ગ્યાનેશ કુમાર અને તંત્ર પર પુરતો કાબૂ છતાં બ્રહ્માંડ પુરુષને ફૂટબોલ રમવું પડ્યું!

  • India
  • April 28, 2026
  • 0 Comments
  • ઝાલ મુડીના ભવ્ય નજરાણાં બાદ મહાપુરુષે મેદાનમાં ફોટો પડાવ્યાં.
  • નરેન્દ્ર મોદી હાલ બે દિવસના સિક્કિમ પ્રવાસ પર છે, પણ પશ્ચિમ બંગાળની ચૂંટણી પર પુરતું ધ્યાન.

PM Modi in Sikkim: છેલ્લાં 12 વર્ષોથી અલગ અલગ પ્રકારના નાટકો કરવામાં પાવરધા એવાં આપણાં દેશના પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના મતદારોને આકર્ષવા માટે સિક્કિમમાં ફૂટબોલ રમવાનો ખેલ માંડ્યો છે. આમ તો, લોકતંત્રને નેસ્તોનાબૂદ કરવાના તમામ કારસા મોદી – શાહે કરી જ નાંખ્યાં છે. તંત્ર પર સંપૂર્ણ કાબૂ ધરાવતાં નરેન્દ્ર દામોદરદાસ મોદી અને અમિત શાહને જાણે ગ્યાનેશ કુમારની તેમના પ્રત્યેની નિષ્ઠા પર પુરતો ભરોસો ના હોય તેમ લાગી રહ્યું છે. એટલે જ એક તરફ ગૃહમંત્રી અમિત શાહ ગુંડા-મવાલી જેવી ભાષામાં ભાષણો કરી રહ્યાં છે તો બીજી તરફ એમના સાહેબ, ક્યારેક ઝાલ મુડી ખાઈને છવાઈ જવાનો પ્રયાસ કરે છે તો ક્યારેક મંદીર બહાર ફૂલ ખરીદીનો તમાશો કરે છે.

પશ્ચિમ બંગાળની ચૂંટણી લૂંટવાની તમામ ગોઠવણ કરી બેઠેલી મોદી – શાહની જોડીને જપીને બેસવું ફાવે તેવું નથી લાગતું અને નાટકાસુર તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરવાની ઘેલછા ધરાવતાં દામોદરદાસ મોદીના સુપુત્રએ નિત નવાં ખેલ કરવા પડે છે. એની જ એક નવી કડીમાં દામોદરદાસ મોદીના 75 વર્ષિય પુત્રએ સિક્કિમમાં બાળકો સાથે ફૂટબોલ રમવું પડ્યું. અને ફૂટબોલ રમ્યાનો આનંદ અને પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મતદારોને પોતાનો ફૂટબોલ પ્રેમ દર્શાવવાનો સંતોષ તેમણે જાતે જ એક્સ પર પ્રદર્શિત કર્યો છે.

દામોદરદાસ મોદીના સુપુત્ર સોમવારે સિક્કિમ પહોંચ્યા હતાં. સિક્કિમની સ્થાપનાના 50 વર્ષ પૂરા થવાના પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તેઓ મુખ્ય અતિથિ પદને શોભાયમાન કરી રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે, સિક્કિમના 50 વર્ષ ગયા વર્ષે પૂરા થયાં હતાં અને તેના ઉદ્ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રી જવાના હતાં. પરંતુ, ખરાબ વાતાવરણને કારણે તેઓએ ગંગટોક જવાનું રદ કર્યું હતું. અને બાદમાં સિલીગુડીથી વિડીયો કોન્ફરન્સ દ્વારા તેમણે મનની વાત જણાવીને સંતોષ માણ્યો હતો. જોકે, આ વર્ષ પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં રાજકીય વાતાવરણ અંધાધૂધી વાળું છે છતાં છપ્પન ઇંચની છાતીની ધડકન પર કાબૂ રાખીને તેઓ સિક્કિમ ગયાં છે.

આમ તો, કોઈ રાજ્યમાં ચૂંટણી હોય ત્યારે દામોદરદાસ મોદીના સુપુત્રનો જીવ બીજે ક્યાંય ચોંટે એવી શક્યતા નથી હોતી. ભવ્ય રેલીઓ… જોર જોરથી ભાષણો… નવા નવાં કપડાંઓ પહેરવના… ઢગલાં બંધ રીલો બનાવવાની અને સાથે સાથે તંત્રને સતત એક્ટિવ રાખવાનું.. આ બધું મહત્વનું કામ છોડીને જ્યાં ચૂંટણી ના હોય તેવા રાજ્યમાં જવું પડે તે ખરેખર બ્રહ્માંડ પુરુષ માટે ખુબ જ મુશ્કેલી ભર્યું કાર્ય ગણી શકાય.

છતાંય સોમવારે નોન-બાયોલોજીકલ બ્રહ્માંડ પુરુષ સિક્કિમની રાજધાની ગંગટોક પહોંચ્યાં. ત્યાં તેઓ 4000 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું અનાવરણ કરશે. શક્ય છે સિક્કિમ સાથે કોઈ જૂનો નાતો પણ અંધભક્તોને જાણવા મળી રહે. જોકે, પશ્ચિમ બંગાળની ચૂંટણીનો બીજો તબક્કો જેમના મનમાં 24 કલાક રમી રહ્યો છે તેવા દામોદરદાસ મોદીના નોન-બાયોલોજીકલ સુપુત્રએ સિક્કિમમાં પણ તેમની નજર પશ્ચિમ બંગાળ તરફ છે એનો પુરતો સાક્ષાત્કાર કરાવી દીધો છે.

