Gujarat CM: આનંદીબેન પટેલને ઉથલાવીને વિજય રૂપાણી કઈ રીતે CM બન્યા? જાણો ભાજપના રાજકીય કાવાદાવાની અંદરની કહાની

  • Gujarat
  • December 9, 2025
  • 0 Comments

■ગુજરાતના પ્રથમ શક્તિશાળી મહિલા મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલને ખદેડીને તેમના સ્થાને કહ્યાગરા મુખ્ય પ્રધાન મૂકવા માટે અમિત શાહ સફળ રહ્યા.
સત્તા પલટા માટે અમિત શાહે અનેક કાવાદાવા કર્યાં હતા જેમાં PM નરેન્દ્ર મોદીએ પણ સહયોગ આપ્યો હતો!જુઓ ખાસ અહેવાલ,વાંચવાનું ચૂકશો નહિ!

(દિલીપ પટેલ દ્વારા)

Gujarat CM: ગુજરાતના પ્રથમ મહિલા CM આનંદી બહેન પટેલને હઠાવી વિજય રૂપાણીને CMની ખુરશી ઉપર બિરાજમાન કરવામાં અમિત શાહની મુખ્ય ભૂમિકા રહી હોવાની વાતો આજેપણ ચર્ચામાં છે
એક વિડીયોમાં આનંદીબેન એવું કહેતા સંભળાય છે કે “અમિત શાહ કોઈને પણ આગળ લાવી શકે અને કોઈને પણ…..”
આગળ તેઓ કહેતા અટકી ગયા પણ એમનો કહેવાનો મતલબ સ્ટષ્ટ હતો કે તેઓ કોઈને પણ ઉથલાવી શકે છે!

આનંદીબેન પટેલને અમિત શાહે નરેન્દ્ર મોદીની સૂચનાથી 1 ઓગસ્ટ 2016માં કઈ રીતે ઉથલાવેલા તે સમયનો લેખ પણ સિનિયર પત્રકાર દિલીપ પટેલે લખ્યો હતો જે થયાવત અહીં પ્રસ્તુત છે.

ભાજપનો અંદરનો અહેવાલ
ગુજરાતના પહેલાં શક્તિશાળી મહિલા મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલને ખદેડીને તેમના સ્થાને કહ્યાગરા મુખ્ય પ્રધાન મૂકવા માટે અમિત શાહ આખરે સફળ થયા હતા. સત્તા પલટો કરાવવા માટે અનેક કાવાદાવા અમિત શાહે કર્યાં હતા, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહયોગ આપ્યો હતો. આમ ભાજપના બન્ને નેતાઓએ સાથે મળીને આનંદીબેનને મુખ્યમંત્રી પદેથી હાંકી કાઢ્યા હતા.

એક સમયે અમિત શાહ ગુજરાતના મુખ્ય પ્રધાન બનવા માંગતા હતા.મોદીની સાથે રહીને આનંદીબેન અને અમિત શાહ કાયમ એકબીજાના રાજકીય દુશ્મન રહ્યાં હોવાની વાત રાજકીય પંડિતોમાં આજેપણ ચર્ચાનો વિષય રહી છે.

મહત્વનું છે કે 2019માં અમિત શાહે આનંદીબેન મુખ્ય પ્રધાન બને તેની સામે વાંધો ઉઠાવ્યો હતો પણ મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેઓએ આનંદીબેનને 2014માં મુખ્ય પ્રધાન બનાવ્યા હતા.આનંદીબેનનો આગ્રહ હતો કે તેઓ વિધાનસભામાં સૌથી વરિષ્ઠ અને તમામ રીતે દાવેદાર છે.

વડાપ્રધાન પર તેઓ આ રીતે દબાણ લાવતા અમિત શાહ નારાજ હતા પરંતુ આ અરસામાં મોદી જ્યારે અમદાવાદ હવાઈ મથકે આવ્યા તે વખતે અમિત શાહની ભારે પ્રશંસા કરી તે સમયે બન્નેની બોડી કેમેસ્ટ્રી એવું કહેતી હતી કે બન્ને વચ્ચે કોઈ ગુપ્ત સમજૂતી થઈ છે અને તેથી બન્ને ખુશ જણાતા હતા પણ આગળ શું થવાનું છે તે કોઈને ખબર નહોતી.

■ શું હતું ષડયંત્ર ?

આનંદીબેનને સત્તા પરથી ગબડાવવા માટે ભાજપના ટોચના નેતાઓ એક બનીને ષડયંત્રો રચી રહ્યાં હતા જેની ગંધ આનંદીબેનને આવી ન હતી. પહેલાંતો સરકાર ભ્રષ્ટાચાર આરોપો મૂકવા માટે પ્લાન તૈયાર કરાયો હતો. જેમાં અનાર પટેલનું જમીન કૌભાંડ વિરોધ પક્ષના નેતાઓ સુધી પહોંચાડી દેવાયું હતું તે કૌભાંડ આનંદીબેનના સમાયમાં થયું જ ન હતું.
અનાર પટેલની કંપનીને નરેન્દ્ર મોદીના સમયમાં ગીરના જંગલની નજીક રિસોર્ટ બનાવવા જમીન આપી હતી.
આ બદનામી બાદ ગુજરાતના રાજકારણને હચમચાવી નાંખે તેવી ઘટનાઓ આકાર લેવા લાગી હતી.

■દલિત આંદોલન

ઉના ખાતે પોલીસે દલિતો પર અત્યાચાર કરવામાં આવ્યા હતા. તે મુદ્દાને આગળ ધરીને આનંદીબેનની સરકારને સમગ્ર દેશમાં બદનામ કરવામાં આવી.

■અનામત આંદોલન

અનામત આંદોલન અચાનક ઉગ્ર બનવા લાગ્યું જેમાં 25 ઓગસ્ટે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર એકઠા થયેલા 10 લાખ પાટીદારોને હથિયાર બનાવીને આનંદીબેન પટેલની સરકાર સામે ષડયંત્ર રચી દેવામાં આવ્યું હતું.

ભાજપના દિલ્હીના નેતાઓએ જીએમડીસી મેદાનને રાજકીય મેદાન બનાવી દીધું હતું.
આનંદીબેન પટેલે 1 રૂપિયાના ભાડેથી પાટીદારોને સભા માટે મેદાન આનંદીબેને આપવા માટે મંજૂરી આપી હતી.
આનંદીબેન હાર્દિક પટેલનું આવેદન પત્ર મેદાનમાં લેવા આવવાં માનસિક રીતે તૈયાર થઈ ગયા હતા પણ દિલ્હીને રજેરજના અહેવાલો આપતાં મુખ્ય પ્રધાનના સલાહકારે તેમને પ્રોટોકોલ આગળ ધરીને મેદાન પર આવવા ન લીધા.

તેઓ મેદાન પર આવે એવો આગ્રહ રાખવા માટે આંદોલનકારી નેતાને એક એડવોકેટ દ્વારા ચિઠ્ઠી આપવામાં આવી હતી અને તે પ્રમાણે તેમણે જાહેરાત કરી હતી મને ઉથલાવવા માટે ષડયંત્ર રચ્યું હતું. આપેલી ચિટ્ઠી આપેલી તેના આધારે હાર્દિક પટેલે જાહેર કર્યું કે અહીં જીએમડીસી ખાતે આવે.

સભા પૂરી થઈ ગઈ હતી. 500 જેટલાં કાર્યકરોને બાદ કરતાં બીજા 10 લાખ લોકો પોતાના ઘરે પહોંચી ગયા હતા. રાતના એકાએક પોલીસે આંદોલનકારીઓ પર લાઠીઓ વરસાવી, ઈરાદાપૂર્વ પત્રકારો પર પોલીસે હુમલા કર્યા. એટલા માટે કે તો જ ટેલિવિઝન પર જીએમડીસી મેદાન પરના પોલીસ અત્યાચારના લાઈવ ફૂટેજ બતાવી શકાય.

જેવા ટીવી પર આ દ્રશ્યો બતાવવાનું શરૂ થયું તેની સાથે જ અમદાવાદમાં પ્રથમ પાંચ બવાનો બસ સળગાવવાના ટીવી પર બતાવાયા હતા.

જે પ્રથમ પાંચ બનાવો બન્યા તેમાં આંદોલનકારીઓ ઓછા અને બીજા લોકો વધું હતા 50 ટકા પોલીસ અહીંથી નિકળી ગઈ હતી સ્થિતી સામાન્ય હતી. જીએમડીસી પર પોલીસનો અત્યાચાર ટીવી પર જોઈને આંદોલનકારીઓ રસ્તા પર આવી ગયા હતા.ગુજરાતમાં ચારેબાજું તોફાનો ફાટી નિકળ્યા ન હોત,જો પોલીસે અત્યાચાર કર્યો તે ટીવી પર બતાવાયા ન હોત તો ગુજરાતમાં ક્યાંય તોફાન ન થયા હોત.

■જાસૂસી

જીએમડીસી મેદાન પર રચાયેલા રાજકીય ષડયંત્રને પાર પાડીને આનંદીબેન પટેલની સરકારને ગબડાવવા માટે ભાજપના જ નેતાઓ સફળ રહ્યાં હતા.

દિલ્હીની સૂચનાથી 19 પોલીસ અધિકારીઓ જીએમડીસી મેદાન પર ચાંપતી નજર રાખીને બેઠા હતા,જેમાં સીબીઆઈના અધિકારી એ એ શર્મા પણ હતા.ત્યારે કેન્દ્ર સરકારમાં ગૃહ રાજ્ય પ્રધાન તરીકે ઉત્તર ગુજરાતના હરી ચૌધરી હતા,પોલીસ દ્વારા લાઠીઓ વરસાવવાનું દિલ્હીની સુચનાથી શરુ થયું હતું.

આનંદીબેન પટેલે જાહેર કર્યું કે જીએમડીસી ગ્રાઉન્ડ પર પોલીસે અત્યાચાર કર્યો તે તેમની સૂચના ન હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ અંગે વિગતવાર અહેવાલ મોકલી આપ્યો હતો. જેમાં ભાજપના ટોચના નેતાઓ કઈ રીતે સંડોવાયેલા છે તેની સ્ફોટક વિગતો હતી.

■આનંદીબેનનું પતન

અહીંથી આનંદીબેનનું પતન શરૂ થયું હતું. આંદોલન શાંત થવાના બદલે વધું ભડકતું હતું તેમાં હવે પોતે જ ફસાયા હતા,તેમણે પહેલા અલ્પેશ ઠાકોરને ઊભો થવામાં મદદ કરી હતી, ફંડ પણ આપ્યું હતું.

કોંગ્રેસને જે જોઈતું હતું તે મળી ગયું હતું. બીજી બાજુ જીજ્ઞેશ મેવાણી દલિત પ્રશ્નો લઈને આંદોલન કરતો હતો.

મિડિયાએ અનામત આંદોલન સામે આ બે નેતાઓને વધારેપડતું મહત્વ આપવાનું શરૂ કરાયું હતું. જેમાં ભાજપના એક નેતાની ભલામણ પણ કામ કરી રહી હતી. તે સમયે આનંદીબેનની સરકાર સ્વર્ણિમ ભવનથી ઓછી પણ ભાજપની કચેરીથી વધું ચાલતી હતી. ત્યારે વિજય રૂપાણી પક્ષના પ્રમુખ હતા અને વાહન વ્યવહાર પ્રધાન પણ હતા. તેઓ ખાનગીમાં સરકાર પર વોચ રાખીને પોતે એક મુખ્ય પ્રધાન તરીકે લોકોને સાંભળતા હતા. તેમણે એ રાજકોટના બે લોકો નરેન્દ્ર ગઢવી મારફતે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવી હતી.

વિજય રૂપાણી અને નેન્દ્ર ગઢવી બન્ને સારા રાજકીય મિત્રો છે. એ ફરિયાદના આધારે આંદોલનકાપરીઓ ઉપર રાજદ્રોહનો ગુનો દાખલ થયો. બધી બાબતોમાં કૈલાશનાથને સંપૂર્ણ રીતે મદદ કરી હતી. આંદોલનકારી નેતાને ગેરમાર્ગે દોરવા માટે તેમની આસપાસ ભાજપ પ્રેરિત માણસો ગોઠવી દેવામાં આવ્યા હતા. સરકાર સાથે સમાધાન ન થાય તે માટે અમિત શાહ અને વિજય રૂપાણી સક્રિય હતા.

સોશિયલ મિડીયામાં આંદોલન
શોસિયલ મિડિયામાં આનંદીબેન પટેલ સામે કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું હતું. સિદસરના જયરામ પટેલ પોતે વિજય રૂપાણીના કહેવાથી વર્તવા લાગ્યા હતા. જેનો કબજો પ્રદીપ જાડેજા પાસે હતો. ભાજપનું શોસિયલ મિડિયા પાછલા બારણે મુખ્ય પ્રધાનને નિષ્ફળ સાબિત કરવા માટે કામે લાગી ગયું હતું. જેમાં તેઓ આનંદીબેનને નિષ્ફળ મુખ્ય પ્રધાન સાબિત કરી દીધા. સોશિયલ મિડિયાએ એક મજબૂત મુખ્ય પ્રધાનને ઉખેડીને ફેંકી દેવા મદદ કરી.

■દિલ્હીનું રીમોટ કામ કરતું હતું

બદલીઓ, યોજનાઓ ભાજપ કચેરીએથી ચાલવા લાગી હતી. કૈલાશ નાથન દિલ્હીના રિમોટથી ચાલતાં હતા.આખરે આનંદીબેન પણ ગંદી રાજરમતથી ઊબ આવી ગયા હતા અને તેઓ વડાપ્રધાનને મળવા દિલ્હી ગયા હતા. તેમણે 165 પાનાની એક ફાઈલ નરેન્દ્ર મોદીને આપી હતી,જેમાં ગુજરાતમાં પોતાના જ પક્ષ દ્વારા શું ખેલ ખેલવામાં આવી રહ્યા છે. તેના પૂરાવા સાથેની બધી વિગતો હતી.

તે ફાઈલમાં જ આનંદીબેન પટેલે પોતાનું રાજીનામું આપી દીધું હતું. તેની સાથે ભાજપના જ નેતાઓ પત્રકારો સમક્ષ એવા ગોબેલ્સ મુલતાં હતા કે આનંદીબેન બિમાર છે. તેઓ ભ્રષ્ટ છે. તેઓ તોછડો સ્વભાવ ધરાવે છે. ગમે તેની સાથે ગમે તેવું વર્તન કરે છે. તેઓ રીજીનામું આપી દેશે. જેમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે એવા તુક્કાઓ જાહેર થવા લાગ્યા હતા.

મોટા આંદોલનો છતાં કોર્પોરેશનમાં ભાજપે વિજય મેળવ્યો અને ગામડાઓમાં હાર. છતાં મોદીએ તેમનું રાજીનામું ન સ્વીકાર્યું અને બાદમાં એકાએક કહેવામાં આવ્યું કે રાજીનામું આપી દો.

■આનંદીબેને જાહેર કર્યું હતું કે તેઓએ રાજીનામું તો બે મહિના પહેલા જ આપી દીધું છે!

ભાજપ પ્રમુખ વિજય રૂપાણીએ પત્રકારો સમક્ષ આવીને જાહેરાત કરી કે તેઓ મુખ્ય પ્રધાન બનવાના નથી તે માટે તેમનો દાવો નથી.

આ જાહેરાત થઈ તેની સાથે જ આનંદીબેન પટેલે ફેસબુક પર પોતાનું રાજીનામું આપી દીધું હતુ

ભાજપ મોવડી મંડળે આનંદીબેન પાસેથી રાજીનામું લઈ લીધું સંગઠન મહામંત્રી વી. સતિષ દિલ્હીથી દૂત બનીને નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહનો સંદેશો લઈને આવ્યા હતા આનંદીબેન સાથે મુલાકાત કરી હતી. વી. સતિષની સૂચના બાદ સ્વૈચ્છિક રાજીનામું આપવાનો પત્ર લખાવવામાં આવ્યો હતો. વી. સતિષે આનંદીબેન ઉપરાંત વિજય રૂપાણી અને ભીખુ દલસાણિયા સાથે મુલાકાત કરી હતી.

રાજીનામું રાજ્યપાલ ઓ. પી. કોહલીને સોંપ્યું હતું. સવારે દિલ્હીમાં વડાપ્રધાન નિવાસસ્થાને સંસદીય દળની બેઠક બાદ આનંદીબેનનું રાજીનામું સ્વીકારી લેવાયું હોવાની ભાજપે જાહેરાત કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ કરી હતી.
નવા નામ અંગે બેઠકમાં કોઇ ચર્ચા ન થઈ અને અમિત શાહ મુખ્ય પ્રધાન નહીં બને તે સ્પષ્ટ થયું.દિલ્હી સંસદીય બોર્ડ અને ભાજપાના પક્ષના નેતાઓ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે નિતિન પટેલ પર પસંદગી ઢોળી હોવાના અહેવાલો દિલ્હીથી લીક કરવામાં આવ્યા હતા.

પાટીદાર આંદોલન, દલિત આંદોલન, ક્ષત્રિય-ઠાકોર આંદોલન, પરિવારજનો ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો, આંતર-બાહ્ય વિરોધ, અસંતોષ કારણ ધરીને રાજીનામું માંગી લેવામાં આવ્યું હતું.કારણ એવું બતાવ્યું હતું કે આનંદીબેનની 75 વર્ષની ઉમર થઈ ગઈ છે.ટર્મ પૂરી કર્યા વગર આનંદીબેનને હાંકી કાઢવામાં આવ્યા હતા. હાઈકમાન્ડને રાજીનામું મોકલી આપ્યું હતું.

■જે તે વખતનો રાજીનામા પત્ર,
‘મને જવાબદારીમાંથી મુક્ત કરો’

1 ઓગસ્ટ
મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે સોશિયલ મીડિયા ફેસ બુક પર રાજીનામું આપ્યું હતું જેમાં લખવામાં આવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે કામ કરતાં કરતાં મને અનેકવિધ જવાબદારીઓ સંભાળવાની તક મળી છે.સંગઠન તેમજ સરકારમાં પક્ષે મને ખુબ જ અગત્યની જવાબદારીઓ સોંપી છે. જેને હું મારૂં સદભાગ્ય માનું છું.મહિલા મોરચાની જવાબદારીથી લઈ મુખ્ય પ્રધાન પદ સુધી પક્ષના નેતૃત્વએ મારી પર વિશ્વાસ મુક્યો તે માટે હું ઋણી છું.

કુશળ સંગઠક, દીર્ઘદૃષ્ટા અને કર્મઠ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે પહેલા સંગઠ્ઠનમાં અને પછી સરકારમાં કામ કરવાની મને તક મળી જેના કારણે સાતત્યપુર્વક મારૂં ઘડતર થતું રહ્યું.છેલ્લા 18 વર્ષથી ગુજરાત સરકારનાં ખુબ જ અગત્યનાં વિભાગોની કામગીરી કરતાં કરતાં અનેક રચનાત્મક સુધારાઓ કરી નવી પ્રજાભિમુખ યોજનાઓના સરળ અમલીકરણ દ્વારા પારદર્શિતા લાવવા પ્રામાણિકતા સાથે પરીણામલક્ષી કાર્ય કરવા સતત પ્રયત્નશીલ રહી છું.

મે, 2014માં ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન તરીકેની જવાબદારી શ્રી નરેન્દ્રભાઈ તથા વરીષ્ઠ નેતૃત્વએ મને સોંપી તેને હું સમગ્ર ગુજરાતની મહિલાઓનું ગૌરવ ગણું છું. શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે 12 વર્ષથી વધુ સમય સુધી રહ્યાં અને તેમની જગ્યાએ મારી પસંદગી થઈ તે સ્વાભાવિક રીતે જ આકાશના તારા ગણવા જેવું કઠીન કાર્ય હતું પરંતુ, મને એ વાતનો ગર્વ છે કે તેઓએ ગુજરાતના વિકાસની કંડારેલી કેડીએ જ ઝડપથી આગળ વધારવામાં હું ક્યાંય પાછી પડી નથી.

ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, સિધ્ધાંતો અને શિસ્તબધ્ધતાથી પ્રેરાઈ હું પક્ષમાં જોડાઈ હતી અને આજ સુધી તેનું પાલન કરતી રહી છું. છેલ્લા થોડાક સમયથી પક્ષમાંથી પંચોતેર વર્ષની ઉંમર પછી વરિષ્ઠ કાર્યકર્તાઓએ સ્વૈચ્છિક જવાબદારીમાંથી મુક્ત થવાનું સ્વીકારી આગવી પરંપરા ઉભી કરી છે. જે સૌ માટે ઉદાહરણીય અને અનુકરણીય છે. જેના કારણે આવનારી પેઢીને કાર્ય કરવાની તક મળે છે.

મારા પણ નવેમ્બરમાં પંચોતેર વર્ષ પુરા થનાર છે,પરંતુ 2017ના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવવાની હોઈ તેમજ દર બે વર્ષે યોજાતા રાજ્ય માટે મહત્વના વાઈબ્રન્ટ ગુજરાત સમીટ પણ જાન્યુઆરી 2017માં યોજાનાર હોઈ નવનિયુક્ત થનાર મુખ્ય પ્રધાનને પુરતો સમય મળી રહે તે માટે મેં બે માસ અગાઉ પક્ષના વરિષ્ઠ નેતૃત્વ સમક્ષ મને આ જવાબદારીમાંથી મુક્ત કરવા માટે વિનંતી કરેલ. હું આજે ફરીથી આ પત્ર દ્વારા પક્ષના વરિષ્ઠ નેતૃત્વને મને મુખ્ય પ્રધાન પદની જવાબદારીમાંથી મુક્ત કરવા નમ્ર વિનંતી કરું છું.

ગુજરાતની ગૌરવશાળી પ્રજાની સેવા કરવાની મને તક મળી અને છેવાડાના માનવી સુધી સેવાઓનો લાભ પહોંચાડવા માટે મેં શક્ય તમામ પ્રયત્નો કર્યા છે. રાજ્યરૂપી પરિવારનું નેતૃત્વ કરતા મને જે અપાર પ્રેમ, સ્નેહ અને કામ કરતાં રહેવાની સતત પ્રેરણા મળી છે તે માટે હું મારી હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી વંદન કરૂં છું.

અમિત શાહ ગુજરાતમાં
3 ઓગસ્ટ આનંદીબેનનું રાજીનામું ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં સ્વીકારી લઈને જેના અનુગામીની જાહેરાત કરવાનું નક્કી થયું હતું. ભાજપ અધ્યક્ષ અમિત શાહને ગુજરાત મોકલવા માટે મોદીએ નક્કી કર્યું હતું. બધું જ પ્લાન મુજબ થઈ રહ્યું હતું. ધારાસભ્યોને મળીને મુખ્ય પ્રધાનનું નામ નક્કી કરવાનું હતું. પણ ધારાસભ્યો મળે તે પહેલાં નવા મુખ્ય પ્રધાનની કવાયત અમિત શાહના થલતેજના બંગલા ખાતે શરૂ કરી દેવામાં આવી હતી. અગાઉથી જ નામ નક્કી હતું. માત્ર નેતાઓની સાથે ઔપચારિક વાતો થતી હતી.

અમિત શાહ પોતે અમદાવાદની નારાણપુરાના ધારાસભ્ય ત્યારે હતા. ગુજરાત ભાજપ પ્રભારી દિનેશ શર્મા, વી.સતીષ સાથે ગાંધીનગર ખાતે ભાજપ કાર્યાલ પર બેઠક કરી હતી. મત જાણવા નાટક કરાયું હતું. જેમાં આનંદીબેન પટેલે જેમનું નામ આપેલું તે નિતીન પટેલના સ્થાને વિજય રૂપાણીનું નામ જાહેર કરતાં આનંદીબેન પટેલે વિરોધ કર્યો હતો. તેથી અમિત શાહે એવું કહ્યું કે તો પછી તમે ચલાવો ગુજરાત.

