Loan Write Off: ગરીબ અને મધ્યમ વર્ગ લોનનો હપ્તો ભરવાનું ચુકી જાયતો તેનું જીવવું હરામ થઈ જાય છે પણ જો ઉદ્યોગકારો કરોડોનું કરી નાખે તો પણ તેને કોઈ ફેર પડતો નથી હાલમાં ઉદ્યોગપતિઓના 6.5 લાખ કરોડ રૂપિયાની લોન રાઇટ-ઓફ’નો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
હાલમાં સરકાર આવા મુદ્દાનું ધ્યાન ભટકાવવા અન્ય મુદ્દા ચર્ચામાં લાવે છે પણ આવા ગંભીર મુદ્દા સાઈડ ઉપર ધકેલી દેવાય છે અને ખેડૂતોના દેવા માફ નથી થતા પણ ઉદ્યોગકારો માટે સરકાર હંમેશા લાલા જાજમ બિછવાતી હોવાનું સામે આવી રહ્યું છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં બેંકો દ્વારા મોટા ઉદ્યોગકારોના NPA (નોન-પર્ફોર્મિંગ એસેટ્સ) કે ‘લોન રાઇટ-ઓફ’ના મુદ્દાને લઈને રાજકીય વિવાદ ચાલતો આવ્યો છે.
સરકારી બેંકો દ્વારા અનિલ અંબાણી, જિંદાલ જેવા ઉદ્યોગપતિઓની કરોડોની લોન માફ કરવામાં આવી છે, જેના પર વિપક્ષ નેતાઓ દ્વારા ખેડૂતો અને સામાન્ય લોકોના દેવાં કેમ માફ નથી થતા તેવા સવાલો સતત ઉઠી રહયા છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, 2015થી 2024 દરમિયાન બેંકોએ લગભગ 12 લાખ કરોડ રૂપિયાની લોન ‘રાઇટ-ઓફ’ કરી છે, જેમાં મોટાભાગની રકમ સરકારી બેંકોની છે ત્યારે ફરી 6.5 લાખ કરોડ રૂપિયાની લોનનો મુદ્દો ઉઠ્યો છે.
આ મુદ્દે સિનિયર પત્રકાર મયુરભાઈ જાની અને હિમાંશુ ભાઈ ભાયાણી દ્વારા વિસ્તૃત ચર્ચા અને છણાવટ કરવામાં આવી છે જે જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો
આ પણ વાંચો:
Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો






