
Dhanteras 2025: આપણી પ્રાચીન પરંપરા મુજબ દિવાળી ઉપર ધન તેરસના દિવસે ધનની પૂજા કરવામાં આવે છે માતા લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે અને આ દિવસે સોનુ ખરીદવાનો મહિમા પણ છે પણ હવે માત્ર ચલણી સિક્કાનું પૂજન કરવું પડે તેવી સ્થિતિ વચ્ચે શુગનનું સોનુ ખરીદવું પણ સામાન્ય માણસ માટે અશક્ય બની ગયું છે તેથીજ જવેલર્સની દુકાનોમાં ગણ્યા ગાંઠ્યા ગ્રાહકોને બાદ કરતાં કોઈ નજરે ચડતું નથી.
ધનતરેસના દિવસે સોનાના ભાવ 10 ગ્રામ દીઠ 1,32,830 પહોંચી ગયા છે.રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં ગઈકાલે સોનાના ભાવ 3,200 રૂપિયા વધીને 1,34,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે જે ધનતેરસની પૂર્વ સંધ્યાએજ વધ્યા છે.
એકજ દિવસમાં 3થી 4 હજારનો ભાવ વધારો થયો છે જે દિવાળી સુધીમાં ભાવ 1.35 લાખ પર પહોંચવાની શક્યતા છે.આમ,દિવાળી સુધીમાં સોના-ચાંદીના ભાવમાં મોટો વધારો આવી શકે છે કારણકે લોકો શેર બજારની જગ્યાએ હવે સોનામાં રોકાણ કરવાનું શરૂ કરતાં ભાવો હવે આસમાને જશે.
સોના અને શેરબજાર વચ્ચેની તુલના કરતા શેર બજારમાં જેઓએ રોકાણ કર્યું તેઓને વિતેલા એક વર્ષમાં કોઇ ખાસ રિટર્ન મળ્યું નથી પણ બીજી તરત દેશના વાયદા બજારમાં સોનાના ભાવમાં 51,000 રૂપિયાથી વધુનો વધારો અને ચાંદીના ભાવમાં લગભગ 70,000 રૂપિયાનો વધારો થયો છે. જોકે આ વખતે મૂહૂર્ત ટ્રેડિંગનો દિવસ 21 ઓક્ટોબર એટલે કે દિવાળીના એક દિવસ પછી છે. હવે જોવાનું રહે છે કે શેરબજાર અને સોના-ચાંદીના ભાવ વચ્ચે શુ ફર્ક હશે.
એક વર્ષની તુલનામાં રોકાણકારો ગણિત લગાવી રહયા છે કે ગયા વર્ષે 31 ઓક્ટોબરે એમસીએક્સ પર સોનાના ભાવ 78,430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયા હતા. જે 16 ઓક્ટોબરે બજાર બંધ થયા પછી ભાવ ઘટીને 1,29,852 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયા.મતલબ કે વાયદા બજારમાં સોનાના ભાવમાં 51,422 રૂપિયા પ્રતિ 10 ગ્રામ એટલે 65.56 ટકાનો વધારો થયો છે.
જોકે 17 ઓક્ટોબરના ટ્રેડિંગ સત્ર દરમિયાન સોનાના ભાવ 2,442 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 1,32,294 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા, જે રેકોર્ડ ઉચ્ચ સ્તર છે.
બીજી બાજુ ચાંદીના ભાવમાં પણ ગત વર્ષની દિવાળીથી લઈ અત્યાર સુધી નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.માહિતી અનુસાર ગત દિવાળીએ વાયદા બજારમાં ચાંદીના ભાવ રૂપિયા 97,740 પ્રતિ કિલોગ્રામ હતા. 16 ઓક્ટોબર 2025ના ચાંદીના ભાવ રૂપિયા 167,663 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા છે.
રોકાણકારોના મતે શેરબજારે ગત દિવાળી પછી કોઈ ખાસ વળતર આપ્યું નથી.ડેટા પર નજર કરવામાં આવે તો બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ ગત દિવાળી, 31 ઓક્ટોબર 2024ના 79,389.06 પોઈન્ટ પર બંધ થયો હતો જે અત્યારે વધીને 83,952.19 પોઈન્ટ પર પહોંચ્યો છે જેનોઅર્થ એ થયો કે સેન્સેક્સે રોકાણકારોને 5.75 ટકા વળતર આપ્યું છે જ્યારે નિફ્ટીએ પણ રોકાણકારોને કોઈ ખાસ વળતર આપ્યું નથી. શેરબજારના ડેટા પર નજર કરીએ તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક 17 ઓક્ટોબર, 2025 ના 25,709.85 પોઈન્ટ પર બંધ થયો હતો, જ્યારે ગયા વર્ષે દિવાળી 31 ઓક્ટોબર 2024 ના નિફ્ટી 24,205.35 પોઈન્ટ પર હતો. એટલે કે આ સમયગાળા દરમિયાન નિફ્ટીએ રોકાણકારોને 6.21 ટકા વળતર આપ્યું છે.
આમ,શેર બજારની તુલનામાં રોકાણકારો ને સોનામાં વધુ નફો મળી રહ્યો હોય રોકાણકારો લગડીમાં રોકાણ કરી રહયા છે.ગોલ્ડમેન સૅક્સના તાજેતરના અહેવાલ મુજબ, બેંકે આવતા વર્ષ સુધીમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ $5,000 રાખવાનો લક્ષ્યાંક રાખ્યો છે. રૂપિયાની દૃષ્ટિએ, વર્તમાન વિનિમય દરે આ ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે ₹1,55,000 થશે. બ્રોકરેજ ફર્મ પીએલ કેપિટલના ડિરેક્ટર સંદીપ રાયચુરાએ જણાવ્યું હતું કે સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,44,000 સુધી પહોંચી શકે છે.
આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં આશરે 50,000નો વધારો થયો છે. 31 ડિસેમ્બર, 2024ના રોજ, 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 76,000 હતી, જે હવે વધીને ₹1.34000 લાખ થઈ ગઈ છે.
આ પણ વાંચો:
Botad: બોટાદ કડદા વિરુદ્ધ ‘કડક’ આંદોલન, AAP નેતા રાજુ કરપડા-પ્રવીણ રામની ધરપકડ








