Donald Trump: “અબજોપતિઓ”વિરુદ્ધ અનેક અશ્લીલ તસવીરો-વીડિયોના પુરાવા હોવાછતાં નવો કેસ નહીં થાય! “શુ કાયદા ગરીબો માટેજ બન્યા છે?”

  • World
  • February 2, 2026
  • 0 Comments

Donald Trump: “એપસ્ટિન ફાઈલ્સ” આજે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની છે કારણ કે એપસ્ટિન એક મોટો ‘દલ્લો’ હતો અને કુમળી વયની 13 કે 14 વર્ષની છોકરીઓ સાથે સંભોગ કરવાની વિકૃતિ ધરાવતો હતો આવી છોકરીઓને તેની ટીમ કોઈ રીતે ફોસલાવીને ખાનગી ટાપુ ઉપર લાવતી હતી અને બાદમાં તે માસૂમ બાળાઓનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું અને ફોટા-વિડીયો લઈ બ્લેક મેઈલ કરી એપસ્ટિન તેના અબજોપતિ મિત્રોને પણ પોતાના વૈભવી ટાપુ ઉપર બોલાવતો હતો અને પોતે પહેલા દુષ્કર્મ કરેલી છોકરીઓ તેના મિત્રોના હવાલે કરી દેતો હોવાના આરોપ લાગ્યા છે.

આ ટાપુ ઉપર બનાવેલા વૈભવી મહેલ જેવા આલીશાન વિશાળ બંગલામાં જવા આવવા એપસ્ટિન પોતાના ખાનગી જેટનો ઉપયોગ કરતો હતો,આવી 1000 જેટલી છોકરીઓનું આ બુઢ્ઢા એપસ્ટિને અને તેના ઘરડા એટલે કે મોટી ઉંમરના મિત્રોએ હલકટ બની શોષણ કર્યું હોવાની ચોંકાવનારી વાતનો ખુલાસો થયો છે.

હવે અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી એટોર્ની જનરલ ટોડ બ્લેન્ચે રવિવારે વોશિંગ્ટન ડીસીમાં એપસ્ટિન ફાઈલ્સ મુદ્દે મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે, ભયાનક તસવીરો અને ઈમેલ હોવા છતાં તેઓ કોઈ પણ નવો કેસ ચલાવવામાં આવશે નહીં મતલબ કે દલાલ એપસ્ટિન સાથે મળીને માસૂમ બાળાઓ ઉપર બળાત્કાર કરનારા કે તેની સાથે સંપર્ક ધરાવતા અને કાળા કામ કરનારાઓ સામે કોઈ કેસ નહીં થાય કે કાર્યવાહી થાય.

એપસ્ટિન ફાઈલ્સમાં 30 પાનાંના નવા દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યા છે,જેમાં મોટા મોટા વગદાર લોકો છે અને અબજોપતિ લોકો છે આ ફાઇલ્સમાં બિલ ગેટ્સ, ડોનાલ્ડ ટ્રમ્પ,મસ્ક સહિત દુનિયાની જાણીતી હસ્તીઓ, અબજોપતિ બિઝનેસમેન, રાજકારણીઓ, શાહી પરિવારના સદસ્યોના નામ સામે આવ્યા છે પણ બધાજ બિન્દાસ છે,એક કાર્યક્રમ દરમિયાન ટોડ બ્લેન્ચે કહ્યું કે, ‘ઘણા બધા ઈમેલ અને પત્રો છે. ઘણી બધી તસવીરો છે જે ભયાવહ છે. પણ તેનો એ મતલબ નથી કે અમે કોઈ વિરુદ્ધ કેસ ચલાવી શકીએ.

એપસ્ટિન ફાઈલ્સ જાહેર થયા પછી બે મોટા નેતાઓએ રાજીનામાં આપવા પડ્યા છે

‘એપસ્ટિન ફાઈલ્સ’માં પોતાનું નામ જાહેર થતાં જ બ્રિટેનના લેબર પાર્ટીના નેતા લોર્ડ પીટર મેન્ડેલસને પોતાના પદથી રાજીનામું આપી દીધું છે,એપસ્ટિન સાથેની તસવીરો સામે આવ્યા બાદ સ્લોવાકિયામાં પણ એક ટોચના અધિકારીએ રાજીનામું આપવું પડ્યું છે. બ્રિટેનના વડાપ્રધાન કીર સ્ટારમરે પ્રિન્સ એન્ડ્ર્યુને એપસ્ટિન ફાઇલ્સની તપાસમાં સહયોગ આપવા ખાતરી આપી છે.

અમેરિકાના ન્યાય વિભાગ દ્વારા કુલ 30 લાખ પાનાની નવી ફાઇલ્સ જાહેર કરી છે. જેમાં 1 લાખ 80 હજાર તસવીરો અને 2 હજાર જેટલા વીડિયો સામેલ છે. વર્ષ 2013માં 18મી જુલાઈએ એપસ્ટિને ખુદ એક ઈમેલ લખ્યો હતો જેમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે બિલ ગેટ્સે રશિયન યુવતી સાથે સંબંધ બનાવ્યા બાદ તેઓને એક ગુપ્ત રોગ થતાં તેમણે એન્ટિબાયોટિક દવાઓ પણ માંગી હતી, જેથી તેઓ તે દવા ચૂપચાપ પોતાની પત્નીને આપી શકે.

મહત્વનું છે કે બિલ અને મેલિન્ડા ગેટ્સના વર્ષ 1994માં લગ્ન થયા અને 2021માં તો બંનેએ છૂટાછેડા પણ લઈ લીધા હતા જેના કારણોમાં બિલ ગેટ્સના અફેર તથા એપસ્ટિન સાથેના સંબંધો હોવાનું કહેવામાં આવે છે.

બિલ ગેટ્સના પ્રવક્તાએ નવા આરોપો મામલે મીડિયાને કહ્યુ કે તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે. એપસ્ટિનના ગેટ્સ સાથે કોઈ ખાસ સંબંધ નહોતા જેના કારણે તે નિરાશ હતો અને તેમને ફસાવવા અને બદનામ કરવા માટે આવું કર્યું હોય શકે તે પ્રકારનો ખુલાસો કર્યો હતો,14 વર્ષથી પણ નાની ઉંમરની કુમળી વયની છોકરીઓ સાથે સેક્સ કરવાની ટેવ અને શોખીન જેફ્રી એપસ્ટિનનો કેસ દાયકાઓ સુધી ચાલેલા જાતીય શોષણ, સત્તાનો દુરુપયોગમાં અટવાયેલો રહ્યો

જેફ્રી એપસ્ટિન એક ફાઇનાન્સર પણ હતો તેની ‘જે. એપસ્ટિન એન્ડ કંપની’ પણ હતી. તેણે બિલ ક્લિન્ટન અને ડોનાલ્ડ ટ્રમ્પ જેવા રાજકારણીઓ, વૈજ્ઞાનિકો અને બ્રિટિશ રોયલ ફેમિલી (પ્રિન્સ એન્ડ્રુ) સાથે ગાઢ સંબંધો બનાવ્યા હતા. 2005માં ફ્લોરિડામાં સગીર છોકરીઓના જાતીય શોષણના આરોપ લાગ્યા અને 2008માં તેને માત્ર 13 મહિનાની જેલ થઈ, ત્યારે પણ તેના માટે ઘણી છૂટછાટ હતી તેને દિવસ દરમિયાન કામ પર જવાની છૂટ પણ હતી.

જોકે,પ્રેશર વધતા જુલાઈ 2019માં ન્યૂયોર્કમાં સેક્સ ટ્રાફિકિંગના આરોપ હેઠળ ફરી તેની ધરપકડ કરવામાં આવી હતી અને તા. 10 ઓગસ્ટ, 2019ના રોજ જેલની કોટડીમાં તે મૃત હાલતમાં મળી આવ્યો હતો તેના મોતને શંકાસ્પદ માનવામાં આવી રહ્યું છે પણ સત્તાવાર રીતે તેને આત્મહત્યા કરી હોવાનું જાહેર કરાયુ હતું,આમ,અબજોપતિ અને વગદાર લોકો માટે કાયદા હંમેશા ચર્ચાસ્પદ રહયા છે અને તેથીજ લોકોમાં એવી વ્યાપક ચર્ચા છે કે ‘કાયદા હંમેશા ગરીબો માટે બન્યા છે!!’

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”
  • March 24, 2026

Donald Trump: અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો 25મો દિવસ થઈ ગયો છે જે ટ્રમ્પ એ મદ માં રાચતા હતા કે અમેરિકા સામે ઇરાનનું શુ આવે? બે અઠવાડિયામાં તો ઈરાનનો ગોટો વાળી…

Continue reading
Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!
  • March 24, 2026

Donald Trump: જગત જમાદારની હેકડી હવે ઉતરી ગઈ છે અને ઈરાનને ચપટી વગાડતા જ મસળી નાખવાના સપના માત્ર સપના રહી ગયા છે અને બધીજ તાકાત લગાડી દીધી હોવાછતાં ઈરાનનું મનોબળ તોડવામાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

  • March 24, 2026
  • 3 views
Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

  • March 24, 2026
  • 11 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

  • March 24, 2026
  • 8 views
Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

  • March 24, 2026
  • 16 views
PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

  • March 24, 2026
  • 8 views
Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

Atomic Bomb: સમુદ્રમાં પરમાણુ બોમ્બ ફૂટવાનો છે! 1,20,000 ટન ઝેરી કચરો વિનાશ વેરી શકે છે!!

  • March 24, 2026
  • 19 views
Atomic Bomb: સમુદ્રમાં પરમાણુ બોમ્બ ફૂટવાનો છે! 1,20,000 ટન ઝેરી કચરો વિનાશ વેરી શકે છે!!