
Birmingham Test Cricket Match: બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે 336 રનથી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે. અને એક રીતે ઇંગ્લેન્ડના ઘમંડને તોડ્યું છે. કારણકે આ મેદાન પર ભારતીય ટીમ અત્યાર સુધી જીતી શક્યું નથી. ભારતીય ટીમના આ વિજયમાં આકાશદીપની પાંચ વિકટોએ પણ મહત્વનો ફાળો આપ્યો છે. જેવી રીતે શુભમન ગીલની બેટિંગે આપ્યો છે. એ પણ મહત્વની ઘટના છે કે એક ટેસ્ટમાં પહેલીવાર ભારતે 1000 કરતાં વધું રન બનાવ્યા છે. આકાશદીપે 6 વિકેટ ઝડપી અને બાકીના બોલર્સના નામે 1-1 વિકેટ ઝડપી હતી. આ જીત બહુ મહત્વની બની રહી છે. હવે 10મી તારીખે ત્રીજી ટેસ્ટ રમાશે. 
એજબેસ્ટન ટેસ્ટમાં ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગીલે બંને ઇનિંગમાં જોરદાર બેટીંગ કરીને ટીમના જીતનો પાયો નાંખી જ દીધો હતો. એમાં ગીલને એની ગેન્ગનો પણ પૂરતો સર્પોટ પ્રાપ્ત થયો એના પરિણામે ઇંગ્લેન્ડની ટીમ સામે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે. અત્રે નોંધનિય છે કે, આજ સુધી આ મેદાન પર ભારતને જીત પ્રાપ્ત થઈ નથી. આ પહેલી જીત છે ભારતીય ટીમની એજબેસ્ટન મેદાન પર.
શનિવારે ચોથા દિવસના અંતે ઇંગ્લેન્ડની ટીમે 72 રનમાં 3 વિકેટ ગુમાવી હતી. આકાશ દીપે 2 અને મોહમ્મદ સિરાજે 1 વિકેટ ઝડપી હતી. આજે રવિવારે પાંચમા દિવસની શરૂઆત વરસાદના વિઘ્ન સાથે થઈ ત્યારે મેચ ડ્રો થાય તેવી ચિંતાના વાદળો ઘેરાયા હતાં. પરંતુ, બાદમાં મેચ શરૂ થઈ અને લંચ સુધીમાં ભારતીય ટીમે બીજી 3 વિકેટ ઝડપી લીધી હતી. જેમાં આકાશદીપે વધુ 2 વિકેટ લીધી જ્યારે લંચના પહેલાં જ વોશિંગ્ટન સુંદરે 1 વિકેટ ઝડપી હતી. જેને પગલે લંચ થયો ત્યારે ઇંગ્લેન્ડની ટીમનો સ્કોર 153 પર 6 વિકેટ પહોંચ્યો હતો.
પહેલી ઇનિંગમાં જોરદાર બોલીંગ કરી 6 વિકેટ લેનાર સિરાજને બીજી ઇનિંગના અંતિમ દિવસે લંચ સુધી કોઈ વિકેટ પ્રાપ્ત થઈ શકી નહોતી પરંતુ તેણે ખૂબ ચુસ્ત બોલિંગ કરીને બેટ્સમેનો પર દબાવ બનાવી રાખ્યો હતો.
બર્મિંગહામ ટેસ્ટ જીતવા માટે ભારતીય ટીમે ગીલની મહત્વની સદી સાથે કુલ 608 રનનો ટાર્ગેટ ઇંગ્લેન્ડને આપ્યો હતો. ટીમ ઇન્ડિયાએ બીજી ઇનિંગ 427 રને ડિક્લેર કરી હતી. જેમાં રવીન્દ્ર જાડેજા અને કે.એલ. રાહુલનું પણ મહત્વનું યોગદાન હતું.
બેઝબોલ ક્રિકેટ રમવા માટે જાણીતી ઇંગ્લેન્ડની ટીમ 608 રનનો ટાર્ગેટ ચેઝ કરીને મેચ જીતે તેવી શક્યતાઓ લગભગ નહોતી. અને એમાંય ગઈકાલે જે રીતે આકાશદીપ અને સિરાજે બોલીંગ કરી એના કારણે તેમની ત્રણ વિકેટો બહુ ઝડપથી ખેરવાઈ ગઈ હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, શુભમન ગિલે પહેલી ઇનિંગમાં તાબડતોબ 269 રન બનાવ્યા બાદ બીજી ઇનિંગમાં પણ પોતાનો ફોર્મ જાળવી રાખ્યું હતું અને ઇંગ્લેન્ડના બોલરોની ધોલાઈ કરતાં 161 રન બનાવ્યા હતાં. આમ એક ટેસ્ટ મેચમાં કુલ 430 રન બનાવી ભારતીય કેપ્ટન શુભમન ગીલે વિરાટ કોહલી સહિત ઘણાં લોકોના રેકોર્ડ ધ્વસ્ત કર્યા હતાં. વિરાટ કોહલીએ 2017માં શ્રીલંકા સામે બે ઇનિંગમાં કુલ 293 રન બનાવ્યા હતાં. ત્યારબાદ વેસ્ટેન્ડિંઝ સામે બે ઇનિંગમાં અનુક્રમે 289 અને 278 રન બનાવી સુનીલ ગાવસ્કરનું નામ નોંધાયેલું હતું. જે સુનીલ ગાવસ્કરે 1978માં બનાવ્યા હતાં.
શુભમન ગીલ એક ટેસ્ટ મેચની બે ઇનિંગમાં 400થી વધુ રન બનાવનાર પહેલો ભારતીય ક્રિકેટર બન્યો છે. જોકે, એક ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાનો ગ્રાહમ ગૂચ (456 રન)નો રેકોર્ડ તોડવાથી તે પાછળ રહી ગયો હતો. જોકે, ઇંગ્લેન્ડમાં એક ટેસ્ટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ શુભમને પોતાના નામે કર્યો છે. તેણે બર્મિંગહામ ટેસ્ટની બે ઇનિંગમાં કુલ 11 છગ્ગા ફટકાર્યા હતાં.








