Dwarka માં TATA સિમેન્ટના રજકણોથી મોટો ખતરો, લોકોનો અવાજ ના ટાટાએ સાંભળ્યો કે નરેન્દ્ર મોદીએ!, આ વેદના હવે કોણ સાંભળશે?

  •    ગુજરાતમાં ટાટા શુદ્ધ સિમેન્ટ પ્રદૂષણ ફેલાવે છે
  • અનેક ફરિયાદો કરી પણ ટાટા કંપની અને ભાજપના નેતાઓ કંઈ કરતાં નથી

દિલીપ પટેલ
અમદાવાદ, 5 મે 2025

 Dwarka TATA Company Pollution: અદાણી, રિલાયન્સ અને ટાટા એમ ત્રણયે કંપનીઓ સિમેન્ટ બનાવે છે. ગુજરાતમાં 31 સિમેન્ટ ફેક્ટરીઓ છે. દ્વારકા નજીકમાં ટાટાના શુદ્ધ સિમેન્ટ પ્લાંટ દ્વારા 1993થી 5 ગામના લોકોના જીવન, ખેતી, પશુપાલન, પાણી, હવા, જમીન, ગૌચર, વન બરબાદ કરી નાંખ્યા છે. 31 વર્ષથી ગામના લોકો યાતના ભોગવે છે. પણ ભાજપના તમામ 6 મુખ્ય પ્રધાનોના સમયમાં પક્ષ માટે પૈસા લઈ આવે છે પણ લોકોના આર્થિક, સામાજિક અને આરોગ્યથી જીવન બરબાદ કરી દીધા છે. ઓછા ભણેલા લોકોનો અવાજ ટાટા પણ સાંભળતા ન હતા અને નરેદ્ર મોદી પણ સાંભળતા નથી.

સિમેન્ટની રજકણોએ લોકોનું જીવવું હરામ કરી નાખ્યું છે. ભાજપની તમામ સરકારો ફંડ મેળવીને ચૂપ થઈ જાય છે. ગુજરાતના દ્વારકા નજીક ટાટા કેમિકલ્સ લિમિટેડ, ભારતમાં સિમેન્ટનો અગ્રણી નિકાસકાર, ઉત્પાદક, સપ્લાયર છે. ભારતમાં બજારમાં પોતાનું નામ બનાવ્યું છે. ટાટા શુદ્ધ સિમેન્ટ બજારમાં 4% હિસ્સો ધરાવે છે.

દ્વારકામાં આરોગ્ય સામે ખતરો

દ્વારકા જિલ્લાના દેવપરા ગામ સહિત 5 ગામમાં પ્રદૂષણની આફત આવી છે. ગામની 4 હજાર વસતી પર પ્રદૂષણનો રાક્ષસ આવી ગયો છે. ટાટા કંપની દ્વારા જે સિમેન્ટ ઉત્પાદન કરવામાં આવે છે તે પ્લાન્ટ દેવપરા ગામની ખૂબ જ નજીક છે. આ સિમેન્ટ પ્લાન્ટ દ્વારા જે રજકણો હવામાં છોડવામાં આવે છે તે આરોગ્ય સામે ખતરો અને ખૂબ જ ગંભીર છે. સામાજિક આગેવાન દેવરામભાઈ વાલા 15 વર્ષથી લડી રહ્યાં છે. તેમ છતાં પ્રદુષણ બોર્ડ કે સરકાર દ્વારા કોઈ જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી.

5 ગામની ખેતી બદબાદ

 

દેવપરા, પાડલી, લાલસિંગપુર, હમુસર, ભીમરાણા ગામની ખેતીની જમીન પર અસર થઈ છે. પ્લાન્ટમાંથી નીકળતી ધૂળ નજીકની જમીનો અને રસ્તાઓને અસર કરે છે. ત્વચા, શ્વાસ અને ઘણી આરોગ્ય સમસ્યાઓ છે.

સુરજકરાડી, ભીમરાણા, દેવપરા, લાલસીંગપુર, આરંભડા, પાડલી, હમુસર, શામળાસર, રાજપરા, પોશીત્રા, મુળવેલ, પીંડારા, મહાદેવીયા, ગુરગઢ, ટુપણી, ચરકલા, ગાગા, બામણાસર, સુઈનેશ, મઢી-2, મેરીપર, ભીમપરા જેવા ગામડાઓમાં ઝેરી કેમીકલ યુક્ત હવા અને પાણી છોડવામાં આવી રહયુ છે.

તપાસ કરાવવા અને ટાટા કંપની વિરૂધ્ધ પગલા લેવા માંગણી છતાં ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકાર કંઈ કરતી નથી. ટાટા કંપની દ્વારા કયારેય યોગ્ય સહકાર આપવામાં આવેલો નથી.

ટાટા કેમીકલ્સ લીમીટેડનો સીમેન્ટ બનાવવાનો પ્લાન્ટ રહેણાંક વિસ્તાર દેવપરાથી ખુબ જ નજીક આવેલો છે. ઝેરી ગેસ,રજકણો, સીમેન્ટની ડસ્ટ વિગેરેનુ ખુબ જ પ્રદુપણ થાય છે. દેવપરા સુરજકરાડીના ઘણા લોકો મોતને મુખ ભેટેલા છે. ઘણા બધા જીવો મોતને મુખ ધકેલાઈ તેવી પરિસ્થિતિ છે.

કેન્સર અને ગંભીર રોગ

મીઠાપુરમાં ટાટા કેમિકલ્સ અને સિમેન્ટ પ્લાન્ટથી જનતા પરેશાન, પ્રદૂષણના કારણે ગામમાં વધી ગંભીર બીમારી થઈ છે. તેમને અનેક વખત ગામ લોકોએ પોતાની પીડા કહી છે કે અહીં લોકો કેન્સર, શ્વાસ અને ટીબીથી ટપોટપ મરી રહ્યાં છે.

માલધારી લોકો રહે છે. ટાટા કેમિકલ્સના કારણે હવે લોકોના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. પ્રદુષણના તમામ નિયમો નેવે મૂકી ટાટા સિમેન્ટથી પ્રદૂષણ ફેલાય છે. ગામડાઓના લોકો ખુબ બીમાર પડી ગયેલા છે અને ઝેરી કેમીકલ યુક્ત પાણીને લીધે લોકો મોતના મુખમાં ભેટી રહયા છે. વયોવૃધ્ધ અને બાળકો તથા બિમાર લોકો બહાર નીકળી શકતાં નથી.

દેવપરાના રહેવાસીઓ શુદ્ધ હવા, પાણી, ખોરાક કે જીવન ઉપયોગી કોઈ કાર્ય કરી શકતા નથી. મોતના મુખમાં ધકેલાઈ જાય એવી ગંભીર પ્રકારની બીમારી થાય છે.

ખેતી

સિમેન્ટ પ્લાન્ટ સ્થપાયો તે પહેલા ત્રણ ગણું ઉત્પાદન લઈને ખેતી કરતા હતા, હવે સિમેન્ટ પ્લાન્ટ દ્વારા ડેસ્ટિંગને કારણે ખેતીની જમીન પર ખેતી થતી નથી. વાયુ પ્રદૂષણને કારણે ખેતીની જમીનની ફળદ્રુપતા ઘટી છે. ગામડાઓના કૂવા, તળાવ અને પીવાના પાણીને અસર થાય છે. કારણ કે ઓકમેન્ટ પ્લાન્ટની ધૂળ સિમેન્ટ પ્લાન્ટ દ્વારા વાયુ પ્રદૂષણ ગામ દેવપરામાં આ ધૂળના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

પાડલી ડિસ્ચાર્જ પોઈન્ટ પર, સેટલિંગ પોન્ડ્સ નજીક ખૂબ જ મોટા આર્કા 2.5 ચોરસ કિલોમીટરમાં ઘન કચરાના સ્પ્રેઈડીના ખૂબ ઊંચા ઢગલા જોવા મળે છે, સોલિડ વેસ્ટ કંપની દ્વારા દેવપરા રોડ પર ટ્રક દ્વારા પરિવહન કરવામાં આવે છે જે આસપાસના વિસ્તારમાં ફેલાયેલી ધૂળને યોગ્ય રીતે આવરી લેવામાં આવતા નથી.

ગામડાની જમીનની ફળદ્રુપતા પર સફેદ ચુના, સ્લરી ઈલીંગથી લઈને દરિયામાં તળાવ અને નજીકની ખેતીની જમીનને કારણે અસર થાય છે.

મીઠાનું પરિવહન કરતી ટ્રકોને તાડપત્રીથી ઢાંકવું જોઈએ જે પૂર્ણ થયું ન હતું. સમલાસરથી કંપની સુધી મીઠાના પરિવહન માટે ખુલ્લી ટ્રકોને કારણે રસ્તાઓ પર મીઠું ઠલવાય છે અને ગામની ખેતીની જમીન બગડે છે.

પાડલી ગામની સીમમાં ઘણા વર્ષોથી ખુલ્લી નાળા દ્વારા પાણી વહન કરવામાં આવતા કચરાના રસાયણોને કારણે ગામોના કુવાઓ, તળાવો અને ભૂગર્ભ જળને અસર થાય છે.
સર્વે નં.27માં, જ્યાં ગૌચરની જમીન આવે છે, ત્યાં કંપની વર્ષોથી ઘન કચરો નાખીને ગૌચરની જમીન પર કબજો જમાવી રહી છે.

સિમેન્ટ ઉત્પાદન

ટાટા કેમિકલ્સ લિમિટેડ ગુજરાતના મીઠાપુરમાં સિમેન્ટ પ્લાન્ટ ધરાવે છે, જેની સ્થાપના 1093માં થઈ હતી. આ પ્લાન્ટ, મુખ્ય સોડા એશ પ્લાન્ટનો ભાગ છે. તે આધુનિક ડ્રાય પ્રોસેસ ટેકનોલોજીનો ઉપયોગ કરતો હોવાનો દાવો કરે છે. ટાટા શુદ્ધ સિમેન્ટનું ઉત્પાદન કરે છે. O.P.C. સામાન્ય પોર્ટલેન્ડ સિમેન્ટ 53 ગ્રેડ અને ચણવામાં વપરાતા સિમેન્ટ છે. આ પ્લાન્ટની સ્થાપિત ક્ષમતા પ્રતિ દિવસ 1500 ટન છે અને તે સોડા એશ ઉત્પાદન પ્રક્રિયામાંથી બચેલા ચૂનાના પથ્થરને પ્રક્રિયા કરવા માટે સ્થપાયેલો હોવાનો દાવો કરે છે.

સોડા એશ બનાવતાં નિકળતા ઉપ-ઉત્પાદનો, ખાસ કરીને નાના કદના ચૂનાના પથ્થરનો ઉપયોગ કરવા માટે બનાવવામાં આવ્યું છે.

સુરજકરાડી પ્લાંટ હવે મોટો થશે

ટાટા કેમિકલ્સ કારખાનું 1939માં મીઠાપુરમાં આવ્યું હતું. 1993થી મીઠાપુરમાં સિમેન્ટ પ્લાન્ટ ચાલુ થયો હતો. મીઠાપુરનું ઔદ્યોગિક ટાઉનશીપ દ્વારકાથી 20 કિમી ઉત્તરમાં અને ઓખા બંદરથી 9 કિમી દક્ષિણમાં સ્ટેટ હાઇવે 25 -A નજીક છે. મીઠાપુર અને સુરજકરાડી ખાતે પ્લાંટ વિસ્તૃત કરવામાં આવી રહ્યો છે.

પ્રોજેક્ટ દરિયાઈ અભયારણ્ય અને તેના પર્યાવરણીય સંવેદનશીલ ઝોનથી 5 કિ.મી.ની અંદર છે.

231 હેક્ટર વિસ્તારમાં પ્લાંટનું વિસ્તરણ થવાનું છે. મીઠાપુર સાઇટ પર સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા વર્ષે 7 લાખ 87 હજારથી વધારીને 9 લાખ ટન સુધી વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેથી ગામ લોકો ભડકી ગયા છે. તેઓ માને છે તે તેનાથી અહીં મોતનું તંડવ ખેલાવાનું છે. જે રીતે સમુદ્રના પાણીથી દ્વારકા નગરી ડૂબાડી હતી તેમ અહીં ટાટાના સિમેન્ટ લોકો હવાના રજકણોમાં ડૂબીને મરી રહ્યાં છે.

વધારાની જમીન સંપાદિત કરવાની રહેશે નહીં. પ્રસ્તાવિત પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 133 કરોડ છે. પર્યાવરણ વ્યવસ્થાપન યોજના માટે ખર્ચ- રૂ. 30 કરોડ કરશે.

હાલ 5 લાખ 62 હજાર લીટર પાણી હાલ રોજનું વાપરે છે. જે નવો પ્લાંટ બનતાં બીજું 2 લાખ 30 હજાર લિટર વધારે પાણી વાપરશે. આમ કુલ 8 લાખ 22 હજાર વિટર પાણી તો માત્ર સિમેન્ટ માટે મીઠું પાણી જોઈશે.

જ્યારે સમુદ્રનું પાણી 8 લાખ 98 હજાર લિટર વાપરે છે. જે 2 લાખ 23 હજાર બીજું વાપરશે આમ કુલ 11 લાખ 20 હજાર લિટર પાણી રોજનું સિમેન્ટ માવે વપરાશે. મીઠું અને ખારુ મળીને 20 લાખ લિટર પાણી વાપરવાના છે.

ક્લિંકર 8 લાખ 25 હજાર ટન વર્ષે વાપરે છે. ફ્લાય એસ 24 હજાર ટન વાપરે છે જે વહે 27500 ટન થવાની છે. જીપ્સમ 40 હજાર ટનથી વધારીને 45 હજાર ટન સિમેન્ટ માટે વાપરવાના છે. અહીં માત્ર 130 લોકોને રોજગારી નવા પ્લાંટથી મળવાની છે. તેનો મતલબ કે પ્લાંટથી રોજગારી ઘણી ઓછી મળી રહી છે.

શું છે સિમેન્ટ?

સિમેન્ટમાં ગંધહીન સફેદથી રાખોડી પાવડર જે મુખ્યત્વે પાણીમાં અદ્રાવ્ય હોય છે. જ્યારે પાણી ઉમેરવામાં આવે છે ત્યારે તે બાંધકામના ઉપયોગો માટે બાઈન્ડર બની જાય છે. સિમેન્ટમાં કેલ્શિયમ સિલિકેટ્સ, એલ્યુમિનેટ્સ, ફેરોલ્યુમિનેટ્સ અને સલ્ફેટ છે. થોડી માત્રામાં આલ્કલી, ચૂનો અને ક્લોરાઇડ હોય છે. રાખ પણ તેમાં હોઈ શકે છે.

જોખમી ઘટકો

ચૂનો, કેલ્શિયમ સિલિકેટ્સ અને આલ્કલી સિમેન્ટમાં હોય છે ત્યારે તેને પાણીમાં મિશ્ર કરવામાં આવે છે ત્યારે તે સંભવિત જોખમી આલ્કલાઇન દ્રાવણને જન્મ આપે છે. આંખો આંખોને નુકસાન કરે છે. ચામડી પર ગંભીર બળતરા અને ચાંદાનું કારણ બની શકે છે. બાળકોને સફાઈ કામગીરીથી દૂર રાખો.

ટાટા તેના સિમેન્ટ બેગ અંગે તેના ગ્રાહકોને કહે છે કે, ખોરાક, પીણાં અથવા તમાકુ ઉત્પાદનોની નજીક રાખશો નહીં. પોતાની સિમેન્ટને ઈકોફ્રેન્ડલી કહે છે, એવો દાવો કંપની તેની જાહેરાતોમાં કરે છે.

સોડા એશની ઉત્પાદન પ્રક્રિયા સ્લરીમાં મોટી માત્રામાં બિનઉપયોગી ચૂનાના પત્થર અને કેલ્શિયમ ઉત્પાદનો આ સિમેન્ટમાં વપરાય છે.

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ

દેવપરા ગામમાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ તપાસ કરી હતી. આરડીએસ મોનિટરીંગ મશીનના રિપોર્ટને ગાંધીનગર મોકલી આપ્યા પણ મામલો દબાવી દેવાયો હતો. બોર્ડના અધિકારી ભાવાભાઇ સુત્રેજાએ અહેવાલ મોકલ્યો પણ કંઈ થયું ન હતું.

મીઠાપુર ટાટા કેમિકલ્સનો સિમેન્ટ પ્લાન્ટ બે દિવસ બંધ હતો ત્યારે અધિકારીઓ દ્વારા પ્રદુષણ ચકાસવા માટે મોનિટરીંગ મશીન લગાવ્યું હતું. જે પરથી સ્પષ્ટ થાય છે કે, કંપની અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ વચ્ચે સીધી જ સાંઠગાંઠ છે. પ્લાન્ટ બંધ હોવાથી પ્રદૂષણ ન આવી શકે.

ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓ તપાસ માટે આવે છે ત્યારે ત્યારે ગામને જાણ કરતા નથી. તેમની ગેરહાજરીમાં સ્થળ તપાસણી કરી ચાલ્યા જાય છે. અહેવાલ કંપનીની તરફેણમાં કરી જાય છે અને જનતાને ન્યાય મળતો નથી.

જગ્યાએ પ્રદુષણ થાય છે તે જગ્યાના નમુના લેવામાં આવતાં નથી. ટાટા કંપનીમાં જ બેઠા નમુના લે છે. ટાટા કંપની સાથે મીલાપી થઈ અહેવાલ રજુ કરી દીધેલા હતા.

ગાંધીનગરની બોર્ડની કચેરીને ગ્રામજનોની સહીઓ લઈ અરજીઓ કરેલી અને રૂબરૂ પણ મુલાકાતો લીધેલી પરંતુ તે કચેરી દ્વારા કોઈ કામગીરી થઈ નથી. પ્રદૂષણ બોર્ડે અનેક અહેવાલો આપ્યા છે.

ગેસિયસ અને પાર્ટિક્યુલેટ મેટરનું ઉત્સર્જન રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નિર્ધારિત ધોરણોને અનુરૂપ હોવું જોઈએ. કોઈપણ સમયે કણોનું ઉત્સર્જન 50 mg/Nm3 કરતાં વધુ ન હોવું જોઈએ. પ્રદૂષણ નિયંત્રણ સાધનોમાં ઇન્ટરલોકિંગ સિસ્ટમ પ્રદાન કરવી જોઈએ, જ્યારે પણ પ્રદૂષણ નિયંત્રણ સાધનો કામ કરતા ન હોય. સંબંધિત એકમો આપોઆપ બંધ થઈ જાય છે. તેનું પાલન થતું નથી, તેના માટે પ્રદૂષણ બોર્ડે કારણ બતાવો નોટિસ ફટકારી હતી.

સિમેન્ટ પ્લાન્ટની ભઠ્ઠાની ચીમની અને કાચી મિલની ચીમનીમાં ઓનલાઈન આસપાસની હવાની ગુણવત્તા સ્થાપિત કરવામાં આવી નથી. પ્રદૂષણ બોર્ડે તેમના વિઝિટ રિપોર્ટમાં લેખિત સૂચના આપી છે.

25 એકરનો ગ્રીન બેલ્ટ વિકસાવવો જોઈએ. અમુક વિસ્તારોમાં ગ્રીનબેલ્ટ વિકસાવી છે માત્ર આ સ્થિતિને કારણે ધૂળ સતત વધી રહી છે.

પ્લાન્ટની અંદર અને બહાર યોગ્ય હાઉસકીપિંગ જાળવવું આવશ્યક છે. તેનું પાલન થતું નથી. આ માટે પ્રદૂષણ બોર્ડે વિઝિટ રિપોર્ટ અને નોટિસ આપી હતી.

પર્યાવરણ મંજૂરીના પેરા 4 મુજબ, જો EC શરતનું પાલન સંતોષકારક ન હોય તો મંત્રાલય મંજૂરીને રદ કરી શકે છે, સતત ત્રણ વર્ષના નિરીક્ષણ અહેવાલો દ્વારા બિન-અનુપાલનની શ્રેણી જોવા મળી હતી, જે સ્પષ્ટપણે કંપનીના ઉલ્લંઘન અને તેના કારણે થયેલી અસરને પ્રકાશિત કરે છે.

દેવપરા તરફની બાઉન્ડ્રી વોલની ઊંચાઈ 9 મીટર સુધી વધારવી જરૂરી છે. દેવપરા ગામ તરફનો પટ્ટો અને દિવાલ પણ તૂટેલી છે. ડિસ્ટિંગ કવર પૂરું પાડ્યું નથી.

સિમેન્ટ પ્લાન્ટની પાછળની બાજુએ બાઉન્ડ્રી વોલની ઉંચાઈ 20 ફૂટ સુધી વધારીને પવનનો અવરોધ બનાવો અને પછી આ બાજુ દેવપરા ગામ તરફ ગ્રીન બેલ્ટ વિકસાવા માંગણી કરવામાં આવી છે.

આજુબાજુના ગામોમાં ધૂળ ઉડી રહી છે અને પશુઓ અને લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે. ઔદ્યોગિક પ્લાન્ટ પરિસરની બહાર આલ્કલાઇન ગંદુ પાણી જોવા મળે છે.

સિમેન્ટ પ્લાન્ટમાં કાચી મિલ, આલ્કલી બાયપાસ અને કુલર સ્ટેક એક્ઝિટમાંથી ઉચ્ચ ધૂળનું ઉત્સર્જન જોવા મળ્યું હોવાના અહેવાલો અપાયા છે. HPB-4, CEHP-1 અને CEHP-2 બોઈલરના સ્ટેક્સ સાથે જોડાયેલા ઓનલાઈન મીટરમાં So2 અને Nox નું સ્તર મર્યાદા કરતા વધારે જોવા મળ્યું હતું. કોલસા કન્વેયર બેલ્ટનો છંટકાવ મટીરીયલ હેન્ડલિંગ એરિયામાં કામ કરી રહ્યો ન હતો અને ધૂળનું ઉત્સર્જન જોવા મળ્યું હતું. કોલસા અને ચૂનાના પથ્થર માટે સ્પ્રિંકલિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી જરૂરી છે.

લડત

ટાટા કંપનીના મુખ્ય દરવાજા સામે આત્મ વિલોપન કરવા ફરજ પડેલી હતી. ગાંધી ચીંધ્યા માર્ગે ભુખ હડતાલ પર બેઠા હતા. પ્રદુષણની ફરીયાદ રફે દફે કરી નાખે છે. ન્યાય મળતો નથી. નાનકડા ગામોમાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચાલે છે. દેવપરા ગામની પ્રાથમિક શાળાના ટેરેસ પર રાખવામાં આવેલા મશીન દ્વારા (PM10) નું સ્તર ધોરણ કરતાં વધુ જોવામાં આવે છે. જેના કારણે દેવપર ગામની શાળાના બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.

જમીન, પાણી અને હવાને પ્રદૂષિત કરીને દેવપરા, પાડલી અને હમુસર નજીકના લોકોના જીવન અને અહીં રહેતા લોકોની આજીવિકા પર અસર કરી રહી છે.

ઓખા નગરપાલિકા

ઓખા નગરપાલિકા કચેરી દારા 2012માં સ્થળ ચકાસણી કરી તો પ્રદુષણ થતુ હોવાની સ્પષ્ટ હકીકત બહાર આવેલી હતી. ઓખા નગરપાલિકા કચેરી દ્વારા તેનો અહેવાલ અપાયો હતો. ફ્લાય એસના ખરાબાના મોટા ઢગલાઓ કરી નાખેલા છે. તેમાંથી ધુળ ઉડીને લોકોના ઘરમાં જાય છે. દરીયો પણ ખુબ જ પ્રદુષિત કરી નાખવામાં આવેલો છે.

દ્વારકા પંચાયતની ન્યાય સમિતીના અધ્યક્ષે જાહેર કર્યું હતું કે, ખેતી લાયક જમીનો રહી નથી. તળાવ-કૂવા-બોરનાં પાણી પીવા લાયક રહ્યા નથી. તેમાં ખારાશ ભળી ગઈ છે. ટાટા કંપની મારફત આજુબાજુનાં રહેણાંક વિસ્તારમાં પ્રદુષણ ફેલાય છે. હમુસર ગામમાં અનેક જમીનો ટાટા કંપની દ્વારા શરતભંગ થાય છે. છતાં સ્થાનિક રેવેન્યુ અધિકારી નાણાકીય સેટીંગ કરી અને અરજદારોની અરજી અભેરાય ચડાવી દે છે. 2017માં દાનાભાઈ આલાભાઈ ચાનપાએ જાહેર કર્યું હતું.

12 ગામડાઓના લોકો ખુબ બીમાર પડી ગયેલા છે અને આ ઝેરી કેમીકલ યુક્ત પાણીને લીધે લોકો મોતના મુખમાં ભેટી રડયા છે. દેવપરા સુરજકરાડીના ધણા લોકો મોતને મુખ ભેટેલા છે. દેવપરા ગામમાં 2000 પશુઓ છે.

કાયદાનો ભંગ કરતી ટાટા

કંપની નોટિસનું પાલન કરતી નથી. કમટિરિયલ હેન્ડલિંગ યાર્ડમાં લોડિંગ અનલોડિંગ દરમિયાન પાણીનો છંટકાવ કરવામાં આવતો નથી. આને કારણે નજીકના વિસ્તારમાં ધૂળ ઉડી રહી છે અને કોલસા અને ચૂનાના સ્ટૉક્સને આવરણ નથી જેના કારણે ગામ પાડલી, દેવપરા અને નજીકમાં જમીન ખરાબ થઈ છે.

પ્રદૂષણ બોર્ડ દ્વારા અનેક નિર્દેશો, કારણ બતાવો અને સુધારાની નોટિસો બહાર પાડવામાં આવી હોવા છતાં આજે પણ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી, કોઈપણ પ્રકારનો સુધારો જોવા મળ્યો નથી.

કંપની પર્યાવરણીય અસર નોટિફિકેશન મુજબ આપવામાં આવેલી શરતોનું પાલન કરી રહી નથી અને આના કારણે ગ્રાઉન્ડ લેવલ પર પ્રદૂષણમાં કોઈ ફેરફાર થયો નથી, આ કારણે કંપનીને વિસ્તરણ માટે પરવાનગી આપવી જોઈએ નહીં. તે પ્રદેશમાં જમીન, પાણી અને હવાને પ્રદૂષિત કરીને અહીં રહેતા લોકોના જીવન અને આજીવિકા પર અસર કરી રહી છે.

પર્યાવરણ મંજબરીમાં આપવામાં આવેલી શરતોનું પાલન કરતું નથી. આ પર્યાવરણીય કાયદાનું ઉલ્લંઘન કરવા ઉપરાંત, આ વિસ્તારમાં રહેતા લોકોના જીવન અને આજીવિકા પર રોજિંદા અસરનું કારણ બની રહ્યું છે. ઘન કચરાનો 20 મીટરથી ઉંચો ઢગલો છે.

કંપની નજીક દેવપરા ઘરોની છત પર તેમજ વૃક્ષોના પાંદડા પર ધૂળના કણો જોવા મળે છે. કચરો ટ્રક મારફતે દેવપરા રોડ પર વહન કરવામાં આવે છે જે યોગ્ય રીતે ઢંકાયેલો નથી હોતો.

ટાટાએ 23/1120-21 ના ​​રોજ સબમિટ કરેલ એક્શન પ્લાનનું પાલન કર્યું ન હતું. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જામનગરના અધિકારી એસ.એમ. એસ.વી. ભાર્ગવે નોટિસ આપી હતી.

ગુજરાત રાજ્યમાં 40 હજાર ફેક્ટરીમાંથી 5 ફેક્ટરી પર્યાવરણના ધારા ધોરણને અનુસરતી નથી. પ્રદૂષણ ફેલાવતી કારખાનાઓમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે.

સતત ઉત્સર્જન મોનિટરિંગ સિસ્ટમ (CEMS)એ ઔદ્યોગિક પ્લાન્ટ્સ દ્વારા પ્રદૂષણને દૂરથી સીસીટીવી કેમેરાથી નિરિક્ષણ માટે યોજના બનાવી હતી. તે પણ ઉદ્યોગોએ નિષ્ફળ બનાવી દીધી છે.

હવામાં 2500 ટન રજકણો

ગુજરાત દર વર્ષે 2,500 મેટ્રિક ટન અશુદ્ધિ હવા પેદા કરે હતી.. માણસો અને ઉદ્યોગો વર્ષે 332.8 મેટ્રિક ટન ઘાતક રજકણો, 1038 મેટ્રિક ટન સલ્ફર ડાયોક્સાઈડ, 629.5 ટન નાઈટ્રોજન ઓક્સાઈડ અને 403.1 ટન એમોનિયા હવામાં ફેંકે છે.

ગુજરાતમાં દર વર્ષે 500 મિલિયન ટન ઓર્ગેનિક વેસ્ટ બાળવામાં આવતો હોવાથી નાઈટ્રોજન ઓક્સાઈડ અને સલ્ફર ઓક્સાઈડ જેવા ખતરનાક વાયુઓ સીધા હવામાં ભળે હતી.

મોત

લેન્સેટના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં 2017માં પ્રદૂષણને કારણે 30,000થી વધુનાં મોત થયાં હતા. આયુષ્યમાં 2 વર્ષ જેટલો ઘટાડો થયો હતો. જે 2023માં 40 હજાર લોકોના મોત અને 5 વર્ષનું સરેરાશ અયુષ્ય ઘટી ગયું.

વર્ષ 2019માં પ્રદૂષણથી ગુજરાતમાં 2 લાખ લોકોના મોત થતાં હોવાનું અનુમાન મૂકી શકાય છે. ભારતમાં વાયુ-પ્રદૂષણથી 16 લાખ લોકો મોતને ભેટ્યા હતા.

નવી દિલ્હીમાં 2020માં હવાના પ્રદૂષણના લીધે 54,000 લોકોના સમય કરતાં વહેલા મોત થયા હતા, આવું દ્વારકામાં થઈ રહ્યું છે. ગામના લોકો સમય કરતાં વહેલાં મરી રહ્યાં છે. મોતનું તંડવ ખેલાઈ રહ્યું છે.

પ્રદૂષણથી નુકસાન

2019માં ભારતને 2,60,000 કરોડ (36.8 બિલિયન ડોલર)નું નુકસાન થયું હતું. ગુજરાતને 2,860 મિલિયન ડોલરનું આર્થિક નુકસાન થયું હતું. વ્યક્તિદીઠ 41.3 ડોલર, એટલે કે વ્યક્તિદીઠ 3,050 રૂપિયાનું નુકસાન થયું હતું. ભારતને દર વર્ષે 36 બિલિયન ડોલર કરતાં વધુનું આર્થિક નુકસાન માત્ર હવાના પ્રદૂષણથી થાય હતી.. 2019માં ગુજરાત આર્થિક નુકસાન બાબતે દેશમાં ત્રીજા નંબરે હતું.

 

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

આ પણ વાંચોઃ

Result: ધો- 12નું પરિણામ જાહેર, કયા જીલ્લાના વિદ્યાર્થીઓએ બાજી મારી?

E-Commerce: એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્વિગી સામે વેપારીનું આંદોલન?, ‘ઇસ્ટ ઇન્ડિયા કંપનીથી ઓછા નથી’

કેરળમાં મોદીએ વિશ્વને કહી દીધું, કે તે પાકિસ્તાનને કેવી રીતે હરાવવાના છે?, જુઓ | Kerala

Rajkot: ટ્રકચાલકે બે ટુ વ્હીલરને અડફેટે લેતા સાસુ-વહુના મોત, પિતા-પુત્રને ઈજાઓ

Rajkot: ગોંડલમાં 17 વર્ષની સગીરાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યુ, કેવી રીતે પ્રેમજાળમાં ફસાઈ સગીરા?

Ahmedabad: વિરમગામમાં વીજળી પડતાં ખેડૂતનું મોત, મહિસાગરમાં 2 પશુના મોત

 

 

 

Related Posts

1 હજાર કરોડના 100 કૌભાંડોના પૈસા ક્યાં ગયા, મોદી? | Kaal Chakra | Part-56
  • August 4, 2025

Kaal Chakra  Part-56: ગુજરાત, એક રાજ્ય જે વિકાસના નામે દેશભરમાં ચર્ચામાં રહે છે, તે આજે ભ્રષ્ટાચારના આક્ષેપોના કેન્દ્રમાં છે. છેલ્લા 15 વર્ષમાં રાજ્યમાં થયેલા અનેક કૌભાંડોની યાદી એટલી લાંબી છે…

Continue reading
AMTSનું મોટું કૌભાંડ: એરો ઈગલને ઉંચા ભાવે 225 બસનો કોન્ટ્રાક્ટ, રૂ. 200 કરોડનું નુકસાન!
  • August 4, 2025

દિલીપ પટેલ AMTS scam: પૂનાની એરો ઈગલ કંપનીને પ્રતિ કિ.મી. રૂ. 94 ના ભાવે કોન્ટ્રાકટ આપશે. ઘણાં રાજ્યોમાં રૂ.57ના ભાવે ઠેકો અપાયો છે. રૂ. 37 ઉંચો ભાવ છે. 65 ટકા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

  • August 5, 2025
  • 4 views
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

  • August 5, 2025
  • 3 views
120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

  • August 5, 2025
  • 12 views
Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

Russia Ukraine war: રશિયા ચીન-પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લાવ્યું, ઝેલેન્સકીના દાવાનો પાકિસ્તાને શું આપ્યો જવાબ?

  • August 5, 2025
  • 14 views
Russia Ukraine war: રશિયા ચીન-પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લાવ્યું, ઝેલેન્સકીના દાવાનો પાકિસ્તાને શું આપ્યો જવાબ?

Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?

  • August 5, 2025
  • 15 views
Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?

‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court

  • August 5, 2025
  • 22 views
‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court