Surendranagar scam: ભાજપના રાજમાં ₹1500 કરોડના કૌભાંડમાં અનેક મોટી ટોપીઓના નામો સામેલ? શુ સત્ય બહાર આવશે?

Surendranagar scam: સુરેન્દ્રનગરમાં જમીન એન.એ કરવાના રૂ.1500 કરોડના ખુલેલા કૌભાંડમાં કલેક્ટર સહિત ચાર કર્મચારીઓ વિરુદ્ધ એસીબીએ ગુનો દાખલ કર્યા બાદ ACB દ્વારા કલેકટર રાજેન્દ્ર પટેલની સબંધિત મિલકતો મામલે વધુ તપાસ કરવા નિયમોનુસાર સરકાર પાસે મંજૂરી માંગી છે.

જ્યારે આ કૌભાંડમાં ઝડપાયેલા સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ED ના અધિકારીઓ દ્વારા મેળવવામાં આવેલા આઠ દિવસના રિમાન્ડ દરમ્યાન વધુ તપાસ માટે દીલ્હી લઈ જવાયા હોવાની વિગતો જાણવા મળી છે.

દરમિયાન,નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના મોબાઈલમાંથી મળેલા કેટલાક ગુપ્ત વ્યવહારોમાં ગુજરાતના એક ડઝનથી વધુ ઉચ્ચ અધિકારીઓના નામ પણ સામેલ હોવાનું તપાસમાં ખુલ્યું છે એ તમામ ઉચ્ચ અધિકારીઓ પણ હાલ EDના રડાર ઉપર છે અને તેઓની પણ પૂછતાછ થશે તેમ મનાઈ રહ્યું છે પરિણામે સબંધિત વર્તુળોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

આ આખું નેટવર્ક વચેટિયાઓ અને એજન્ટો ઉપર ચાલતું હતું તેઓ દ્વારા ગેરકાયદેસર રીતે જમીન NA કરવાનું એક મોટું નેટવર્ક ચાલતું હતું જે ખુલ્લું પડ્યું છે.

ACBની ફરિયાદમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ એક કરોડ રૂપિયાની લાંચ લીધી હોવાનું કહેવામાં આવ્યું છે અને તેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયુર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલાનું ઇન્વોલ્ટમેન્ટ હોવાનું કહેવાય છે હવે પછીની તપાસમાં વધુ નામો ખુલવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.

આ ગંભીર પ્રકરણ મામલે વરિષ્ઠ પત્રકારો મયુર જાની અને દિલીપ પટેલે વધુ પ્રકાશ પાડયો છે તેઓ દ્વારા કરવામાં આવેલી વિસ્તૃત છણાવટ અહીં પ્રસ્તુત છે,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

Gujarat Police: પોલીસનો હાઇવે ઉપર ઈજ્જતનો ‘કચરો’ કોણે કર્યો? હપ્તાની લાઈન શુ છે?હર્ષ સંઘવી જાતે આ વીડિયો જોઈને નક્કી કરે!!

Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યામાં મોટો ખુલાસો! આખરે સત્ય સામે આવીજ ગયું! કટ્ટરવાદીઓ ખુલ્લા પડ્યા

Liquor: ગુજરાતના આ ‘CITY’માં હવે ખુલ્લેઆમ દારૂ પી શકાશે! પરમીટની જરૂર નહીં પડે! સરકારે આપી વધુ છૂટછાટ!

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Nishikant Dubey Defamation Notice: નિશિકાંત દુબેનો પૂર્વ નાણાં સચિવને 7 દિવસનો અલ્ટીમેટમ, GDPના સવાલો વચ્ચે હવે માનહાનિનો વિવાદ

  • September 23, 2026
  • 3 views
Nishikant Dubey Defamation Notice: નિશિકાંત દુબેનો પૂર્વ નાણાં સચિવને 7 દિવસનો અલ્ટીમેટમ, GDPના સવાલો વચ્ચે હવે માનહાનિનો વિવાદ

Delhi Kalkaji Temple Gang Rape: દિલ્હીમાં પોલીસ બનીને કિશોરી સાથે કથિત સામૂહિક બળાત્કાર, સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલ

  • September 23, 2026
  • 4 views
Delhi Kalkaji Temple Gang Rape: દિલ્હીમાં પોલીસ બનીને કિશોરી સાથે કથિત સામૂહિક બળાત્કાર, સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલ

SC Free Sanitary Pads: સુપ્રીમ કોર્ટના આદેશના 8 મહિના બાદ પણ 21 રાજ્યોમાં 50% શાળાઓમાં મફત સેનિટરી પેડની વ્યવસ્થા નહીં

  • September 23, 2026
  • 5 views
SC Free Sanitary Pads: સુપ્રીમ કોર્ટના આદેશના 8 મહિના બાદ પણ 21 રાજ્યોમાં 50% શાળાઓમાં મફત સેનિટરી પેડની વ્યવસ્થા નહીં

SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

  • September 22, 2026
  • 2 views
SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

  • September 22, 2026
  • 4 views
SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

  • September 22, 2026
  • 9 views
NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