Gujarat Politics: આજેપણ ગુજરાતના CM વિજય રૂપાણીજ છે!! ટેકનોલોજીની મોટી ડીંગ હાંકતા નેતાઓ એક વેબસાઈટ પણ હેન્ડલ કરી શકતા નથી!

Gujarat Politics: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરની BSL-4 બાયો-કન્ટેનમેન્ટ સુવિધાનો શિલાન્યાસ કર્યો અને અમિત શાહે વિકસતી ટેકનોલોજી અંગે ભાષણ પણ કર્યું પણ આધુનિક ટેકનોલોજીની મોટી મોટી વાતો કરનાર સરકાર એક વેબસાઇટ પણ સારી રીતે હેન્ડલ કરી શકાતી નથી તે વાસ્તવિક સ્થિતિ છે.

નવાઈની વાત એ છે કે ટેકનોલોજીની વાતો થાય છે ઈમારતોના પાયા નખાય છે,સાધનો આવી જાય છે, ઉદ્ઘાટન થઈ જાય છે કર્મચારીઓ નિમાઈ જાય છે પણ ટેકનોલોજી અપડેટ કોણ કરશે? તે કોઈ જોતું નથી.

અહીં સૌથી મોટી ચોંકાવનારી હકીકત સામે આવી છે જેમાં ગુજરાતી વેબસાઈટ ઉપર હજુપણ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીનું નામ દર્શાવવામાં આવ્યું છે,વાસ્તવમાં હાલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ છે પણ કમનસીબે માનનીય વિજયભાઈ રૂપાણી હજુપણ વેબસાઈટ ઉપર CM તરીકે જીવંત છે.

સ્વ.રૂપાણી સાહેબ હવે આ દુનિયામાં રહ્યા નથી તેઓનું વિમાન અકસ્માતમાં કરુણ મોત થઈ ગયું છે તે સૌ કોઈ જાણે છે પણ સરકારને કદાચ ખબર નહિ હોય તેથી આ લાપરવાહી અને લાલીયાવાડી ચલાવ્યે રાખે છે અને મોટી મોટી ડીંગો હાંકતા જાય છે સ્વ.વિજય રૂપાણી 7 ઓગસ્ટ 2016 થી 11 સપ્ટેમ્બર 2021 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા પરંતુ હજુપણ આ વેબસાઇટ ઉપર મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીને દર્શાવવામાં આવ્યા છે.

આમ,ટેકનોલોજીની મોટી મોટી વાતો કરનારા નેતાઓને એ પણ ખબર નથી કે ભાઈ મુખ્યમંત્રીનું નામતો બદલો…આમ આ વેબસાઈટ જો અપડેટ થતી ન હોય ત્યાં ટેકનોલોજીની વાતો કરવી હાસ્યાસ્પદ લાગે છે બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માને છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી દેશના સર્વાંગી વિકાસના આધારસ્તંભ છે, અને BSL-4 લેબ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે

BSL-4 બાયો-કન્ટેનમેન્ટ ફેસિલિટીનું નિર્માણ, દેશમાં બાયો-સેફ્ટીના નવા યુગની શરૂઆત છે, તે સ્વાસ્થ્ય સુરક્ષાનું કવચ બનશે BSL-4 લેબ બન્યા પછી ખતરનાક વાયરસના સેમ્પલ તપાસવા માટે આપણી વિદેશો પર નિર્ભરતા ખતમ થશે, તપાસમાં પણ તેજી આવશે BSL-4 બાયો-કન્ટેનમેન્ટ ફેસિલિટી વૈજ્ઞાનિકોને ચેપી અને ઘાતક વાયરસ પર એક સુરક્ષિત વાતાવરણમાં સંશોધન કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડશે

આ લેબમાં પશુઓ દ્વારા માનવ સુધી પહોંચતા રોગોનો પણ અભ્યાસ કરવાની વિશ્વસ્તરીય વ્યવસ્થા હશે બાયોટેક ક્ષેત્રમાં કામ કરતા યુવાનોએ એ બતાવી દીધું છે કે આપણો યુવાન જોબ સીકર નહીં પણ જોબ ક્રિએટર પણ છે

Antimicrobial Resistance (AMR) એક ‘સાઇલેન્ટ ડિઝાસ્ટર’ છે, તેનાથી નિપટવા માટે સ્પષ્ટ રોડમેપ, સાચા સમયે ઉપચાર અને અંતિમ વ્યક્તિ સુધી જાગૃતિ પહોંચાડવી જરૂરી વગેરે વગેરે વાતો કરવામાં આવી રહી છે પણ ખાટલે મોટી ખોટ એ છે કે મુખ્યમંત્રીનું નામ અપડેટ થતું ન હોય ત્યાં આ બધી વાતો કરવી નકામી છે.

આ મુદ્દો ભારે ચર્ચામાં આવ્યો છે ત્યારે સિનિયર પત્રકાર દિલીપ પટેલે આ અંગે વિસ્તૃત વિશ્લેષણ કર્યું છે જોવાનું ચૂકશો નહિ.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

 

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી
  • March 18, 2026

BJP: રાજ્ય સરકાર પાસે છેલ્લા ઘણાજ સમયથી પડતર માંગણીઓ મુદ્દે લડત આપી રહેલી આંગણવાડી બહેનો, આશા વર્કરો અને હેલ્પર બહેનોએ સરકાર સામે લડી લેવા હવે કામકાજથી અળગા રહી આંદોલન શરૂ…

Continue reading
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!
  • March 18, 2026

PM Modi: PM નરેન્દ્ર મોદી અગાઉ જે રીતે ગુજરાતમાં ચૂંટણી જીતવા જે રીતે ભાષણો કરી રહયા હતા તેવાજ ભાષણો હાલમાં બંગાળમાં કરી રહયા છે અને ત્યાંની વર્ષોથી જામી પડેલી સરકારની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 6 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

  • March 19, 2026
  • 8 views
Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

  • March 19, 2026
  • 6 views
Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 4 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 7 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 6 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?