Char Dham Yatra: ચારધામ યાત્રા કે ‘મોતની યાત્રા’? 45 દિવસમાં 120થી વધુ શ્રદ્ધાળુઓના મોત

  • India
  • June 7, 2026
  • 0 Comments

Char Dham Yatra: હિમાલયની પવિત્ર ગણતી ચારધામ યાત્રા હવે શ્રદ્ધાળુઓ માટે જીવલેણ સાબિત થઈ રહી છે. છેલ્લા ૪૫ દિવસમાં ૧૨૦ થી વધુ તીર્થયાત્રીઓએ આ યાત્રા દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા છે, જે ઉત્તરાખંડ સરકારની નિષ્ફળતા અને તંત્રની લાપરવાહીની ચાડી ખાય છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને કારણે થઈ રહેલા આ મોત પાછળનું સત્ય એ છે કે સરકાર પવિત્રતાના નામે ભીડ ભેગી કરવામાં તો માહિર છે, પરંતુ શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે કોઈ નક્કર વ્યવસ્થા કરવામાં સાવ વામણી સાબિત થઈ છે. ચમોલી જિલ્લાના ગૌચર અને બદ્રીનાથ વચ્ચેના અતિશય ઢાળવાળા અને ઠંડા માર્ગો પર જ ૪૫ લોકોએ દમ તોડ્યો છે, છતાં વહીવટી તંત્ર માત્ર કાગળ પરની યોજનાઓ બનાવીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યું છે.

ક્યુઆર કોડનો મજાક

જ્યારે શ્રદ્ધાળુઓ મોત સાથે ઝઝૂમી રહ્યા છે, ત્યારે મુખ્ય ચિકિત્સા અધિકારી ડો. અભિષેક ગુપ્તાએ આપેલો ઉકેલ સાંભળીને હસવું આવે તેમ છે. તેમણે રસ્તા પર ‘ક્યુઆર કોડ’ (QR Code) લગાવવાની જાહેરાત કરી છે, જેથી બીમાર યાત્રીઓ તેને સ્કેન કરીને ડોક્ટરની મદદ માંગી શકે. સવાલ એ થાય છે કે જે વૃદ્ધ શ્રદ્ધાળુ ઊંચાઈ પર ઓક્સિજનની કમીથી હાંફતો હોય, તે આ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરશે? શું સરકાર એ સ્વીકારી રહી છે કે તેમની પાસે યોગ્ય મેડિકલ સ્ટાફ કે સુવિધા નથી, એટલે ટેકનોલોજીના બહાને જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દીધા છે? ૫૪,૦૦૦ તપાસના દાવાઓ વચ્ચે મેદાનમાં ઉતરેલા તીર્થયાત્રીઓનું કહેવું છે કે આ મેડિકલ કેમ્પ માત્ર ડોક્ટર વગરના ખાલી બૂથ છે, જેનું કોઈ અસ્તિત્વ જ નથી.

પોલીસની દાદાગીરી અને શાસકોની ક્રૂરતા

માત્ર સ્વાસ્થ્ય સુવિધાઓ જ નહીં, પણ પોલીસનું વર્તન પણ શ્રદ્ધાળુઓ માટે અભિશાપ બન્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કેદારનાથમાં પોલીસકર્મીઓ વૃદ્ધ શ્રદ્ધાળુઓ પર લાઠીચાર્જ કરતા અને તેમને ધક્કા મારતા નજરે પડે છે. પવિત્ર યાત્રા કરવા આવેલા લોકો સાથે ગુનેગારો જેવો વ્યવહાર કરવો એ સરકારની સંવેદનહીનતા દર્શાવે છે. આસનસોલના એક યાત્રી અભિજીત બસુએ વ્યથા ઠાલવતા કહ્યું કે, સરકારી સુવિધાઓમાં ખોરાક પણ ખૂબ જ ખરાબ મળે છે. એક તરફ સરકાર યાત્રાનો મહિમા ગાય છે અને બીજી તરફ શ્રદ્ધાળુઓને કૂતરાની જેમ મારીને ધકેલી રહી છે. શું આ જ છે આપણી સંસ્કૃતિ અને પરંપરાનું સન્માન?

