
West Bengal Politics: પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. જો કે એક વર્ષ પૂર્વે જ રાજકીય ઘમાસાણ શરુ થઈ ગયું છે. બીજી બાજુ વિપક્ષ પાર્ટી ભાજપ મમતા બેનર્જી પર પ્રહારો કરી રહી છે. આ વખતે TMC અને ભાજપ વચ્ચે સીધી ટક્કર થવાની શક્યતાઓ છે. જો કે આ વચ્ચે સુવેન્દુ અધિકારીએ એવું નિવેદન આપ્યું છે, જેનાથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપના ધારાસભ્ય અને વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું છે કે જો ભાજપ સત્તામાં આવશે તો મુસ્લિમ ધારાસભ્યોને વિધાનસભામાંથી બહાર ફેંકી દેવામાં આવશે. જો કે આ બાદ TMCએ પાર્ટી રોષે ભરાઈ જવાબ આપ્યો છે. TMCએ એક ડગલું આગળ વધીને સુવેન્દુ અધિકારીનો હાથ તોડી નાખવાની ધમકી આપી છે.
સુવેન્દુ અધિકારીએ શું કહ્યું?
મંગળવારે સુવેન્દુ અધિકારીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. સુવેન્દુ અધિકારીએ કહ્યું હતું કે આ વખતે બંગાળના લોકો તૃણમૂલને જડમૂળથી ઉખેડી નાખશે. “2026 માં તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર જીત મેળવનાર કોઈપણ મુસ્લિમ ધારાસભ્યને રસ્તા પર ફેંકી દેવામાં આવશે.” TMCએ તરત જ આ નિવેદનનો જવાબ આપ્યો છે. TMCએ સુવેન્દુ અધિકારીના નિવેદનને ‘ધિક્કારપાત્ર ભાષણ’ ગણાવ્યું અને અધિકારીની ‘માનસિક સ્થિતિ’ પર સવાલ ઉઠાવ્યા હતા. TMCના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિ માટે આવી ભડકાઉ ભાષાનો ઉપયોગ કરવો અયોગ્ય છે.
સુવેન્દુ અધિકારીને મળ્યો જવાબ
ભાજપ નેતાના નિવેદન પર TMC ધારાસભ્ય હુમાયુ કબીરે પ્રેસ સાથે વાત કરતા સુવેન્દુ અધિકારીને સીધી ધમકી હતી. તેમણે કહ્યું કે જો કોઈ મુસ્લિમ ધારાસભ્યો સામે હાથ ઉપાડશે તો તેઓ તેમના હાથ તોડી નાખશે. સુવેન્દુ અધિકારીનું નામ લેતા હુમાયુએ સ્પષ્ટ કહ્યું કે તેમનામાં એટલી હિંમત નથી.
આ પણ વાંચોઃ Surat Rape Case: નારાયણ સાંઈની અરજી પર 30 દિવસમાં નિર્ણય લોઃ ગુજરાત હાઈકોર્ટ
આ પણ વાંચોઃ Dwarka News: ખમણમાંથી નીકળ્યો લાંબો મરેલો કાનખજૂરો, ધોળાકાના શ્રીરામ ખમણ હાઉસની ઘટના
આ પણ વાંચોઃ નડિયાદ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું, ધૂમાડાના ગોટેગોટા ઉડતાં લોકો હોસ્પિટલમાં દાખલ