આજે પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મિડીયા પર તસવીરો શેર કરતાં લખ્યું છે કે, ગંગટોકની એક સુંદર સવાર, સિક્કિમમાં મારા નાકડા દોસ્તો સાથે ફૂટબોલ રમવાની મઝા જ કંઈક અલગ છે.

ક્રિકેટ રસિયાઓથી છલકાતાં ભારતભરમાં ફૂટબોલ પ્રત્યે અનન્ય લાગણી પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. અને 29 તારીખે બીજા તબક્કાના મતદાન પહેલાં ફૂટબોલ પ્રેમી મતદારોને રિઝવવા માટે સિક્કિમ બેઠાં પ્રચાર થઈ શકતો હોય તો આ તક બ્રહ્માંડ પુરુષ ચૂકે એ વાતમાં તો કોઈ માલ નથી. અને ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા બાદ પણ પ્રધાનમંત્રી આડકતરો પ્રચાર કરી રહ્યા છે એવી ફરિયાદ ચૂંટણી કમિશનને કરવામાં આવે તો… એ તો માત્ર એટલું જ કહેશે… ઐસી બાતેં આપકો કરની ચાહીએ ક્યાં?

અત્રે ખાસ નોંધનિય છે કે, આજથી પહેલાં નરેન્દ્ર દામોદરદાસ મોદીના ફૂટબોલ રમતાં કોઈ ફોટો – વિડીયો જોવા મળ્યાં નથી. આ માત્ર જાણ ખાતર.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

 

Related Posts

Youth Protest: પરીક્ષા કૌભાંડો, બેરોજગારી અને દૂષિત રાજકીય સંવાદ વચ્ચે યુવાનોનો નવો અવાજ
  • June 15, 2026

Youth Protest: દિલ્હીનું જંતર-મંતર ફરી એકવાર યુવા આક્રોશનું કેન્દ્ર બન્યું છે. ‘કોકરોચ જનતા પાર્ટી’ નામના એક નવા અને અજાણ્યા સંગઠનના આહવાન પર હજારો યુવાનો શાંતિપૂર્ણ રીતે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની…

Continue reading
India Healthcare Crisis: દેશના સ્વાસ્થ્ય તંત્રની પોલ ખોલતો સનસનીખેજ રિપોર્ટ!
  • June 15, 2026

India Healthcare Crisis: આપણા દેશના સ્વાસ્થ્ય માળખાની વાસ્તવિકતા અત્યંત ડરામણી અને શરમજનક છે. તાજેતરમાં AIIMS કલ્યાણી, AIIMS મંગલગિરી અને દિલ્હીની મૌલાના આઝાદ મેડિકલ કોલેજના નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલા એક સંયુક્ત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Morbi Jetpar Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતો સામે ખાખી અને કોર્પોરેટની જોડી? વીજ પોલ મુદ્દે ઉગ્ર બન્યો વિરોધ

  • June 15, 2026
  • 2 views
Morbi Jetpar Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતો સામે ખાખી અને કોર્પોરેટની જોડી? વીજ પોલ મુદ્દે ઉગ્ર બન્યો વિરોધ

Youth Protest: પરીક્ષા કૌભાંડો, બેરોજગારી અને દૂષિત રાજકીય સંવાદ વચ્ચે યુવાનોનો નવો અવાજ

  • June 15, 2026
  • 4 views
Youth Protest: પરીક્ષા કૌભાંડો, બેરોજગારી અને દૂષિત રાજકીય સંવાદ વચ્ચે યુવાનોનો નવો અવાજ

India Healthcare Crisis: દેશના સ્વાસ્થ્ય તંત્રની પોલ ખોલતો સનસનીખેજ રિપોર્ટ!

  • June 15, 2026
  • 7 views
India Healthcare Crisis: દેશના સ્વાસ્થ્ય તંત્રની પોલ ખોલતો સનસનીખેજ રિપોર્ટ!

Pakistan Economic Survey and Budget: પાકિસ્તાનનો આર્થિક સર્વે સ્થિરતાની વાત કરે છે, પરંતુ બજેટે વિકાસના નબળા પાયાને ઉજાગર કર્યો

  • June 15, 2026
  • 9 views
Pakistan Economic Survey and Budget: પાકિસ્તાનનો આર્થિક સર્વે સ્થિરતાની વાત કરે છે, પરંતુ બજેટે વિકાસના નબળા પાયાને ઉજાગર કર્યો

Indian Sailors Death: ‘વ્યૂહાત્મક ભાગીદારી’ કે અમેરિકી ગુલામી? ભારતીય નાવિકોના મોત પર મોદી સરકારનું મૌન

  • June 14, 2026
  • 10 views
Indian Sailors Death: ‘વ્યૂહાત્મક ભાગીદારી’ કે અમેરિકી ગુલામી? ભારતીય નાવિકોના મોત પર મોદી સરકારનું મૌન

Girish Mahajan Controversy: શહીદ કે ઉગ્રવાદી? ભાજપના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન, પંજાબના રાજકારણમાં ગરમાવો!

  • June 14, 2026
  • 8 views
Girish Mahajan Controversy: શહીદ કે ઉગ્રવાદી? ભાજપના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન, પંજાબના રાજકારણમાં ગરમાવો!