Gujarat Gir Lion Relocation: ગામ-ખેતરના સિંહોનું જંગલમાં ધકેલવા ઓપરેશન, અર્જૂન મોઢવાડિયાના નિર્ણય સામે વિરોધ, દીપડા, સિંહો અને માનવ વચ્ચે ઘર્ષણ વધી રહ્યાં છે.

Gujarat Gir Lion Relocation: ગામ-ખેતરના સિંહોનું જંગલમાં ધકેલવા ઓપરેશન, અર્જૂન મોઢવાડિયાના નિર્ણય સામે વિરોધ, દીપડા, સિંહો અને માનવ વચ્ચે ઘર્ષણ વધી રહ્યાં છે.

દિલીપ પટેલ
અમદાવાદ, 29 જૂન 2026
510 સિંહોને ગામ, ખેતર, સરકારી જમીન પરથી ખસેડીને તેને જંગલમાં લઈ જવા માટે ગુજરાતના વન પ્રધાન અર્જૂન મોઢવાડિયાના નિર્ણય સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. ગીર અભયારણ્યમાં 384 સિંહ છે અને હવે તેમાં બીજા 510 સિંહને નાંખી દેવા માટે વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. જંગલમાં 300 સિંહ રહી શકે તેમ છે. તેનાથી વધારે અત્યારે રહે છે. જેમાં બીજા 133 ટકાનો વધારો થશે. જે સિંહો માટે ઘાતક સાબિત થશે.
તેથી વન તંત્ર વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાને બદલે સિંહોને જંગલમાં ધકેલી રહ્યું છે, જે એશિયાટિક સિંહોના અસ્તિત્વ માટે ખતરો બની શકે છે. એક તરફ સહજીવનના દાવા થાય છે અને બીજી તરફ સિંહોને હટાવવાનું ઓપરેશન ચાલી રહ્યું છે.

વન વિભાગના સત્તાવાર અહેવાલો, સંસદ, વિધાનસભામાં આપેલી વિગતો પ્રમાણે ગીર જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં (ગ્રેટર ગીર) સિંહોના હુમલામાં સરેરાશ દર વર્ષે 2થી 3 લોકોના મોત થાય છે. સિંહો સામાન્ય રીતે મનુષ્યો પર સીધા હુમલા કરતા નથી, પરંતુ છેલ્લા 10 વર્ષમાં માનવ વસ્તી અને સિંહોના વસવાટ વચ્ચેનું અંતર ઘટવાને કારણે આ પ્રકારની ઘટનાઓમાં આંશિક વધારો નોંધાયો છે.
બે વર્ષના ચોક્કસ ગાળામાં સિંહના હુમલામાં 7 લોકોના મોત થયા હતા.
2026માં સિંહોની સંખ્યા ઝડપથી વધીને 891 કે એખ હજાર થઈ ગઈ છે. તેઓ જંગલ છોડીને રાજુલા, ખાંભા અને સાવરકુંડલા જેવા રેવન્યુ જમીન કે ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાયી થઈ રહ્યા છે. આ ભૌગોલિક પરિવર્તનને કારણે તાજેતરના મહિનાઓમાં જ અમરેલી જિલ્લાની આસપાસ 4થી 5 માનવ મૃત્યુ થયા છે.
બે વર્ષના સત્તાવાર સરકારી ટ્રેકિંગ ગાળામાં સિંહના હુમલામાં આશરે 40 લોકો ઘાયલ થયા હોવાનું નોંધાયું છે. આ દર ગણતરીએ છેલ્લા 10 વર્ષમાં કુલ ઇજાગ્રસ્તોની સંખ્યા 200થી 250ની આસપાસ અંદાજવામાં આવે છે.

દીપડા સાથે સરખામણીમાં સિંગોનું બહુ ઓછું જોખમ છે.

દીપડાની વસતી
ગુજરાત રાજ્યમાં 2274 દીપડાઓ છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં દીપડાની સંખ્યામાં 63 ટકાનો મોટો વધારો જોવા મળ્યો છે. ગીરના જંગલનો વિસ્તાર નાનો પડી રહ્યો હોવાથી દીપડાઓ હવે જંગલ છોડીને આસપાસના ગ્રામ્ય વિસ્તારો, શેરડીના ખેતરો અને દરિયા કિનારા સુધી પહોંચી રહ્યા છે.
ભારતમાં મધ્યપ્રદેશ પછી ગુજરાત આખા દેશમાં બીજા ક્રમે સૌથી વધુ દીપડા ધરાવતું રાજ્ય છે. દેશના કુલ દીપડાઓમાંથી આશરે 16 ટકા દીપડા માત્ર ગુજરાતમાં જ વસે છે. ગુજરાતની કુલ વસતીના આશરે 50 ટકાથી વધુ દીપડા માત્ર ગીર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વસે છે.
ગીર જંગલ અને તેની આસપાસના બૃહદ ગીર વિસ્તારમાં દીપડાની વસતી અંદાજે 1300 જેટલી છે.
જૂનાગઢ જિલોલ, ગિરનાર અને ગીર સરહદમાં સૌથી વધુ 578 દીપડા વસે છે. ગીર સોમનાથ જિલ્લામાં 257 દીપડા નોંધાયા છે. અમરેલી અને અન્ય બૃહદ ગીર વિસ્તારમાં બાકીના રહે છે.

ગીરમાં સિંહો કરતાં દીપડા વધુ આક્રમક સાબિત થાય છે. વન વિભાગના ડેટા અનુસાર દીપડાના હુમલામાં સરેરાશ એટલા જ સમયગાળામાં 27 લોકોના મોત અને 189 લોકો ઘાયલ થયા હતા.
સિંહો માણસો પ્રત્યે પરંપરાગત રીતે શરમાળ સ્વભાવ ધરાવતા હોવાથી હુમલાનું પ્રમાણ ઘણું સીમિત રહે છે.

પણ રાજ્ય સરકાર સિંહોને જ જવાબદાર માને છે.

ગીર અભયારણ્ય – 384
સાવરકુંડલા, લીલીયા – 125
જૂનો ભાવનગર જિલ્લો – 103
રાજુલા, જાફરાબાદ, નાગેશ્રી – 94
ગિરનાર અભયારણ્ય – 54
કોરીડોર – 22
પાણીયા અભયારણ્ય – 10
મિતીયાળા અભયારણ્ય – 32
સુત્રાપાડા, વેરાવળ, કોડીનાર, ઉના – 25
નવો ભાવનગર જિલ્લો – 15
બરડા અભયારણ્ય – 17
જેતપુરનો વિસ્તાર – 9
બાબરા, જસદણ – 4

અમરેલી જિલ્લામાં સિંહોના હુમલામાં નિર્દોષ લોકોના મોતના પગલે વન વિભાગે રેવન્યુ વિસ્તારમાંથી સિંહોને પકડીને પરાણે જંગલમાં મોકલવાનું આયોજન કર્યું છે.
સ્થાનિકોનો રોષ ઉભો થતાં, દીપડા અને સિંહોના હુમલાના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ છે. વન મંત્રી અને હેડ ઓફ ફોરેસ્ટે પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી.

સિંહોને જંગલ કરતાં રેવન્યુ વિસ્તારમાં રહેવું વધુ ગમે છે કારણ કે ત્યાં તેમને સરળતાથી પાલતુ અને રખડતા પશુઓનો ખોરાક મળી રહે છે. જંગલમાં ખોરાક માટે વધુ મહેનત કરવી પડે છે. વળી, બોર્ડર પર ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ્સના કારણે આવતા મૃત પશુઓ સિંહોને સરળતાથી મળી રહે છે.

