
Botad News: ગુજરાતના બોટાદ જીલ્લામાં ખેડૂતો હવે કપાસના ભાવમાં થતી કપાતને લઈ લડી લેવાના મૂડમાં છે. ગઈકાલે ખેડૂતોએ હડદડ ગામે મહાપંચાયતનું આયોજન કર્યું હતુ. જેમાં પોલીસ ખેડૂતોની અટકાયત કરવામા ગઈ હતી. જો કે ત્યા પોલીસ પર ભારે પથ્થરમારો થયો હતો. પોલીસ વાન ઉધી પાડી દેવામાં આવી હતી. જેમાં ઘણા પોલીસકર્મીઓ ઈજાઓનો ભોગ બન્યા છે. આ ઘટના બાદ 85 લોકો સામે ફરિયાદ અને 60 વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. ત્યારે હવે AAP પાર્ટીએ મોટું એલાન કર્યું છે. AAP પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું ‘100 ટીમ બનાવી 400 APMCમાં ચાલતી લૂંટ બંધ કરાવીશું’.
રવિવારે (12 ઓક્ટોબરે) બોટાદના હડદડે ખેડૂતો અને પોલીસ વચ્ચે જબરજસ્ત ઘર્ષણ થયું હતુ. જેમાં ભારે પોલીસ પર પથ્થરમારો થયો હતો. સ્થિતિ બેકાબૂ બનતાં પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. છતાં ઘણા પોલીસકર્મીઓ ઈજાઓના ભોગ બન્યા હતા. ત્યારે AAP પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે આ પથ્થરમારો ભાજપના સમર્થકોએ કર્યો છે.
જે પણ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે ખરીદીમાં છેતરપિંડી થતી હોય તો અમે તે ખેડૂતો માટે એક નંબર જાહેર કરીએ છીએ..
કોઈ પણ APMC માં ખેડૂતો સાથે અન્યાય થતો હોય તો 📞 91049 18196 👈 આ નંબર પર કોલ કરીને આમ આદમી પાર્ટીને જણાવો.
આમ આદમી પાર્ટી ખેડૂતોના હક અને અધિકારો માટે દરેક રીતે લડશે… pic.twitter.com/RKA53Kni6I
— AAP Gujarat (@AAPGujarat) October 13, 2025
હડદડમાં ખેડૂતો સાથેની સભામાં ભાજપે બૂટલેગરોને સાથે રાખી ઘર્ષણ કરાવ્યું હોવાનો પણ આક્ષેપ કર્યા છે. APMCમાં ચાલતી લૂંટનો પર્દાફાશ કરવા માટે ખેડૂતો માટે નંબર પણ જાહેર કર્યો છે તેમજ આગામી સમયમાં 400થી વધુ APMCને લઈને ખેડૂતો સામે ચાલતી લૂંટ બંધ કરવા માટે આંદોલન કરવાની પણ જાહેરાત કરી છે.
કડદા સિસ્ટમ શું છે?
કડદા પ્રથા (અથવા કડદા સિસ્ટમ) એ ગુજરાતના કૃષિ ઉત્પાદન માર્કેટિંગ કમિટી (એપીએમસી) યાર્ડોમાં ખાસ કરીને બોટાદ જેવા વિસ્તારોમાં કપાસ જેવા પાકોના વેચાણ દરમિયાન થતી અનૈતિક અને અન્યાયી પ્રથા છે. આ પ્રથા હેઠળ હરાજી (ઓક્શન)માં ભાવ નક્કી થયા પછી, વેપારીઓ અથવા વેપારીઓના એજન્ટો ખેડૂતોની જણસી (ઉત્પાદન) તોળવા દરમિયાન વજનમાં વધારાની કપાત કરે છે અથવા ભાવમાં કાપ કરીને ખેડૂતોને તેમનો યોગ્ય ભાવ આપતા નથી.
આ કપાતના બહાના તરીકે ભીનાશ, માટી, કીડા અથવા અન્ય નાના કારણો દર્શાવવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે અત્યંત વધારાની અને ગેરમાર્ગે હોય છે, જેનાથી ખેડૂતોને નુકસાન થાય છે.
આ પણ વાંચો:
Botad: હવે રિપોર્ટીંગ કરવું પણ ગુનો છે? BS9ની મહિલા પત્રકાર સાથે પોલીસનું ગેરવર્તન
Botad: હડદડમાં ભારે હિંસા બાદ AAP નેતાઓ સહિત 85 લોકો સામે નામજોગ FIR, જુઓ
આખરે UKSSSC પરીક્ષા રદ, પેપર લીકનો મામલો સામે આવ્યા બાદ કમિશને લીધો મોટો નિર્ણય









