
દિલીપ પટેલ, વરિષ્ઠ પત્રકાર
Corruption bridge Part-1: ગુજરાત આંકર માળખા બોર્ડ દ્વારા ટ્રાફિક વોલ્યુમ્સ મેળવવા માટે અભ્યાસના ભાગરૂપે વાહનો કેટલાં પસાર થાય છે તેનો(CVC) સર્વે 8 સપ્ટેમ્બર, 2005માં કરાયો હતો. 3 દિવસ માટેના સર્વે મથક રાજકોટ-અમદાવાદ માર્ગ પર બગોદરા ક્રોસિંગ ખાતે અમદાવાદ તરફ આવેલું હતું. 11,223 વાહનો રોજ સરેરાશ પસાર થતાં હતા. જેમાં કાર, જીપ, વાન અમદાવાદ તરફ 1909 રાજકોટ તરફ 1931 કુલ વાહનો 3840 34. ટકા 2% વાહનો પસાર થયા હતા.
દ્વીચક્રી વાહનો અમદાવાદ તરફ 504, રાજકોટ તરફ 564, કુલ વાહનો 1068 અને 9.5% વાહનો દ્વીચક્રી હતા. એસટી બસ અમદાવાદ તરફ 272, રાજકોટ તરફ 250, કુલ સરકારી બસ 522 પસાર થઈ હતી. જે કુલ વાહનના 4.7% હતી.
ખાનગી લક્ઝરી બસ અમદાવાદ તરફ 349, રાજકોટ તરફ 374, કુલ બસ 723 પસાર થઈ હતી. જે કુલ પસાર થયેલા વાહનોના 6.4% હતા. ખટારો અને ટેન્કર અમદાવાદ તરફ 1144, રાજકોટ તરફ 1294, કુલ વાહનો 2438 2 પસાર થયા હતા. જે 1.7% ટકા હતા. મલ્ટી એક્સેલ ખટારો અમદાવાદ તરફ 1322, રાજકોટ તરફ1311, પસાર થયેલી મોટી ટ્રકો 2633 હતી. જે કુલ વાહનના 23.5% ટકા હતી. આમ કુલ વાહનો રોજના સરેરાશ અમદાવાદ તરફ 5500, રાજકોટ તરફ 5724 વાહનો હતા. કુલ 11,224 વાહનો રોજ 3 દિવસની સરેરાશમાં પસાર થયા હતા.
જેના પરિણામો આવા જોવા મળ્યા
સૌથી વધુ કાર રાજકોટથી અમદાવાદ (19%) અને ભાવનગરથી અમદાવાદ (7%) ચાલતી હતી.
દ્રીચક્રી વાહનો રાજકોટથી અમદાવાદ (14%) અને અમદાવાદથી રાજકોટ (10%) સુધી ચાલી હતી.
સરકારી બસો ભાવનગરથી અમદાવાદ (7%) અને અમદાવાદથી રાજકોટ (6%) માટે મહત્તમ હતી.
સૌથી વધુ ખાનગી બસો અમદાવાદથી ભાવનગર (24%) અને ત્યારબાદ ભાવનગરથી અમદાવાદ (19%) હતી.
સૌથી વધુ ટ્રકો મહારાષ્ટ્રથી રાજકોટ (6%) અને ત્યારબાદ રાજકોટથી અમદાવાદ (4%) જતી હતી.
મલ્ટી એક્સેલ્સ ટ્રકો જામનગરથી ઉત્તર ભારત (3%), ભાવનગરથી અમદાવાદ, જામનગરથી વડોદરા (3%), મહારાષ્ટ્રથી કચ્છ અને પછી જામનગરથી અમદાવાદ (2.5%) મહત્તમ હતી.
2023માં આ ધોરીમાર્ગ પરથી વાહનોની સંખ્યા ઘણી વધી ગઈ હતી. ખરેખ તો 2014માં જ સૌરાષ્ટ્રના રાજકોટ અને ભાવનગરના ધોરી માર્ગો 6 લેન થઈ જવા જોઈતા હતા. પણ તે 2023 સુધી તૈયાર થયા ન હતા. આવું જ શામળાજી, મહેસાણા માટે થવું જોઈતું હતું.
આ પણ વાંચોઃ
Sabarkantha: ગાંજો રાખવા અને ઉગાડવા મામલે મંદિરના મહંત સહિત બેની ધરપકડ
Japan Heavy Rain: જાપાનમાં વરસાદે અને વાવાઝોડાએ મચાવી તબાહી, બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી!
Gujarat Bridges Roads cost: છેલ્લાં 10 વર્ષમાં પુલ અને રસ્તાઓ પાછળ 1 લાખ કરોડનો ખર્ચ, છતાં હાલત ખરાબ
Gambhira Bridge collapse: સંવેદના વ્યક્ત કરવામાં ભાજપ નેતાઓએ કર્યું કોપી પેસ્ટ, પછી શું થાય બોલો!