
Bihar Election Commission: આ વર્ષે બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવા જઈ રહી છે. આ પહેલા બિહારમાં માત્ર એક જ મહિનામાં મતદારયાદીમાં સુધારો કરતાં લોકો અને વિપક્ષો રોષે ભરાયા છે. કારણે ચૂંટણીપંચ 11 જેટલાં ડોક્યુમેન્ટ લોકો પાસે માગી રહ્યું હતુ. જો કે આ ડોક્યુમેન્ટ ન હોત તો નાગરિકો મત અધિકાર ગુમવી દેત. ત્યારે હવે ચૂંટણીપંચે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થાય તે પહેલા જ ઝૂંકવું પડ્યું છે અને નાગરિકો પાસે ડોક્યુમેન્ટ નહીં માગી શકે. જોકે હવે મતદારો ફોટા કે દસ્તાવેજો જોડ્યા વિના બૂથ લેવલ ઓફિસર (BLO) ને ફોર્મ સબમિટ કરી શકશે.
વિરોધનો સામનો કરતાં નિયમો હળવા કર્યા
આ મુદ્દે સતત ચાલી રહેલા રાજકીય વિરોધની અસર ચૂંટણીપંચ પર પડી છે. બિહારના મુખ્ય અખબારોમાં જાહેરાત આપીને ચૂંટણીપંચે નિયમોમાં છૂટછાટ આપવાની જાહેરાત કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ ફોટો વગર અને દસ્તાવેજો વગર ફોર્મ સબમિટ કરે છે, તો તેનું ફોર્મ પણ સ્વીકારવામાં આવશે. તે 25 જુલાઈ પછી પણ જરૂરી દસ્તાવેજો અપલોડ કરી શકશે.
25 જુલાઈ સુધી મતગણતરી ફોર્મ સબમિટ કરવાના રહેશે
ઉલ્લેખનીય છે કે બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે વોટર ઇન્ટેન્સિવ વેરિફિકેશન અંગેનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર, 25 જુલાઈ સુધીમાં તમામે મતગણતરી ફોર્મ સબમિટ કરવાના રહેશે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ચૂંટણીપંચ જે 11 પ્રમાણપત્રો માંગણી કરતી હતી તે સામાન્ય રીતે દરેક ઘરમાં જોવા મળતા નથી. જોકે મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચતાં ચૂંટણીપંચે ઝૂંકવું પડ્યું છે. તે હવે ડોક્યુમેન્ટ નહીં માગે.
વિરોધ પક્ષોને ચૂંટણીપંચ પર વિશ્વાસ ન હતો. તેમને ડર હતો કે આ પ્રક્રિયા લાખો મતદારો યાદીમાંથી બહાર થઈ જશે. આનાથી તેમને સૌથી વધુ નુકસાન થશે.
‘વસ્તીગણતરી કરવાનું કામ ચૂંટણીપંચનું નથી’
चुनाव आयोग बिहार में मतदाता सूची बना रहा है या फिर जनगणना कर रहा है? आयोग मतदाताओं से जो फॉर्म भरवा रहा है, उसका नाम तो ‘गणना प्रपत्र प्रारूप’ है। कोई भी व्यक्ति आयोग की वेबसाइट https://t.co/hQAndMPvzH पर इसे देख सकता है।
जहां तक मेरी जानकारी है तो जनगणना करना चुनाव आयोग का काम… pic.twitter.com/GidiXP4NYp
— Piyush Babele||पीयूष बबेले (@BabelePiyush) July 8, 2025
ચૂંટણીપંચ બિહારમાં મતદાર યાદી તૈયાર કરી રહ્યું છે કે જનગણના કરી રહ્યું છે? પંચ જે ફોર્મ ભરાવી રહ્યું છે, તેનું નામ “ગણના પત્રક પ્રારૂપ” છે, જે કોઈ પણ વ્યક્તિ https://voters.eci.gov.in વેબસાઈટ પર જોઈ શકે છે. જેથી લોકો કહે છે કે જનગણના કરવાનું કામ ચૂંટણી પંચનું નથી, તે માટે અલગ વિભાગ છે. તો શું ચૂંટણીપંચ બંધારણે આપેલા અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને સુપર બંધારણીય સંસ્થા બનવા માંગે છે? ચૂંટણીપંચે સ્પષ્ટ કરવું જોઈએ કે તે કયા અધિકાર હેઠળ આ ગણના પત્રક ભરાવી રહ્યું છે. પંચનું કામ મતદાર યાદી તૈયાર કરવાનું છે, તો આ ગણના કયા હેતુથી અને કોની કરી રહ્યું છે?
આ પણ વાંચોઃ
Bhavnagar: 19 વર્ષિય કિન્નરનો આપઘાત, મંજૂરી વગર PM કરી નાખ્યું, પરિવારે કહ્યું અતુલ ચૌહાણ….
Rajkot: રાજકોટમાં કલેક્ટર કચેરીનો ઘેરાવ, રોડ નહીં તો ટોલ નહીં, નીતિન ગડકરી પર પ્રહાર
Amit Shah: અમિત શાહને ગુજરાતના લોકો કેમ ધિક્કારે છે?








