
Bihar: બિહારમાં ચૂંટણી આવી રહી છે. તેવા ટાળે ચૂંટણી પંચે મતદાર યાદી સુધારણા કરી રહી છે, તેનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. આ મામલો સુપ્રિ કોર્ટ સુધી પહોંચ્યો છે. ગઈકાલે સોમવારે થોડા સમય માટે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મતદાર યાદી સુધારણાને લઈ ચૂંટણી પંચની ઝાંટકણી કાઢી છે. કારણ કે ચૂંટણી પંચ દેશની નાગરિકતાં માટે આધાર અને મતદાન કાર્ડ (EPIC) ને માન્ય રાખતું નથી. કોર્ટે કહ્યું કે કોઈપણ દસ્તાવેજ નકલી હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે બિહારમાં 65 હજારથી વધુ લોકોને મતદાર યાદીમાંથી 65 લાખથી વધુ લોકોના નામ કાઢવામાં આવ્યા છે. અને હજુ ડોક્યુમેન્ટ તપાસી મતદારોને હટાવવાની કામગીરી ચાલી રહી છે. જાણવા મળી રહ્યું છે કે એકવાર મતદારનું નામ નીકળી ગયા પછી તે દાખલ અપિલ પણ નહીં કરી શકે. તેને મતદાર યાદીમાં નામ દાખલ કરવાનો હક ગુમાવવો પડશે. જેને લઈ ભારે વિરોધ થઈ રહ્યો છે. આજે પણ આ મામલે કોર્ટમાં સુનાવણી થવાની છે. વકીલો માને છે કે 1 ઓગસ્ટ સુધી આ મામલે ચૂકાદો આવે તો સારુ રહેશે.
કોર્ટમાં ગઈકાલે થયેલી કાર્યવાહી
સોમવારે થયેલી સુનાવણીમાં ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે ચૂંટણી પંચના બે પુરાવા બાકાત રાખવાના અભિગમ પર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટની બેન્ચે ચકાસણી પ્રક્રિયામાં આધારકાર્ડ અને રેશનકાર્ડ ચલાવી લેવા માટે કહ્યું છે.
કોર્ટે ચૂંટણી પંચ પર દબાણ કર્યું
ન્યાયાધીશ સૂર્યકાન્તે કહ્યું, “પૃથ્વી પરનો કોઈપણ દસ્તાવેજ બનાવટી હોઈ શકે છે.” તેમણે ચૂંટણી પંચને સમજાતાં દબાણ કર્યું કે જ્યારે નોંધણી ફોર્મમાં આધાર અને EPIC પહેલેથી જ માંગવામાં આવે છે ત્યારે તેમને સંપૂર્ણપણે કેમ સ્વીકારવામાં આવી રહ્યા નથી.
ચૂંટણી પંચે કોર્ટમાં શું દલીલ આપી?
સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે દલીલ કરી હતી કે આધાર નાગરિકતાનો પુરાવો નથી. તેણે એમ પણ કહ્યું હતું કે મોટા પાયે બનાવટી હોવાને કારણે તેમના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની ગયો છે. જોકે, પંચે સ્વીકાર્યું હતું કે આધારને ઓળખના પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. નોંધણી ફોર્મમાં તેનો નંબર પહેલાથી જ પૂછવામાં આવે છે.
નકલી દસ્તાવેજો રોકવા માટે ક્યાં છે સિસ્ટમ, કોર્ટે ઉઠાવ્યો પ્રશ્ન
સુપ્રીમ કોર્ટે આ અંગે પ્રશ્ન ઉઠાવ્યો અને કહ્યું કે જો ચૂંટણી પંચની પોતાની યાદીમાં કોઈ દસ્તાવેજ નિર્ણાયક નથી, તો આ જ તર્ક આધાર અને EPIC પર લાગુ કરી શકાય છે. બેન્ચે પૂછ્યું, ‘જો કાલે તમારા દ્વારા સ્વીકૃત અન્ય દસ દસ્તાવેજો પણ નકલી હોવાનું જાણવા મળે છે, તો આને રોકવા માટે સિસ્ટમ ક્યાં છે? મોટા પાયે લોકોને શામેલ કરવાને બદલે મોટા પાયે શા માટે બાકાત રાખવામાં આવી રહ્યા છે?’ કોર્ટે એવી પણ વિનંતી કરી કે જો કોઈને યાદીમાંથી બાકાત રાખવામાં આવે છે, તો પ્રક્રિયા માટે સમય મર્યાદા નક્કી કરવી જોઈએ.
ત્યારે આ જમુદ્દે જુઓ વધુ ચર્ચા આ વીડિયોમાં
આ પણ વાંચો:
Operation Mahadev: સેનાએ 3 આતંકીઓ ઠાર કર્યાનો દાવો, શું પહેલગામ હુમલામાં સંડોવાયેલા હતા?
UK: ટ્રમ્પનું મોત, પ્લેનમાં બોમ્બ, અલ્લાહુ અકબર… મુસાફરે રાડ્યો પાડ્યા પછી શું નીકળ્યું?
બોલો ! UK ના PM કોરિયન રાષ્ટ્રપતિને ઓખળતા જ નથી
Modi UK visit: અનુવાદકે અંગ્રેજીનું હિન્દીમાં ભાષાંતર કરવામાં ખાધા ગોથા, તો મોદી કેમ હસ્યા?
UP: સ્મશાનમાં ભાજપ નેતાઓ મારમારી પર ઉતર્યા, મહિલાના મોતનો મલાજો ન જાળવ્યો, જાણો પછી શું થયું?
Ahmedabad: ચાચા નહેરુ બાલવાટિકાનું નામ ભાજપે હટાવ્યું, સત્તાના નશામાં નિમ્ન સ્તરની રાજનીતિ, જાણો
Sabarkantha: ઈડરિયા ગઢની રૂઠી રાણીના માળિયા પર જોખમી સેલ્ફીઓ, મોટી દુર્ઘટનાને આમંત્રણ