
America plane fire: વિશ્વમાં વારંવાર પ્લેન દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે. ત્યારે હવે અમેરિકાનો નવો એક વીડિયો સામે આવ્યો છે. જ્યા ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના ટળી છે. અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ AA3023 ટેકઓફ માટે રનવે પર પહોંચતાની સાથે જ તેના લેન્ડિંગ ગિયરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. વિમાન ડેનવરથી મિયામી જવાનું હતું અને તેમાં 173 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સવાર હતા.
આ ઘટના બપોરે 2:45 વાગ્યે (સ્થાનિક સમય) બની હતી. ફ્લાઇટ રનવે 34L પર ટેકઓફ પોઝિશન પર પહોંચતાની સાથે જ અચાનક લેન્ડિંગ ગિયરના ટાયરમાં ખામી સર્જાઈ ગઈ અને તેમાં આગ લાગી ગઈ. પરિસ્થિતિની ગંભીરતા જોઈને પાઇલટ અને એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી.
મુસાફરોને ઇમરજન્સી સ્લાઇડ્સ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે એક મુસાફરને સામાન્ય ઇજાઓ થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય પાંચ મુસાફરોને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી.
FAA અને એરલાઈને પુષ્ટિ આપી
View this post on Instagram
અમેરિકન એરલાઇન્સે ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું, “અમારી ટોચની પ્રાથમિકતા મુસાફરો અને ક્રૂની સલામતી છે.” આ ફ્લાઇટ બોઇંગ 737 મેક્સ 8 હોવાનું જાણવા મળ્યું છે. એરલાઇને જણાવ્યું કે લેન્ડિંગ ગિયરના ટાયરમાં ટેકનિકલ ખામીને કારણે આગ લાગી હતી. અસરગ્રસ્ત વિમાનને હાલ પૂરતું સેવામાંથી દૂર કરવામાં આવ્યું છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ પણ આ ઘટનાને “સંભવિત લેન્ડિંગ ગિયર નિષ્ફળતા” તરીકે વર્ગીકૃત કરી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
એરપોર્ટ પર કામચલાઉ ગ્રાઉન્ડ સ્ટોપ
આ ઘટના પછી FAA એ બપોરે 2:00 થી 3:00 વાગ્યા સુધી ગ્રાઉન્ડ સ્ટોપ લાગુ કર્યો, જેના કારણે લગભગ 87 ફ્લાઇટ્સ મોડી પડી. જોકે, સાંજ સુધીમાં ડેનવર એરપોર્ટ પર બધી સેવાઓ સામાન્ય થઈ ગઈ હતી. એરલાઇને ફ્લાઇટ AA3023 ના મુસાફરોને વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરીને રાહત આપી, જે સાંજે મિયામી માટે રવાના થયું.
ડેનવરમાં બીજી મોટી ઘટના
નોંધનીય છે કે ડેનવરમાં અમેરિકન એરલાઇન્સ સાથે આ બીજી મોટી ઘટના છે. માર્ચ 2025 માં આ જ એરલાઇનના એક વિમાનને એન્જિન ફેલ થવાને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ તાજેતરની ઘટનામાં કોઈનું મોત થયું નથી, પરંતુ આ અકસ્માતે ફરી એકવાર હવાઈ મુસાફરીની સલામતી અને જાળવણી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
આ પણ વાંચો:
America Plane Fire: અમેરિકામાં અમદાવાદવાળી થતાં રહી ગઈ, ઉડાન ભર્યા બાદ પ્લેનમાં આગ
US Plane Crash: ઘરો પર એકાએક વિમાન પડતાં આગ, પાયલોટનું મોત, વાંચો વધુ
Uttarakhand: હરિદ્વારના મનસા દેવી મંદિરમાં મચી ભાગદોડ, 6ના મોત, ભક્તો એકબીજા પર પડ્યા, વાંચો વધુ
Gujarat heavy rain: બનાસકાંઠામાં મેઘતાંડવ, 7 ઇંચ વરસાદથી જળબંબાકાર, 1 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી
મોદી માત્ર શોબાજી કરે છે, કંઈ જ દમ નથી: રાહુલે ભડાસ કાઢી કહ્યું કે મારી આટલી ભૂલો છે! | Rahul Gandhi
Modi UK visit: અનુવાદકે અંગ્રેજીનું હિન્દીમાં ભાષાંતર કરવામાં ખાધા ગોથા, તો મોદી કેમ હસ્યા?