આખરે નિતીન પટેલને નાયબ મુખ્ય પ્રધાન બનાવાયા હતા. નાટક કરીને તેના નામની જાહેરાત ખાનગીમાં ભાજપના ટોચના નેતાઓએ પત્રકારોને ખાનગીમાં કહી અને અખબારોમાં ચલાવી હતી. નિતીન પટેલ પોતે પણ એવું માનતા હતા કે તેઓ મુખ્ય પ્રધાન બનશે. તેમને એવું જ કહેવામાં આવ્યું હતું.

છેલ્લાં દિવસોમાં લોકપ્રિય જાહેરાતો કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં અમિત શાહ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જ બન્યા રહેશે એવી જાહેરાત કરી હતી.

વિજય રૂપાણીએ શું કહ્યું
પ્રદેશ ભાજપ પ્રમુખ વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું કે, આનંદીબેન પટેલ ઉપર કોઈ પણ જાતનું દબાણ કરવામાં આવ્યું નહોતું. નવી પેઢીને તક મળે તે માટે તેમને હાઈકમાન્ડને પદમુકત કરવાની ભલામણ કરી હતી. આ રાજીનામાં બાદ તેઓ આનંદીબેન પટેલને મળવા સી.એમ. હાઉસ ખાતે દોડી ગયા હતાં અને બન્ને વચ્ચે અંગત વાતચીત થઈ હતી.

3 ઓગસ્ટ – છેલ્લા ૩૦ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે કામ કરતાં અને અનેકવિધ જવાબદારીઓ સંભાળ્યા બાદ મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું આપી દીધું હતું.

■સફળ ઓપરેશન

આમ દિલ્હીએ જે ધાર્યું હતું તેજ થઈને રહ્યું,પછી ગુજરાતના રાજકારણમાં ન રહે તેથી આનંદીબેનને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવી દેવાયા હતા. મધ્ય પ્રદેશમમાં દિલ્હીના નેતાના ષડયંત્રોમાં સહયોગ આપવાનો ઈન્કાર કરતાં તેમને હવે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે મૂકવામાં આવ્યા છે.
આમ,એક મહિલા મુખ્યમંત્રીને ગુજરાતના CM પદેથી હઠવવા માટે શરૂ થયેલા કાવાદાવાની આ રાજ રમત ખૂબજ ચર્ચાસ્પદ બની હતી.

આ પણ વાંચો:

The employee drank poison due to the SIR’s workload:મેરઠમાં સિંચાઈ વિભાગના BLO કર્મચારીએ SIR કામગીરીથી ત્રસ્ત થઈ ઝેર પી લીધુ!

Cylinder blast in Goa: ગોવાની નાઈટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 25 લોકોના મોત!

Babri Masjid: હુમાયુએ બંગાળમાં ‘બાબરી મસ્જિદ’નો પાયો નાખ્યો! ચેલેન્જ કરતા કહ્યું”કોઈ અહીંથી એક ઈંટ પણ ખસેડી નહીં શકે!”

Related Posts

Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ
  • December 12, 2025

Valsad bridge: આજકાલના બાંધકામોની ગુણવત્તા ઉપર હંમેશા સવાલો ઉઠતા રહયા છે ત્યારે ખાસ કરીને બ્રિજના નબળા બાંધકામો ઉપર સવાલો ઊઠી રહયા છે આવા સમયે વલસાડના કૈલાશ રોડ સ્થિત ઔરંગા નદી…

Continue reading
Gujarat Lost to Illiteracy: અભણ ગુજરાત: શાળા છોડવાનું પ્રમાણ આખા દેશમાં ગુજરાતમાં સૌથી વધુ!! ડ્રોપ આઉટમાં 341 ટકાનો વધારો!
  • December 11, 2025

(સંકલન,દિલીપ પટેલ) Gujarat Lost to Illiteracy: સંસદમાં કેન્દ્ર સરકારે આપેલા આંકડા મુજબ 2.40 લાખ વિદ્યાર્થીઓ શાળાએ ભણવા જતા નથી. ભાજપ સરકારની નિષ્ફળતા સૂચવે છે. દેશમાં સૌથી વધુ શાળા બહાર કિશોરીઓ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 6 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 6 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 6 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 6 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 14 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 9 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