Ahmedabad plane crash: 242 થી માત્ર 1 વ્યક્તિ જીવિત બચી

Ahmedabad plane crash:  આજે, 12 જૂન 2025ના રોજ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાનું વિમાન AI-171 (બોઈંગ 787 ડ્રીમલાઈનર) ટેકઓફ થયાની થોડી જ મિનિટોમાં મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ હતા, જેમાં 2 બાળકો હતા. જેમાંથી માત્ર 1 જ વ્યક્તિ જીવિત બચી હોવાનું જાણવા મળી રહ્યું છે.  અહેવાલો અનુસાર આ ક્રેશ થયેલા પ્લેનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી પણ સવાર હતા. જેમનું પણ મોત થયું છે.

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં વડાપ્રધાન મોદી, રાહુલ ગાંધી, અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું છે. મોદી અને શાહ ગુજરાત આવી રહ્યા છે. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું વિજય રુપાણી આપણે વચ્ચે રહ્યા નથી. જે બધા મિત્રો રહ્યા નથી. તે દુઃખદ ઘટના છે. તેમના પરિવારોને સાંત્વના. સાથે સાથે કહ્યું જેના પર પ્લેન પડ્યું તે ડોક્ટર ખૂબ ઈજાગ્રસ્ત થયા છે. ઘણાના મોત થયા છે.

3 મેડિકલ વિદ્યાર્થીઓના મોત

મેડિકલ એસોસિએશનનું કહેવું છે કે દુર્ઘટનામાં 3 મેડિકલ વિદ્યાર્થીઓના મોત થયા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પુષ્ટિ આપી છે કે આજે અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ત્રણ MMBS વિદ્યાર્થીઓ હતા. લગભગ 45 વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ છે અને તેમની હાલત સ્થિર છે. અમદાવાદ પોલીસે અગાઉ પુષ્ટિ કરી હતી કે આ દુ:ખદ ઘટનામાં અત્યાર સુધીમાં 204 લોકોના મોત થયા છે.

એક મુસાફરનો બચાવ

Image

અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં એક મુસાફર બચી ગયો છે,  “પોલીસને સીટ 11A માં એક જીવિત વ્યક્તિ મળી આવી. એક જીવિત વ્યક્તિ હોસ્પિટલમાં મળી આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે. મૃત્યુઆંક વિશે હજુ કંઈ કહી શકાય નહીં. ફ્લાઇટ રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈ હોવાથી મૃત્યુઆંક વધી શકે છે,”

ઇઝરાયલના વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ દુ:ખદ વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. “મારા મિત્ર, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના લોકો, મને એર ઇન્ડિયાના દુ:ખદ અકસ્માત વિશે જાણીને દુઃખ થયું, જેમાં 242 પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના જીવ ગયા. મારા વિચારો અને પ્રાર્થનાઓ મૃતકોના પરિવારો સાથે છે,”

આ પણ વાંચો:

કોંગ્રેસે રાજેન્દ્ર પાલ ગૌતમને સોંપી મોટી જવાબદારી, AAP પાર્ટી કેમ છોડવી પડી?

Ahmedabad plane crash: વિમાન ડોક્ટર્સની હોસ્ટેલ પર ક્રેશ થયું, ઇમારત પર ફસાયેલો દેખાયો

Ahmedabad plane crash: અમદાવાદ પોલીસે જાહેર કર્યો ઇમરજન્સી હેલ્પલાઇન નંબર, જાણો અત્યાર સુધીની અપડેટ

Ahmedabad plane crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન, પરિમલ નથવાણીએ કર્યું ટ્વિટ

Ahmedabad plane crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન

Ahmedabad plane crash: ઉડાન ભરતાની સાથે 2 મીનીટમાં જ પ્લેન થયું ક્રેશ, વિમાનનું કમાન્ડિંગ કોણ કરી રહ્યા હતા ?

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના પર એર ઇન્ડિયાનું પહેલું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું

મોદી મિત્ર ટ્રમ્પે આર્મી ડે સેલિબ્રેશનમાં પાકિસ્તાનના આસિફ મુનિરને આમંત્રિત કેમ કર્યા? America invited Pakistan

 Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય

 Donald Trump Vs Elon Musk: એલોન મસ્ક અને ટ્રમ્પ વચ્ચે સીઝફાયર!, શબ્દયુદ્ધ રોકાયું, મસ્ક ઢીલા પડ્યા

કેટલાક દેશોને ગમશે નહીં, પરંતુ પાકિસ્તાન પાસે ખૂબ જ મજબૂત નેતૃત્વ છે : Donald Trump

જામગનરમાં 1 લાખની લાંચ લેતા POLICE પકડાયો, PSI અને રાઈટર ફરાર

ગુજરાત, દિલ્હી અને રાજસ્થાનમાં ED ના દરોડા, 2700 કરોડની છેતરપિંડી મામલો

 

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત