DK Shivakumar Karnataka CM: કોંગ્રેસના ‘સંકટમોચક’ કે સત્તાના શિકારી? ડીકે શિવકુમાર બનશે કર્નાટકના નવા મુખ્યમંત્રી

  • India
  • May 29, 2026
  • 0 Comments

DK Shivakumar Karnataka CM: કર્નાટકના આગામી મુખ્યમંત્રી બનવા જઈ રહેલા ડીકે શિવકુમાર પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે કઈ હદ સુધી જઈ શકે છે, તેનો અંદાજ તેમના દ્રઢ સંકલ્પ પરથી લગાવી શકાય છે. વર્ષ ૧૯૯૯માં શપથ લેવા જઈ રહેલી કોંગ્રેસ સરકારના મંત્રીઓની યાદીમાંથી જ્યારે તેમનું નામ ગાયબ થઈ ગયું, ત્યારે તેમણે પોતાના જ્યોતિષ રાજગુરુ બેલ્લૂર શંકરનારાયણ દ્વારકાનાથની સલાહ લીધી હતી. જ્યોતિષે કહ્યું હતું કે, “જ્યાં સુધી ખુદ દરવાજો ખોલીને મંત્રી પદ નહીં માંગો ત્યાં સુધી કંઈ નહીં મળે, સત્તા હંમેશા છીનવવી પડે છે.” શિવકુમારે અડધી રાત્રે જ તત્કાલીન મુખ્યમંત્રી એસએમ કૃષ્ણાને ઊંઘમાંથી જગાડ્યા અને સવારે રાજ્યપાલને યાદી મોકલાય તે પહેલાં ધમકીભર્યા સૂરે કહી દીધું કે, “મારા વગર તમે સીએમ પદના શપથ લઈ શકશો નહીં.” પોતાની આ જ દબંગાઈ અને જીદના જોરે આજે તેઓ કર્નાટકના સર્વોચ્ચ પદ સુધી પહોંચવામાં સફળ રહ્યા છે.

‘પહેલા રોકાણ કરો, પછી વ્યાજ સાથે નફો વસૂલો

ડીકે શિવકુમારની રાજનીતિ હંમેશા ‘પહેલા રોકાણ કરો અને પછી લાભ ઉઠાવો’ ની વ્યવસાયિક નીતિ પર ચાલે છે. જ્યારે એસએમ કૃષ્ણા પ્રદેશ પ્રમુખ હતા, ત્યારે શિવકુમારે તેમને રાજ્યસભા જીતવામાં મદદ કરીને વફાદારીનું મોટું ‘રોકાણ’ કર્યું હતું. તેઓ પોતાના મિત્રોને પણ હંમેશા જમીનમાં રોકાણ કરવાની સલાહ આપતા, કારણ કે ડૉ. મનમોહન સિંહના આર્થિક સુધારાઓ બાદ બેંગલુરુમાં જમીનના ભાવો આસમાને પહોંચવાના હતા. એચડી દેવેગૌડા જેવા કદાવર નેતા સામે ચૂંટણી લડવા માટે એક સમયે પોતાની જમીન વેચી દેનારા શિવકુમારે ત્યારબાદ રિયલ એસ્ટેટ, શિક્ષણ અને ગ્રેનાઈટના ધંધામાં એવું નસીબ અજમાવ્યું કે તેઓ દેશના સૌથી અમીર નેતાઓની યાદીમાં ટોચ પર પહોંચી ગયા.

અહેમદ પટેલની ચૂંટણી બચાવનાર કોંગ્રેસના ‘સંકટમોચક’

ગાંધી પરિવાર અને કોંગ્રેસ માટે શિવકુમાર હંમેશા એવા ‘સંકટમોચક’ રહ્યા છે જે પૈસા અને પાવરના જોરે ગમે તેવું ઓપરેશન પાર પાડી શકે છે. વર્ષ ૨૦૦૩માં મહારાષ્ટ્રની વિલાસરાવ દેશમુખ સરકાર બચાવવા ૪૦ ધારાસભ્યોને સાચવનારા શિવકુમારે વર્ષ ૨૦૧૭માં સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહેમદ પટેલની રાજ્યસભા ચૂંટણી વખતે મોટું પરાક્રમ કર્યું હતું. અમિત શાહ અને ભાજપના સામ, દામ, દંડ, ભેદના પ્રયોગો વચ્ચે ગુજરાતના ૪૪ ધારાસભ્યોને બેંગલુરુના રિસોર્ટમાં ગોંધી રાખીને તેમણે અહેમદ પટેલને વિજય અપાવ્યો હતો. આ હાઈવોલ્ટેજ ડ્રામા બાદ કેન્દ્રીય એજન્સીઓ પાછળ પડી ગઈ અને વર્ષ ૨૦૧૯માં ઇડી (ED) ના દરોડા બાદ શિવકુમારને ૫૦ દિવસ દિલ્હીની તિહાર જેલમાં વિતાવવા પડ્યા હતા. જેલમાં જ્યારે સોનિયા ગાંધી તેમને મળવા ગયા, ત્યારે તેમણે જેલમાંથી જ પ્રદેશ પ્રમુખ (KPCC) બનવાનો સોદો કર્યો અને ૨૦૨૩માં પક્ષને સત્તામાં લાવવાનું વચન આપ્યું હતું.

સિદ્ધારમૈયાની આખરે સત્તા પરથી બાદબાકી

કર્નાટકમાં સત્તાના બે સમાંતર કેન્દ્રો વચ્ચે ચાલી રહેલી ખટપટનો આખરે અંત આવ્યો છે. ૨૬ મેના રોજ દિલ્હીમાં રાહુલ ગાંધીએ પહેલા તત્કાલીન મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સાથે લાંબી બેઠક કરીને તેમને પદ છોડવા માટે મનાવી લીધા હતા. ત્યારબાદ શિવકુમાર સાથે ટૂંકી મુલાકાત કરીને રાહુલે સોનિયા ગાંધીની અંતિમ મંજૂરી લીધી અને એઆઈસીસી (AICC) કાર્યાલયમાં મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં ડીકે શિવકુમારના નામ પર મહોર મારી દેવાઈ. પક્ષની અંદર સિદ્ધારમૈયા લાંબા સમયથી એકતરફ શિવકુમારના નાણાકીય અને સંગઠનાત્મક પાવર અને બીજી તરફ ખડગેના પ્રભાવ સામે લાચાર બની ચૂક્યા હતા. હાઈકમાન્ડે રાજસ્થાન અને છત્તીસગઢ જેવી ઢીલી નીતિના પરિણામો ભોગવ્યા હોવાથી અહીં વધુ વિલંબ કરવાનું જોખમ લીધું નહીં.

જાતિવાદી રાજનીતિના ચક્રવ્યૂહમાં નવા સીએમ

રાજકીય વિશ્લેષકોના મતે, ડીકે શિવકુમારની તાજપોશી એ પક્ષ પ્રત્યેની તેમની અંધ ભક્તિ અને સંગઠન પરની પકડનું ઈનામ છે. પરંતુ સત્તાના આ સિંહાસન પર બેઠા પછી કાંટાની સેજ પર ચાલવા જેવું છે. શિવકુમાર સામે સૌથી મોટો પડકાર કર્નાટકના સૌથી પ્રભાવશાળી ‘લિંગાયત’ સમુદાયને સાથે રાખવાનો છે. આ સિવાય, સિદ્ધારમૈયા જે ‘કુરુબા’ (OBC) જ્ઞાતિમાંથી આવે છે, તેઓ મુખ્યમંત્રી પદ છીનવાઈ જવાથી કોંગ્રેસથી નારાજ થઈ શકે છે. જો કે, શિવકુમાર ગ્રાઉન્ડ લેવલ પર કુરુબા જ્ઞાતિના વર્ચસ્વનો વિરોધ કરતા અન્ય નાના ઓબીસી સમુદાયોને એકજૂથ કરવાની ગણતરી માંડી રહ્યા છે, પરંતુ સત્તાના આ જાતિવાદી ગણિતને સાચવવું તેમના માટે લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે.

આ પણ વાંચો: 

Gujarat Gas Allocation Industry Crisis: ગુજરાતમાં ગેસ ફાળવણીને લઈને ફરી ઉઠ્યા અન્યાયના સવાલ, અરૂણ જેટલીના જૂના નિવેદનો ફરી ચર્ચામાં – thegujaratreport.com

Gujarat Law And Order: સામાન્ય જનતાને દંડ ફટકારતી પોલીસ ભાજપના સાંસદની બંદૂકો સામે નતમસ્ત; ગુજરાતમાં શાસકો માટે કાયદો અલગ છે? – thegujaratreport.com

Gujarat Kesar Mango Japan Ban: કેસર કેરીમાં જીવાતોના કારણે જાપાને પ્રતિબંધ મૂક્યો, શું છે કારણો, ગુજરાતમાં કેસ કેરીની ખેતી અને બજાર કેવા છે – thegujaratreport.com

Related Posts

CM Vijay on DMK Corruption: ‘પાર્ટી ફંડ’ના નામે 7.5થી 10% કમિશનનો આરોપ, વિજયે વિધાનસભામાં DMKને ઘેરી
  • September 8, 2026

CM Vijay on DMK Corruption: તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે વિધાનસભામાં અગાઉની DMK સરકાર સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવતા રાજકીય ગરમાવો વધારી દીધો છે. વિજયે પોતાના દાવાઓના સમર્થનમાં પ્રવર્તન નિદેશાલય…

Continue reading
Eiffel Tower BAPS Controversy: BAPS પ્રતિનિધિમંડળની મુલાકાત બાદ એફિલ ટાવર બંધ, મહિલા કર્મચારીઓને લઈને ‘ભેદભાવ’ના આરોપથી વિવાદ
  • September 8, 2026

Eiffel Tower BAPS Controversy: પેરિસનું વિશ્વપ્રસિદ્ધ એફિલ ટાવર સોમવાર, 7 સપ્ટેમ્બરના રોજ કર્મચારીઓની હડતાળને કારણે મુલાકાતીઓ માટે બંધ રહ્યું હતું. આ હડતાળનું કારણ શનિવારે થયેલી એક ખાનગી મુલાકાત હોવાનું સામે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

CM Vijay on DMK Corruption: ‘પાર્ટી ફંડ’ના નામે 7.5થી 10% કમિશનનો આરોપ, વિજયે વિધાનસભામાં DMKને ઘેરી

  • September 8, 2026
  • 3 views
CM Vijay on DMK Corruption: ‘પાર્ટી ફંડ’ના નામે 7.5થી 10% કમિશનનો આરોપ, વિજયે વિધાનસભામાં DMKને ઘેરી

AfD Germany: જર્મનીમાં AfDની ઐતિહાસિક જીત, શું હવે સમગ્ર યુરોપ RIGHT તરફ વળી રહ્યો છે?

  • September 8, 2026
  • 4 views
AfD Germany: જર્મનીમાં AfDની ઐતિહાસિક જીત, શું હવે સમગ્ર યુરોપ RIGHT તરફ વળી રહ્યો છે?

Eiffel Tower BAPS Controversy: BAPS પ્રતિનિધિમંડળની મુલાકાત બાદ એફિલ ટાવર બંધ, મહિલા કર્મચારીઓને લઈને ‘ભેદભાવ’ના આરોપથી વિવાદ

  • September 8, 2026
  • 6 views
Eiffel Tower BAPS Controversy: BAPS પ્રતિનિધિમંડળની મુલાકાત બાદ એફિલ ટાવર બંધ, મહિલા કર્મચારીઓને લઈને ‘ભેદભાવ’ના આરોપથી વિવાદ

Sudhir Chaudhary Defamation Case: સુધીર ચૌધરી સામે 20 વર્ષીય UPSC ઉમેદવારનો માનહાનિ કેસ, ₹5 કરોડના વળતરની માંગ

  • September 8, 2026
  • 6 views
Sudhir Chaudhary Defamation Case: સુધીર ચૌધરી સામે 20 વર્ષીય UPSC ઉમેદવારનો માનહાનિ કેસ, ₹5 કરોડના વળતરની માંગ

International Literacy Day 2026: ભારતમાં કેટલા લોકો ભણેલા છે? જાણો દેશ અને દુનિયાની સાક્ષરતાની સંપૂર્ણ સ્થિતિ

  • September 8, 2026
  • 8 views
International Literacy Day 2026: ભારતમાં કેટલા લોકો ભણેલા છે? જાણો દેશ અને દુનિયાની સાક્ષરતાની સંપૂર્ણ સ્થિતિ

Nationwide Student Protest: દેશની યુનિવર્સિટીઓમાં સતત વિરોધ પ્રદર્શન, શું આ એક મોટા વિદ્યાર્થી આંદોલનની શરૂઆત છે?

  • September 8, 2026
  • 8 views
Nationwide Student Protest: દેશની યુનિવર્સિટીઓમાં સતત વિરોધ પ્રદર્શન, શું આ એક મોટા વિદ્યાર્થી આંદોલનની શરૂઆત છે?