમાં પીવાના શુદ્ધ ઠંડા પાણીની વ્યવસ્થા જાળવી રાખવા અને ખાસ કરીને પ્રાયમરી સેક્શનના નાના બાળકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને વિશેષ તકેદારી રાખવા જણાવાયું છે.

■ શિક્ષણ વિભાગનો આ આદેશ તમામ બોર્ડની શાળાને લાગુ પડશે

શિક્ષણ વિભાગનો આ નિયમ તમામ બોર્ડને લાગુ પડશે મહત્વનું છે કે હાલ CBSE, ICSE અને રાજ્ય બોર્ડની શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર અથવા પરીક્ષાઓની કામગીરી ચાલી રહી છે, ત્યારે આ નિયમ તમામ ખાનગી અને સરકારી શાળાઓને સમાન રીતે લાગુ પડશે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં આકરી અસહ્ય ગરમી માટે શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી વાલીઓમાં રાહતની લાગણી પ્રસરી છે.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Related Posts

Isudan Gadhvi: દ્વારકા-કચ્છમાં દુષ્કાળ જેવી સ્થિતિનો દાવો, ઈશુદાન ગઢવીએ ઘાસ ડેપોની વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ
  • September 12, 2026

Isudan Gadhvi: દેવભૂમિ દ્વારકાથી લઈને કચ્છ અને આસપાસના વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હોવાનો દાવો આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ ખેડૂતો અને પશુપાલકો લાંબા…

Continue reading
Vijapur Lok Darbar Liquor Ban: વિજાપુરના લોક દરબારમાં દારૂબંધી મુદ્દે ગરમાગરમી, સામાજિક કાર્યકર્તાએ પોલીસ સમક્ષ ઉઠાવ્યા સવાલ
  • September 12, 2026

Vijapur Lok Darbar Liquor Ban: મહેસાણા જિલ્લાના વિજાપુરમાં યોજાયેલા લોક દરબાર દરમિયાન દારૂબંધીના મુદ્દે પોલીસ અધિકારી અને સામાજિક કાર્યકર્તા વચ્ચે થયેલી ચર્ચાએ ધ્યાન ખેંચ્યું હતું. લોક દરબારમાં નાગરિકોને પોતાની સમસ્યાઓ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર

  • September 12, 2026
  • 3 views
India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર

Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા

  • September 12, 2026
  • 3 views
Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા

Tibet Protest Delhi: બ્રિક્સ શિખર સંમેલન પહેલાં દિલ્હીમાં તિબેટીયન સમુદાયનું વિરોધ પ્રદર્શન, શી જિનપિંગની મુલાકાતનો વિરોધ

  • September 12, 2026
  • 6 views
Tibet Protest Delhi: બ્રિક્સ શિખર સંમેલન પહેલાં દિલ્હીમાં તિબેટીયન સમુદાયનું વિરોધ પ્રદર્શન, શી જિનપિંગની મુલાકાતનો વિરોધ

CJP School Audit Punjab: પંજાબમાં CJPના સ્કૂલ ઑડિટ પર સચિન પાયલટના સવાલ, AAP સાથેના કથિત જોડાણની ચર્ચા

  • September 12, 2026
  • 8 views
CJP School Audit Punjab: પંજાબમાં CJPના સ્કૂલ ઑડિટ પર સચિન પાયલટના સવાલ, AAP સાથેના કથિત જોડાણની ચર્ચા

Isudan Gadhvi: દ્વારકા-કચ્છમાં દુષ્કાળ જેવી સ્થિતિનો દાવો, ઈશુદાન ગઢવીએ ઘાસ ડેપોની વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ

  • September 12, 2026
  • 7 views
Isudan Gadhvi: દ્વારકા-કચ્છમાં દુષ્કાળ જેવી સ્થિતિનો દાવો, ઈશુદાન ગઢવીએ ઘાસ ડેપોની વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ

JDU Name Change: JDUનું નામ ‘જનતા દળ નીતિશ’ કરવાની દરખાસ્ત, સંજય ઝાના નિર્ણયથી બિહારના રાજકારણમાં ચર્ચા

  • September 12, 2026
  • 8 views
JDU Name Change: JDUનું નામ ‘જનતા દળ નીતિશ’ કરવાની દરખાસ્ત, સંજય ઝાના નિર્ણયથી બિહારના રાજકારણમાં ચર્ચા