76મા પ્રજાસત્તાક દિવસે કર્તવ્યપથ પર ગુજરાતની ઝાંખીનો દબદબો; કિર્તિ તોરણથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સાંસ્કૃૃતિ વારસો

  • Gujarat
  • January 26, 2025
  • 1 Comments
  • 76મા પ્રજાસત્તાક દિવસે કર્તવ્યપથ પર ગુજરાતની ઝાંખીનો દબદબો; વડ નગરથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વારસો

“સ્વર્ણિમ ભારત : વિરાસત અને વિકાસ” શીર્ષક હેઠળ ગુજરાત રાજ્ય દ્વારા 76-મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત જે ઝાંખીની રજૂઆત થઇ રહી છે, ત્યારે ગુજરાતની ઝાંખીમાં વડનગર એટલે કે આનર્તપુરના સોલંકીકાળના ‘કીર્તિ તોરણ’થી લઈને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ-ટેકનોલોજી-ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે રાજ્યની ‘આત્મનિર્ભરતા’ના વિવિધ વિકાસના પ્રકલ્પોનું અસરકારક નિદર્શન કરવામાં આવ્યું છે.

ગુજરાતની ઝાંખીમાં પ્રારંભે સોલંકીકાળનું વડનગર સ્થિત 12-મી સદીનું રાજ્યના સાંસ્કૃતિક પ્રવેશદ્વાર સમું ‘કિર્તી તોરણ’ છે; તો છેડે 21-મી સદીની શાનસમું 182 મીટરની ઊંચાઈ ધરાવતી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને દર્શાવવામાં આવી છે. જેમાં સંરક્ષણ-ટેકનોલોજી-ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે ‘આત્મનિર્ભર ભારત’ના ગુજરાતના વિવિધ પ્રકલ્પોને દર્શાવવામાં આવ્યા છે.

ગુજરાતના ‘જનજાતીય ગૌરવ’ને દર્શાવતી પિથોરા ચિત્રોની શ્રુંખલા, સાબરમતી રિવરફ્રન્ટના બે છેડાના જોડતો ‘અટલ બ્રિજ, દ્વારિકા અને શિવરાજપુર બીચ ખાતે સાકારિત થનારા ‘અન્ડર વોટર સ્પોર્ટ્સ’ની પ્રવૃતિઓની સાથે કચ્છી માટી-આભલાની કલાકૃતિઓ આ ઝાંખીને ચાર ચાંદ લગાવી રહ્યા છે.

ગુજરાતની ઝાંખીના આગળના ભાગમાં ‘યુનેસ્કો’ની હેરિટેજ સાઈટમાં સામેલ આનર્તપુર હાલના વડનગર સ્થિત 12-મી સદીનું સોલંકીકાળનું ‘કીર્તિ તોરણ’ દર્શાવવામાં આવ્યું છે. જેની ફરતે કચ્છી માટી-આભલાની કલાકૃતિની સાથે જનજાતીય દેવ ‘બાબા પિથોરા’ની સ્મૃતિમાં રેખાંકિત થયેલા ‘પિથોરા ચિત્રો’’ની શ્રુંખલા દર્શાવવામાં આવી છે.

આ ઝાંખીમાં સંરક્ષણ-ટેકનોલોજી ક્ષેત્રે ‘આત્મનિર્ભર ભારત’ના પ્રકલ્પો પૈકી ભારતીય વાયુદળના સી-295 એરક્રાફ્ટના યુનિટ અને તેની નીચે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના બે છેડાના જોડતો ‘અટલ બ્રિજ’, સેમી કંડકટર ચીપ અને તેની નીચે ગુજરાતનો ઓટો-મશીન ઉદ્યોગ દર્શાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો- સરકારી કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ 1 એપ્રિલ 2025થી થશે લાગુ

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન
  • September 21, 2026

Morbi Farmers Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે, 17 સપ્ટેમ્બર 2026ની રાત્રે ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા સળગાવી વિરોધ…

Continue reading
Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ
  • September 21, 2026

Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે બનાવવામાં આવેલી આવાસ યોજનામાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના નામે ક્વાર્ટર ફાળવાયું હોવાના મુદ્દે રાજકીય વિવાદ ઊભો થયો છે. સાધુ વાસવાણી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

  • September 25, 2026
  • 4 views
GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

  • September 25, 2026
  • 4 views
CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

  • September 25, 2026
  • 5 views
Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

  • September 25, 2026
  • 6 views
IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

  • September 25, 2026
  • 10 views
Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો

  • September 25, 2026
  • 5 views
ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો