
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાનું અવસાન થઈ ગયું છે. 89 વર્ષિય ઓમ પ્રકાશ ચૌટાલા ઘણા સમયથી બિમાર હતા. શુક્રવારે તેઓ ગુરુગ્રામ સ્થિત પોતાના ઘરેથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. લગભગ અડધા કલાક બાદ બપોરે 12 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમની વિદાયથી દેશના રાજકારણમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે.
ઓમ ભારતીય રાષ્ટ્રીય લોકદળ તરફથી હરિયાણાના 7માં મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 5 વાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ ભારતના છઠ્ઠા નાયબ વડાપ્રધાન ચૌધરી દેવીલાલના પુત્ર હતા. તેઓ ભારતીય રાષ્ટ્રીય લોક દળના અધ્યક્ષ હતાં.