મોતનો વધતો ગ્રાફ

છેલ્લા કેટલાક વર્ષોમાં ચારધામ યાત્રામાં મૃત્યુનો દર ભયાનક રીતે વધ્યો છે. ૨૦૨૪ માં ૨૪૬ લોકોના મોત થયા હતા, જ્યારે ૨૦૨૫ માં ૮૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવે આ વર્ષના માત્ર ૪૫ દિવસમાં ૧૨૦ મોત એ સાબિત કરે છે કે આ યાત્રા વધુને વધુ ખતરનાક બની રહી છે. ઊંચાઈ પર ઓક્સિજનનું ઓછું સ્તર, સીધું ચઢાણ અને ખરાબ હવામાન હોવા છતાં, સરકાર શ્રદ્ધાળુઓની ઉંમર અને સ્વાસ્થ્ય સ્થિતિને ધ્યાનમાં લીધા વગર લાખો લોકોને પહાડોમાં ધકેલી રહી છે. માત્ર પ્રોફિટ અને પ્રચાર માટે હજારો લોકોના જીવ જોખમમાં મૂકવા એ શાસકોની બદનિયત દર્શાવે છે.

સરકારી નિષ્ફળતાનું સત્ય

આ યાત્રાના રસ્તાઓ પહાડી વિસ્તારોના કપરા માર્ગોમાંથી પસાર થાય છે, જ્યાં એક ભૂલ જીવ લઈ શકે છે. સરકાર મેડિકલ તપાસનો ઢોંગ કરે છે પણ વાસ્તવિકતામાં ત્યાં પર્યાપ્ત એરલિફ્ટ સુવિધા કે આધુનિક હોસ્પિટલો નથી. અધિકારીઓ કહે છે કે દરેકની તપાસ શક્ય નથી, તો પછી શા માટે લાખો લોકોને અતાર્કિક રીતે પહાડો પર ચઢાવાય છે? સરકાર પાસે યાત્રાને નિયંત્રિત કરવા માટે કોઈ બ્લૂપ્રિન્ટ નથી, સિવાય કે યાત્રીઓની સંખ્યા વધારીને પોતાની પીઠ થાબડવી. આ માત્ર યાત્રા નથી, પણ એક એવી વ્યવસ્થા છે જ્યાં શ્રદ્ધાના નામે મોતનો વેપાર ચાલે છે, અને શાસકો આ તમામ ઘટનાઓ પર મૌન સેવી રહ્યા છે.

શ્રદ્ધા અને શોષણનો સંગમ

નિર્દોષ લોકો જ્યારે પોતાની આસ્થા માટે ઘરેથી નીકળે છે, ત્યારે તેમને ખબર નથી હોતી કે તેઓ જીવતા પાછા આવશે કે નહીં. સરકાર તેમની સલામતી માટે નક્કર વ્યવસ્થા કરવાને બદલે કેમ્પના નામે નાટક કરી રહી છે અને રક્ષક ગણાતી પોલીસ ભક્ષક બનીને લાઠીચાર્જ કરી રહી છે. ચારધામ યાત્રા હવે આધ્યાત્મિક અનુભવ મટીને અરાજકતાનું પ્રતિક બની ગઈ છે. સરકાર જો જલ્દીથી યોગ્ય સુવિધાઓ અને સન્માનજનક વ્યવહાર નહીં આપે, તો આવનારા સમયમાં આ યાત્રા શ્રદ્ધાળુઓ માટે ભયનો પર્યાય બની જશે. શ્રદ્ધાના નામે થતું આ શોષણ હવે અટકાવવું જ પડશે.

આ પણ વાંચો: 

Gujarat Political Spying: જનતાના કરોડો રૂપિયા નેતાઓની જાસૂસીમાં સ્વાહા! ગુજરાતમાં કેશુભાઈના સમયથી શરૂ થયેલી ‘સ્પાય ગેમ’ હવે AI સુધી પહોંચી – thegujaratreport.com

Gujarat Cattle Population: ગૌવંશનો હિસાબ મળતો નથી, 75 લાખની હત્યા કે કત્લ? ગુજરાતમાં ગુલાબી ક્રાંતિ બાદ હવે લેબ ક્રાંતિ – thegujaratreport.com

Dhrangadhra Solar Project Corruption: ગ્રીન એનર્જીના નામે ધ્રાંગધ્રાના રણ કાંઠે અબજોનું મહાકૌભાંડ! – thegujaratreport.com

Related Posts

Cancer in Mizoram: મિઝોરમમાં કેન્સરના વધતા કેસોનું ચિંતાજનક ચિત્ર, સ્વચ્છ હવા છતાં કેમ છે દેશનો સૌથી ઊંચો દર?
  • August 16, 2026

Cancer in Mizoram: નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામના આંકડાઓ મુજબ ભારતના કેટલાક નોર્થ-ઈસ્ટર્ન જિલ્લાઓમાં કેન્સરનો દર અત્યંત ઊંચો જોવા મળે છે. પુરુષોમાં મિઝોરમના આઈઝોલ જિલ્લામાં કેન્સરનો દર 2,69.4 પ્રતિ લાખ વસ્તી…

Continue reading
Bihar Liquor Ban: બિહારમાં દારૂબંધીના 10 વર્ષ, શું ‘ડ્રાય બિહાર’ ખરેખર સફળ રહ્યું?
  • August 16, 2026

Bihar Liquor Ban: બિહારમાં નીતિશ કુમાર સરકારે 2016માં સંપૂર્ણ દારૂબંધી લાગુ કરી ત્યારે તેનો મુખ્ય ઉદ્દેશ ઘરેલુ હિંસા ઘટાડવો, પરિવારોની આવક બચાવવી, મહિલાઓ અને બાળકોની સ્થિતિ સુધારવી તથા શિક્ષણ અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Cancer in Mizoram: મિઝોરમમાં કેન્સરના વધતા કેસોનું ચિંતાજનક ચિત્ર, સ્વચ્છ હવા છતાં કેમ છે દેશનો સૌથી ઊંચો દર?

  • August 16, 2026
  • 3 views
Cancer in Mizoram: મિઝોરમમાં કેન્સરના વધતા કેસોનું ચિંતાજનક ચિત્ર, સ્વચ્છ હવા છતાં કેમ છે દેશનો સૌથી ઊંચો દર?

Bihar Liquor Ban: બિહારમાં દારૂબંધીના 10 વર્ષ, શું ‘ડ્રાય બિહાર’ ખરેખર સફળ રહ્યું?

  • August 16, 2026
  • 4 views
Bihar Liquor Ban: બિહારમાં દારૂબંધીના 10 વર્ષ, શું ‘ડ્રાય બિહાર’ ખરેખર સફળ રહ્યું?

Tamil Nadu Politics: તમિલનાડુમાં સૌથી વધુ મંદિરો છતાં ધાર્મિક રાજકારણ કેમ સૌથી ઓછું?

  • August 16, 2026
  • 5 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં સૌથી વધુ મંદિરો છતાં ધાર્મિક રાજકારણ કેમ સૌથી ઓછું?

BCI Manan Kumar Mishra: NALASAR વિવાદમાં BCI અધ્યક્ષે માંગી માફી, વિદ્યાર્થીઓના વિરોધ બાદ મનન કુમાર મિશ્રા બેકફૂટ પર

  • August 16, 2026
  • 5 views
BCI Manan Kumar Mishra: NALASAR વિવાદમાં BCI અધ્યક્ષે માંગી માફી, વિદ્યાર્થીઓના વિરોધ બાદ મનન કુમાર મિશ્રા બેકફૂટ પર

Rahul Gandhi Savarkar Case: સાવરકર કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની મોટી રાહત, UP સરકારની મોટી કાનૂની ખામી સામે આવી

  • August 16, 2026
  • 6 views
Rahul Gandhi Savarkar Case: સાવરકર કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની મોટી રાહત, UP સરકારની મોટી કાનૂની ખામી સામે આવી

PM Modi Dimagi Naxal: ‘દિમાગી નક્સલ’ શબ્દ પર રાજકીય ઘમાસાણ, વિપક્ષનો આરોપ- અસંમતિને દબાવવા સરકાર નવા લેબલનો ઉપયોગ કરે છે

  • August 16, 2026
  • 9 views
PM Modi Dimagi Naxal: ‘દિમાગી નક્સલ’ શબ્દ પર રાજકીય ઘમાસાણ, વિપક્ષનો આરોપ- અસંમતિને દબાવવા સરકાર નવા લેબલનો ઉપયોગ કરે છે