સિંહોની વસ્તી

વિસ્તાર૨૦૧૫૨૦૨૦૨૦૨૫
ગીર અભયારણ્ય૩૦૪૩૩૪૩૮૪
પાણીયા અભયારણ્ય૧૧૧૦૧૦
મિતીયાળા અભયારણ્ય૧૬૩૨
ગિરનાર અભયારણ્ય૩૩૫૬૫૪
સુત્રાપાડા, વેરાવળ, કોડીનાર, ઉના૩૨૨૦૨૫
રાજુલા, જાફરાબાદ, નાગેશ્રી૧૮૬૭૯૪
સાવરકુંડલા, લીલીયા૮૦૯૮૧૨૫
જૂનો ભાવનગર જિલ્લો૩૭૫૬૧૦૩
નવો ભાવનગર જિલ્લો૧૭૧૫
બરડા અભયારણ્ય૧૭
જેતપુરનો વિસ્તાર
બાબરા, જસદણ
કોરીડોર૨૨

આ પણ વાંચો: 

Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય – thegujaratreport.com

Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ! – thegujaratreport.com

Gir Illegal Resorts in Forest: ગીરમાં દેરકાયદે ખાણ અને રિસોર્ટ છતાં વન પ્રધાન અર્જૂન મોઢવાડિયા મૌન – thegujaratreport.com

Related Posts

Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!
  • June 28, 2026

Bet Dwarka Temple Treasure Controversy: દેવભૂમિ દ્વારકા અને ખાસ કરીને બેટ દ્વારકા માત્ર એક ભૌગોલિક વિસ્તાર નથી, પરંતુ કરોડો સનાતની હિન્દુઓની અતૂટ આસ્થાનું જીવંત કેન્દ્ર છે. ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ તરીકે…

Continue reading
Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય
  • June 28, 2026

Ayodhya Ram Mandir Donation Theft: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ દેશભરના કરોડો હિન્દુઓની વર્ષોની આસ્થાનું પ્રતીક છે. પરંતુ આ આસ્થાના કેન્દ્રમાં અત્યારે ભ્રષ્ટાચાર અને ચોરીના ગંભીર આક્ષેપોનું વાદળ છવાયેલું છે. તાજેતરમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

North-East India: આસામ-નાગાલેન્ડ સરહદ વિવાદથી લઈને મણિપુર હિંસા અને ત્રિપુરા પોલીસ અત્યાચાર સુધી, ઉત્તર-પૂર્વ ભારતમાં રાજકીય અને સામાજિક સંકટો વધુ ગહન બન્યા

  • June 29, 2026
  • 2 views
North-East India: આસામ-નાગાલેન્ડ સરહદ વિવાદથી લઈને મણિપુર હિંસા અને ત્રિપુરા પોલીસ અત્યાચાર સુધી, ઉત્તર-પૂર્વ ભારતમાં રાજકીય અને સામાજિક સંકટો વધુ ગહન બન્યા

Sonam Wangchuk Hunger Strike: શિક્ષણ વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓ સામે સોનમ વાંગચુકનો મોરચો, કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે ઉપવાસ

  • June 29, 2026
  • 4 views
Sonam Wangchuk Hunger Strike: શિક્ષણ વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓ સામે સોનમ વાંગચુકનો મોરચો, કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે ઉપવાસ

Gujarat Gir Lion Relocation: ગામ-ખેતરના સિંહોનું જંગલમાં ધકેલવા ઓપરેશન, અર્જૂન મોઢવાડિયાના નિર્ણય સામે વિરોધ, દીપડા, સિંહો અને માનવ વચ્ચે ઘર્ષણ વધી રહ્યાં છે.

  • June 29, 2026
  • 7 views
Gujarat Gir Lion Relocation: ગામ-ખેતરના સિંહોનું જંગલમાં ધકેલવા ઓપરેશન, અર્જૂન મોઢવાડિયાના નિર્ણય સામે વિરોધ, દીપડા, સિંહો અને માનવ વચ્ચે ઘર્ષણ વધી રહ્યાં છે.

UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

  • June 28, 2026
  • 4 views
UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

  • June 28, 2026
  • 10 views

  • 13 views
Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય