Bhavnagar: મહુવામાં લૂંટ વિથ મર્ડરની ઘટના, તપાસનો ધમધમાટ શરૂ, જાણો સમગ્ર ઘટના

  • Gujarat
  • November 2, 2025
  • 0 Comments

Bhavnagar Crime: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંજળી ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં લૂંટ વિથ હત્યાની ઘટના સામે આવી છે, આ ઘટનામાં 77 વર્ષના એક વૃદ્ધાની તેમના જ ઘરમાં નિર્દયતાપૂર્વક હત્યા કરીને અજાણ્યા શખ્સો દ્વારા સોનાના દાગીનાની લૂંટ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઇ મહુવા ગ્રામ્ય પોલીસ દ્વારા લૂંટ વિથ હત્યાને લઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 મળતી જાણકારી અનુસાર ગત તારીખ 30-10-2025ના  રોજ રાત્રિના સમયે કોંજળી ગામે બન્યો હતો. કોંજળી ગામે રહેતા ઉજીબેન નામના 77 વર્ષીય વૃદ્ધ મહિલાની તેમના જ ઘરમાં હત્યા કરવામાં આવી હતી. કોઈ અજાણ્યા હુમલાખોરોએ વૃદ્ધાનું ગળું દબાવીને લૂંટ અને હત્યાને અંજામ આપ્યો હતો. હત્યા કર્યા બાદ હત્યારાઓએ વૃદ્ધાના કાનમાં પહેરેલા સોનાના ઘરેણાંની લૂંટ ચલાવી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

હત્યાની ઘટનામાં વૃદ્ધ મહિલાના મૃત્યુ બાદ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વૃદ્ધ મહિલાના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ ફોરેન્સિક રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે વૃદ્ધ મહિલાનું મૃત્યુ કુદરતી નહીં, પરંતુ ગળું દબાવી દેવાથી થયું છે, જેથી હત્યાનો ભેદ ખૂલ્યો છે.

સમગ્ર ઘટનાને લઈને મૃતકના પરિવારજનોએ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો વિરુદ્ધ લૂંટ વિથ હત્યાનો ગુનો ફરિયાદ દાખલ કરવી છે. મહુવા ગ્રામ્ય પોલીસે આ ગંભીર ગુનાની નોંધ લઈને વધુ તપાસ હાથ ધરી છે. લૂંટના ઇરાદે ઘરમાં ઘૂસીને વૃદ્ધ મહિલાની હત્યા કરનાર અજાણ્યા હત્યારાઓને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

અહેવાલ- નીતિન ગોહેલ

આ પણ વાંચો:

Junagadh: આશ્રમમાં મહાદેવ ભારતી બાપુ સ્યુસાઈડ નોટ લખી ગુમ થયા, પોલીસ તપાસ ચાલુ

Junagadh: ગિરનાર પરિક્રમાનું મુહૂર્ત, ભક્તોની આસ્થાને લઈ મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતોએ પ્રતિકાત્મક પરિક્રમા શરુ કરી, સાંજે પૂર્ણ થશે

Bangladesh: હસીના બાદ યુનુસ પરથી બાંગ્લાદેશી વિદ્યાર્થીઓનો ભરસો ઉઠ્યો, યુનુસ સરકાર પણ જશે?

Bhavanagar: ‘વલ્લભીપુર તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરો’, ખેડૂતોએ કર્યો ડિજિટલ સરવેનો વિરોધ

ભાવનગરમાં કમોસમી વરસાદ, ખેડૂતો-વેપારીઓને મોટું નુકસાન | Bhavnagar unseasonal rain

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 3 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 7 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 15 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 4 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 12 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 10 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!