
Rahul Gandhi bail: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ કથિત વાંધાજનક ટિપ્પણીના કેસમાં આજે 6 ઓગસ્ટના રોજ ચાઇબાસાના સાંસદ-ધારાસભ્યની વિશેષ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ. લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને આ કેસમાં મોટી રાહત મળી છે. કોર્ટે રાહુલ ગાંધી પરના આરોપોને ખોટા ગણાવીને તેમને જામીન આપ્યા છે.
રાહુલ ગાંધીના વકીલે જણાવ્યું હતું કે હાઈકોર્ટના નિર્દેશ પર રાહુલ ગાંધી બુધવારે ચાઈબાસા કોર્ટમાં હાજર થયા હતા. અહીં કોર્ટે રાહુલને જામીન આપ્યા છે. જામીન મંજૂર થયા પછી, કેસમાં જે પણ પ્રક્રિયા જરૂરી હશે તે પૂર્ણ કરવામાં આવશે.
શું છે આખો મામલો?
નોંધનીય છે કે કથિત વાંધાજનક ટિપ્પણીનો આ કેસ વર્ષ 2018નો છે. 28 માર્ચ 2018ના રોજ, કોંગ્રેસના અધિવેશનમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તત્કાલીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ કથિત વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. આ કેસમાં ભાજપના નેતા પ્રતાપ કુમારે જુલાઈ 2018માં જ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
અમિત શાહ પર શું કરતી હતી ટપ્પણી?
જબલપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે – ભાજપ પ્રમુખ અમિત શાહ પર હત્યાનો આરોપ! વાહ, કેવો ગર્વ છે! શું તમે લોકોએ જય શાહ (અમિત શાહ) નું નામ સાંભળ્યું છે? તે એક જાદુગર છે, તેણે ત્રણ મહિનામાં 50 હજાર રૂપિયાને 80 કરોડમાં ફેરવી દીધા અને વડા પ્રધાન દેશના યુવાનોને પકોડા બનાવવાનું કહે છે. આ કેસમાં રાહુલ ગાંધી વિરુદ્ધ અનેક એફઆઈઆર નોંધાઈ હતી, આ કેસ અમદાવાદ અને રાંચીની કોર્ટમાં પેન્ડિંગ છે અને રાહુલ જામીન પર બહાર છે.
તમને જણાવી દઈએ કે વહેલી સવારે રાહુલ ગાંધી દિલ્હીથી સીધા ચાઈબાસા પહોંચ્યા હતા. અહીં તેઓ સુપ્રિયા રાની ટિગ્ગાની કોર્ટમાં હાજર થયા હતા. સુનાવણી બાદ કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપી દીધા છે. આ મામલો 2018ના વર્ષ સાથે સંબંધિત છે, જ્યારે રાહુલ ગાંધીએ કોંગ્રેસની જાહેર સભામાં ભાજપના નેતાઓ પર ઘણી ટિપ્પણીઓ કરી હતી, ત્યારબાદ ભાજપના કાર્યકર પ્રતાપ કટિયારે રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
આ પણ વાંચો:
Delhi: ટ્રાન્સજેન્ડર ગર્લફ્રેન્ડની ગળું કાપી ખતમ કરી નાખી, કારણ જાણી હચમચી જશો!
Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો







