
Amit Shah: જમ્મુ-કાશ્મીરમાં ગૃહમંત્રી અમિત શાહની તાજેતરની મુલાકાતે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે. 2 સપ્ટેમ્બર 2025ના રોજ પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરવા પહોંચેલા શાહને લગતો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે તેઓ લોકોને મળવા ગયા ત્યારે સ્થાનિક લોકો હોતા નથી. આ વીડિયોમાં શાહે કહ્યું, “જાઓ, 4-5 લોકોને લઈ આવો!” આ ઘટનાને લઈને વિપક્ષ અને સોશિયલ મીડિયા યુઝર્સે અમિત શાહની જોરદાર મજાક ઉડાવી છે.
અમિત શાહની થઈ ફજેતી!
જોકે, આ વીડિયો જમ્મુનો છે, પરંતુ કેટલાક લોકોએ તેને પંજાબનો ગણાવ્યો. પંજાબમાં શાહે કોઈ મુલાકાત લીધી નથી, ફક્ત ફોન પર પૂરની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. તેમ છતાં, પંજાબના ખેડૂતો અને વિપક્ષે આ તક ગુમાવી નહીં. એક ટ્વીટમાં યુઝરે લખ્યું, “પંજાબના ખેડૂતો પોતાનું અપમાન ક્યારેય નથી ભૂલતા, શાહજી! ફોન પર જ બરાબર, જમીન પર તો અમારી વાત સંભળાવી જોઈએ.”
पंजाब में अमित शाह की भारी बेज्जती हो गई
गृहमंत्री पंजाब गए है, कोई बाढ़ पीड़ित इनके पास आया ही नहीं तो ख़ुद इन्हें कहना पड़ा जाकर 4,5 लोगों को लेकर आओ
पंजाब के किसान अपनी बेज्जती कभी नहीं भूलेंगे
pic.twitter.com/wyPJqZHxMI— Surya Samajwadi (@surya_samajwadi) September 6, 2025
સોશિયલ મીડિયા મીમ્સથી છલકાયું
સોશિયલ મીડિયા પર મીમ્સનો પૂર આવી ગયો છે. એક મીમમાં લખ્યું, “જમ્મુમાં 4-5 લોકો શોધવા પડ્યા, પંજાબમાં તો શાહજીનો ફોન પણ રિસીવ થતો નથી!” વિપક્ષી નેતાઓએ પણ મજાક ઉડાવી. એક નેતાએ કહ્યું, “ગૃહમંત્રીએ પહેલા પોતાની પ્રતિષ્ઠા શોધવી જોઈએ, પછી પૂરગ્રસ્તોની!”
ભાજપના સમર્થકોએ શું કહ્યું?
જોકે, ભાજપના સમર્થકોએ આને વિપક્ષનો પ્રોપેગન્ડા ગણાવ્યો. એક સમર્થકે ટ્વીટ કર્યું, “શાહજીએ જમ્મુમાં પીડિતોને મળ્યા, રાહત કાર્યોનું નિરીક્ષણ કર્યું. વિપક્ષ ફક્ત નકલી વીડિયો ફેલાવીને હંગામો કરી રહ્યો છે.”
પંજાબ હોય કે જમ્મુ, જનતાનો મૂડ સ્પષ્ટ
આ સમગ્ર પ્રકરણે ફરી એકવાર અમિત શાહને સોશિયલ મીડિયાના નિશાના પર લાવી દીધા છે. પંજાબ હોય કે જમ્મુ, જનતાનો મૂડ સ્પષ્ટ છે- “કામ નહીં કરો તો કોઈ ભાવ નહીં આપે!”
પંજાબને મદદની જરુર પડી ત્યારે મોદી ગાયબ!
પંજાબમાં પૂરના કારણે તબાહી મચી ગઈ છે. પંજાબના 23 જિલ્લાઓના 1900 ગામો પૂરથી પ્રભાવિત છે. અત્યાર સુધીમાં 43 લોકોના મોત થયા છે. ત્યારે અત્યારે લોકો મોદીના ચૂંટણી વખતના પંજાબ મુલાકાતના વીડિયો શેર કરીને તેમના પર કટાક્ષ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે, પંજાબની આ ખરાબ સ્થિતિમાં અમિત શાહ અને મોદી જેવા દિગ્ગજ નેતાઓ ધ્યાન નથી આપી રહ્યા. જ્યારે ચૂંટણી હતી ત્યારે મોદી ગુરુદ્વારામાં લંગર પીરસતા અને સેવા કરતા જોવા મળ્યા હતા ત્યારે આજે જ્યારે પંજાબને ખરેખરમાં મદદની જરુર છે ત્યારે તેઓ દેખાતા પણ નથી કે મદદ પણ નથી મળતી.
આ પણ વાંચો:
Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?
Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ
Ahmedabad: AMCની બોટ પલટતાં ત્રણ યુવકોનું મોત, એકનો બચાવ
Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 1,400 થી વધુ લોકોના મોત, 3124 લોકો ઘાયલ
Gujarat Weather Update: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ
Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ








