America plane crash: અમેરિકામાં પ્લેન ક્રેશ થતાં જ વિકરાળ આગ, મુસાફરો જીવતા ભૂંજાયા

  • World
  • November 5, 2025
  • 0 Comments

America plane crash: 4 મહિના પહેલા અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનાને તાજી કરાવતી ઘટના અમેરિકામાં બની છે. મંગળવારે સાંજે અમેરિકાના કેન્ટુકીમાં આવેલા લુઇસવિલે મુહમ્મદ અલી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક ભયાનક પ્લેન દુર્ઘટના સર્જાઈ. એક UPS કાર્ગો પ્લેન ટેકઓફ કર્યાના થોડી જ સેકન્ડોમાંક્રેશ થઈ ગયુ અને રનવે નજીક જમીન સાથે અથડાતાં આગનો જ્વાળામુખી ફાટી નીકળ્યો. વિમાનમાં આશરે 150,000 લિટર (આશરે 250,000 ગેલન) જેટ ફ્યુઅલ હતું, જે વિસ્ફોટ થયો અને સમગ્ર વિસ્તાર આગની લપેટમાં આવી ગયો. જેમાં 4 લોકોની પુષ્ટી અને 11 થી વધુ ઈજાઓનો ભોગ બન્યાની માહિતી છે. જો કે મોતનો આંકડો વધી શકે છે.

એરપોર્ટ પરના લોકોએ જણાવ્યું હતું કે વિમાને સ્થાનિક સમય અનુસાર સાંજે લગભગ 5:15 વાગ્યે ઉડાન ભરી હતી ત્યારે અચાનક તેની ઊંચાઈ ઓછી થવા લાગી. થોડીવારમાં જ જમીન પરથી એક જોરદાર વિસ્ફોટ થયો અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉછળ્યા. સોશિયલ મીડિયા પરના વીડિયોમાં આખી રનવે લાઇન આગની જ્વાળાઓમાં લપેટાયેલી દેખાઈ રહી હતી, જાણે જ્વાળામુખીનો લાવા ફાટી નીકળ્યો હોય.

લુઇસવિલે પોલીસ અને ફાયર વિભાગની ડઝનબંધ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરોએ ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં નજીકના ઘણા ગોદામો અને પાર્કિંગ લોટ બળીને રાખ થઈ ગયા હતા.

અત્યાર સુધીની સત્તાવાર માહિતી અનુસાર, આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 11 થી વધુ લોકો ઘાયલ થયા છે. બે લોકો હજુ પણ ગુમ હોવાનું જાણવા મળે છે. વિમાન દુર્ઘટનાને કારણે નજીકના કેન્ટુકી પેટ્રોલિયમ રિસાયક્લિંગ અને ગ્રેડ-એ ઓટો પાર્ટ્સના વેરહાઉસમાં પણ ભીષણ આગ લાગી હતી. બંને ઇમારતો સંપૂર્ણપણે નાશ પામી હતી.

તપાસ ચાલુ છે, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ જેટ ફ્યુઅલ લીક થવાને કારણે અથવા એન્જિન ફેલ થવાને કારણે અકસ્માત થયો હતો. NTSB (નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ) ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બ્લેક બોક્સ ડેટાની સમીક્ષા કરી રહી છે. UPS અકસ્માતની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે તે તેના કર્મચારીઓ અને તેમના પરિવારો સાથે છે. લુઇસવિલે એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે, અને બધી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે.

આ ઘટના એટલી ભયંકર જેમાં મોતનો આંકડો વધી શકે છે. કારણ કે 12 જૂને ગુજરાતના અમદાવાદ બનેલી પ્લેન ક્રેશની ઘટના જેવી જ આ ઘટના છે. જેમાં બોર્ડ પર 241 લોકો (230 પેસેન્જર અને 12 ક્રૂ મેમ્બર) અને જમીન પર 19 લોકોના મોત થયા હતા. ફ્લાઇટમાં 242માંથી માત્ર એક જ વ્યક્તિ બચી ગયો હતો.

આ પણ વાંચો:

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!

UP: રાત્રે 11 વાગ્યે કર્યો ભાઈને ફોન, પતિની કરી ફરિયાદ, પછી જે પ્રિયંકા સાથે થયું…

‘દીકરીના નિહાપા લાગ્યા’, ભાજપ નેતા દિલપી સંઘાણીએ આવું ટ્વીટ કેમ કર્યું? | Dileep Sanghan

Related Posts

Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી! અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!
  • March 25, 2026

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા બે દિવસથી દુનિયામાં ગપ્પા મારી રહયા છે કે ઈરાન હવે પરમાણુ બૉમ્બ નહિ બનાવે અને હવે સીઝ ફાયર માટે રાજી થઈ ગયું છે બીજું કે…

Continue reading
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”
  • March 24, 2026

Donald Trump: અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો 25મો દિવસ થઈ ગયો છે જે ટ્રમ્પ એ મદ માં રાચતા હતા કે અમેરિકા સામે ઇરાનનું શુ આવે? બે અઠવાડિયામાં તો ઈરાનનો ગોટો વાળી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Navami 2026: વડોદરા સહિત દેશભરમાં ભગવાન શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણીનો માહોલ

  • March 26, 2026
  • 3 views
Ram Navami 2026: વડોદરા સહિત દેશભરમાં ભગવાન શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણીનો માહોલ

Strait of Hormuz: ભારત માટે GOOD NEWS હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો પસાર થવા દેવા ઈરાને આપી મંજૂરી! ટ્રમ્પના સીઝફાયર પ્રસ્તાવને ઈરાને ફગાવ્યો!

  • March 26, 2026
  • 6 views
Strait of Hormuz: ભારત માટે GOOD NEWS હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો પસાર થવા દેવા ઈરાને આપી મંજૂરી! ટ્રમ્પના સીઝફાયર પ્રસ્તાવને ઈરાને ફગાવ્યો!

Gopal Italia: સરકારે હવે પોલીસનું પણ ખાનગીકરણ કરી દીધું!પોલીસનો આ વિભાગ હવે ખાનગી સંસ્થા સંભાળે છે!!

  • March 26, 2026
  • 14 views
Gopal Italia: સરકારે હવે પોલીસનું પણ ખાનગીકરણ કરી દીધું!પોલીસનો આ વિભાગ હવે ખાનગી સંસ્થા સંભાળે છે!!

SIR: અમદાવાદમાં ભાજપની જીત પાક્કી! કારણ જાણીને ચોંકી જશો,જુઓ વિડીયો

  • March 25, 2026
  • 6 views
SIR: અમદાવાદમાં ભાજપની જીત પાક્કી! કારણ જાણીને ચોંકી જશો,જુઓ વિડીયો

Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી! અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

  • March 25, 2026
  • 14 views
Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી!  અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

  • March 25, 2026
  • 12 views
Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો