Tariff Threat: ઈરાન સાથે વેપાર કરતા દેશોએ 25 ટકા ટેરિફ ચૂકવવો પડશે ; ટ્રમ્પની જાહેરાત

  • World
  • January 13, 2026
  • 0 Comments

Tariff Threat: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે દુનિયાના તમામ દેશોને આદેશ આપી દીધો છે કે ઈરાન સાથે કોઈ પણ દેશોએ વેપાર કરવાનો નથી, અને મારા આદેશ બાદ પણ કોઈ દેશ ઈરાન સાથે વેપાર કરશેતો 25 ટકા વધુ ટેરીફ ચૂકવવો પડશે.ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘ઈરાન સાથે વેપાર કરતા કોઈપણ દેશે તાત્કાલિક અસરથી અમેરિકા સાથે કરવામાં આવતા તમામ પ્રકારના વેપાર પર 25 ટકા ટેરિફ ચૂકવવો પડશે.’

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના આદેશને અંતિમ અને નિર્ણાયક ગણાવ્યો.ટ્રમ્પના નિર્ણયથી ઈરાન પર દબાણ વધવાની ધારણા છે. નોંધનીય છે કે ઈરાનમાં છેલ્લા 15 દિવસથી દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.ટ્રમ્પે પોતાની પોસ્ટમાં સ્પષ્ટતા કરી હતી કે આ ટેરિફ તાત્કાલિક અમલમાં આવશે.અગાઉ, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે પણ ઈરાનને પરોક્ષ ચેતવણી આપી હતી.

● વ્હાઇટ હાઉસે કઈ ચેતવણી આપી?

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને, કેરોલિન લેવિટે કહ્યું, “રાષ્ટ્રપતિ ટ્રમ્પ હંમેશા બધા વિકલ્પો ખુલ્લા રાખે છે.રાજદ્વારી તેમની પહેલી પસંદગી છે, પરંતુ જો જરૂરી હોય તો લશ્કરી કાર્યવાહી, હવાઈ હુમલા પણ વિકલ્પો છે.” લેવિટે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. તેમણે સમજાવ્યું કે ઈરાની શાસન જાહેર મંચો પર જે નિવેદનો આપી રહ્યું છે તે યુએસ વહીવટીતંત્રને આંતરિક ચેનલો દ્વારા મળી રહેલા ખાનગી સંદેશાઓથી અલગ છે.

તેમણે કહ્યું કે ટ્રમ્પ આ ખાનગી સંદેશાઓની ગંભીરતાથી તપાસ કરવા માંગે છે અને જોવા માંગે છે કે શું વાતચીત માટે કોઈ વાસ્તવિક અવકાશ છે.ઉલ્લેખનીય છે કે ઈરાને કહ્યું હતું કે વાતચીતનો માર્ગ ખુલ્લો છે. જોકે, ઈરાન સતત અમેરિકા વિરુદ્ધ નિવેદનો આપી રહ્યું છે. ઈરાન ઈઝરાયલ અને અમેરિકા પર દેશને અસ્થિર કરવાનો આરોપ લગાવી રહ્યું છે.

● ટ્રમ્પ કડક પગલાં લેતા અચકાશે નહીં: કેરોલિન લેવિટ

વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ કહ્યું, “ટ્રમ્પ હંમેશા વાતચીત અને રાજદ્વારી કાર્યવાહીને પ્રાથમિકતા આપે છે.તેમનું માનવું છે કે કોઈપણ મુકાબલો પહેલાં બધા શાંતિપૂર્ણ વિકલ્પોનો ઉપયોગ કરી લેવો જોઈએ.” જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે જો અમેરિકન સુરક્ષા અથવા હિતોને જોખમમાં મૂકવામાં આવે છે, તો રાષ્ટ્રપતિ કડક નિર્ણયો લેતા અચકાશે નહીં.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

 

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા
  • March 22, 2026

War Update: ઈરાન યુદ્ધના આટલા દિવસોમાં તા.22 માર્ચના રોજ ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પહેલીવાર કબુલ્યું છે કે ‘આજે અમારા માટે અત્યંત મુશ્કેલ સાંજ છે.’ 21 માર્ચની રાત્રે ઈરાને ઇઝરાયલ પર…

Continue reading
Pakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!
  • March 22, 2026

Pakistan News: ભારતીય ધરતી પર હિંસા ફેલાવતા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના કમાન્ડરને પાકિસ્તાનમાં ઠાર મારવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, શનિવારે ઈદની નમાજ પછી લશ્કર કમાન્ડર બિલાલ આરિફ સલાફીની ચાકુ માર્યા બાદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

  • March 23, 2026
  • 3 views
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 6 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 13 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 10 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 11 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 12 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર