
Ahmedabad: સરખેજમાં રહેતી એક સગીરા બહાર જઈને આવું છું કહી ઘરેથી નીકળી ગઈ હતી, પરંતુ લાંબા સમય સુધી પરત ન ફરતાં માતા-પિતાએ શોધખોળ શરૂ કરી. આ દરમિયાન માતા-પિતા ચારધામ યાત્રાએ ગયા હતા અને પરત ફરતાં જાણ પડી કે પાડોશી દંપતી વનરાજ રાઠોડ અને ટીનાબેન ઠાકોરે સગીરાનું અપહરણ કરી, રાજસ્થાનના એક યુવક સાથે લગ્ન કરાવી દીધા હતા. આ ઘટના સામે આવતાં સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, જે બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે પાડોશી ટીનાબેન ઠાકોર અને સગીરા લાંબા સમયથી સંપર્કમાં હતા. આરોપીઓએ સગીરાને લગ્નની લાલચ આપી, ઇકો ગાડીમાં બનાસકાંઠા લઈ ગયા અને રાજસ્થાનના યુવક સાથે પહેલા સગાઈ અને બાદમાં સુંધામાતા મંદિરમાં ફૂલહાર કરી લગ્ન કરાવી દીધા. ચોંકાવનારી વાત એ છે કે આરોપીઓએ લગ્ન કરાવવા બદલ 2 થી 4 લાખ રૂપિયા લીધા હોવાની શંકા છે, જેની તપાસ પોલીસે શરૂ કરી છે.
ત્રણ આરોપીઓ ભરતજી ઉર્ફે ગોવિંદજી ઠાકોર, ભારતીબેન ઠાકોર અને ટીનાબેન ઠાકોરની ધરપકડ કરી. જોકે, અન્ય આરોપીઓ વનરાજ રાઠોડ, મેઘરજ રાઠોડ, હિના રાઠોડ અને સગીરા સાથે લગ્ન કરનાર વીરસિંહ રાઠોડ ફરાર છે. પોલીસે જણાવ્યું કે, ટીનાના ભાઈ ભરતસિંહ, દિયર મેધો અને તેની પત્ની હિનાએ પણ અપહરણમાં સંડોવણી હતી. ફરાર આરોપીઓની શોધખોળ માટે તપાસ તેજ કરવામાં આવી છે.
સરખેજ પોલીસે આ મામલે અપહરણ, લગ્ન માટે દબાણ અને નાણાકીય લેવડ-દેવડના આરોપો હેઠળ કેસ નોંધી, વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી છે.
આ પણ વાંચો:
Surat: વરાછામાંથી કૂટણખાનાનો પર્દાફાશ, 6 ગ્રાહકો ઝડપાયા, જાણો વધુ
મોદીને G7 સમિટમાં આમંત્રણ નહીં, કેનેડાએ લગાવ્યો હતો હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આરોપ
UP: મદરેસામાં મૌલવીએ બાળકી સાથે કર્યું ગંદુ કામ, સ્થાનિકો રોષે ભરાયા
Baghpat: ચાલુ ઝઘડાએ પોલીસ પહોંચી, યુવતી પોલીસ સામે પડી, ફોન છીનવી લીધો
પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શકનું 47 વર્ષની વયે નિધન, બસમાં બેઠાં બેઠાં જ દુનિયા છોડી | Vikram Sugumaran
LIC એ અદાણી પોર્ટ્સના કરોડોના બોન્ડ ખરીદ્યા, શું પોલીસીધારકોને નુકસાન થઈ શકે!
JEE Advanced Result: JEE એડવાન્સ્ડ પરિક્ષાનું પરિણામ જાહેર, આ પરિક્ષા શું છે?
Vadodara: નંદેસરીમાં બાળત્કારના ગુનામાં નાસતો ફરતો અનિરુધ્ધસિંહ ગોહિલ ઝડપાયો
Dahod: નવી પરણીને સાસરે ગયેલી 22 વર્ષિય યુવતીનું ભેદી સંજોગોમાં મોત, સાસરિયા ફરાર
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન Sheikh Hasina ની મુશ્કેલી વધી, ધરપકડ વોરંટ ઈશ્યૂ
બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો: Jignesh Mevani
રશિયા પર યુક્રેનનો સૌથી મોટો હુમલો, 40 રશિયન વિમાનોને તોડી પાડ્યા! | Russia-Ukraine War
પેરિસમાં PSG ની ચેમ્પિયન્સ લીગ જીત બાદ ભારે હિંસા, 81 લોકોની ધરપકડ








