Fuel Price Hike: ગાડીઓમાં ફ્લેક્સ એન્જિન નથી, છતાં કેટલાકના પારિવારિક બિઝનેસ માટે દેશને ઇથેનોલના કૂવામાં ધકેલાયો!

  • India
  • May 30, 2026
  • 0 Comments

Fuel Price Hike: દેશમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ૪% ઘટીને $૯૧ પ્રતિ બેરલ પર આવી ગયા હોવા છતાં, ભારતમાં સામાન્ય જનતા માટે પેટ્રોલ, ડીઝલ અને સીએનજી (CNG) ના ભાવ સતત આસમાને પહોંચાડવામાં આવી રહ્યા છે. માત્ર ૧૧ દિવસમાં પેટ્રોલ-ડીઝલમાં ₹૭.૫ પ્રતિ લીટરનો તોતિંગ વધારો ઝીંકાયો છે, જ્યારે દિલ્હી અને ઉત્તર ભારતમાં સીએનજીના ભાવ ૪ વાર વધીને ₹૮૩ પ્રતિ કિલોએ પહોંચ્યા છે. સરકાર અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ‘અંડર-રિકવરી’ એટલે કે સંભવિત આવકના નુકસાનની ભરપાઈનું બહાનું ધરી રહી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ ત્રણ મોટી સરકારી તેલ કંપનીઓનો જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરનો કમ્બાઈન્ડ નેટ પ્રોફિટ ૪૦.૭૪% વધીને ₹૧૪,૭૦૦ કરોડ થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં ₹૩૩,૬૦૧ કરોડ કમાનારી આ કંપનીઓએ ૨૦૨૫-૨૬ માં ૧૩૦% ના ઉછાળા સાથે ₹૭૭,૨૮૦ કરોડનો ચોખ્ખો નફો લૂંટ્યો છે, છતાં જનતા પર રોજનો ₹૬૦૦ કરોડનો બોજ નાખી ધાડ મારવામાં આવી રહી છે.

રૂપિયા ૧૫ ના પેટ્રોલના ફેંકાયેલા વાયદા

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ મોટા-મોટા બણગાં ફૂંક્યા હતા કે ૬૦% ઇથેનોલ અને ૪૦% વીજળીના સરેરાશથી ખેડૂતો દ્વારા નિર્મિત ઇથેનોલ પર ગાડીઓ ચાલશે અને પેટ્રોલ માત્ર ₹૧૫ પ્રતિ લીટર મળશે. આજે પેટ્રોલમાં E20 (૨૦% ઇથેનોલ) નું ભેળસેળ થઈ ચૂક્યું છે અને સરકારે E30 ને પણ લીલી ઝંડી આપી દીધી છે, છતાં પેટ્રોલના ભાવમાં ૧૫ પૈસાનો પણ ઘટાડો થયો નથી. ઉલટાનું, ગડકરીજી હવે જનતાને ઇથેનોલ વાળો ચૂલો ખરીદીને ‘ફેમિલી બિઝનેસ’ માં મદદ કરવાની અપીલ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર પોતાના કુલ ટેક્સ રેવન્યુનો ૧૪% અને રાજ્યો ૧૫% હિસ્સો માત્ર પેટ્રોલિયમ (Excise Duty, VAT, Customs, Cess) માંથી વસૂલે છે. માર્ચ માં કેન્દ્રીય એક્સાઈઝ ડ્યુટીમાં ₹૧૦ નો ઘટાડો કરાયો હોવા છતાં કંપનીઓએ રિટેલ ભાવ ઘટાડ્યા જ નથી, જેથી ખાનગી પ્લેયર્સ (Reliance, Nayara, Shell) ના નફાને કોઈ આંચ ન આવે.

બ્રાઝિલના આઉટડેટેડ મોડેલની આંધળી નકલ

સરકાર જે બ્રાઝિલની ઇથેનોલ પોલિસીને રોલ મોડેલ ગણાવી રહી છે, તે બ્રાઝિલનું ટ્રાન્ઝિશન ૧૯૭૦ ના દાયકામાં શરૂ થયું હતું. બ્રાઝિલ વિશ્વનો સૌથી મોટો શેરડી ઉત્પાદક દેશ છે અને ત્યાંનું ટ્રોપિકલ ક્લાયમેટ તેને સાનુકૂળ છે. ૨૦૦૩ થી જ ત્યાં ‘ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન’ (Flex Engines) ફરજિયાત છે, જેના કારણે ગાડીઓ ૧૦૦% ઇથેનોલ કે પેટ્રોલ પર ચાલે છે અને બ્રાઝિલમાં ઇથેનોલ મિક્સ પેટ્રોલ સામાન્ય પેટ્રોલ કરતાં ૩૦% સસ્તું છે અને ગ્રાહકો પાસે ઓપ્શન છે. ભારતમાં સ્થિતિ ઉલટી છે; ઓટોમેકર્સ પર ફ્લેક્સ એન્જિન બનાવવાનું કોઈ દબાણ નથી અને જનતા પાસે બળજબરીપૂર્વક ભેળસેળવાળું ઇથેનોલ પેટ્રોલ ખરીદવા સિવાય કોઈ વિકલ્પ નથી.

ઇથેનોલની ભેળસેળથી એન્જિનો અને સાઇલેન્સર સડ્યા

વૈજ્ઞાનિક ડી. રઘુનંદન ના જણાવ્યા મુજબ, ઇથેનોલનો એનર્જી કન્ટેન્ટ પેટ્રોલ કરતાં માત્ર ૬૫% જ છે. એટલે કે જે માઇલેજ ૧૦ લીટર શુદ્ધ પેટ્રોલમાં મળે, તે મેળવવા ગ્રાહકોએ ૧૫.૪ લીટર E100 બળતણ ભરાવવું પડશે, જે સીધી ગ્રાહકોના ખિસ્સા પર કાતર છે. નીતિ આયોગે ઇથેનોલ મિક્સ બળતણ પર ટેક્સ ઓછો કરવાની ભલામણ કરી હતી, પરંતુ સરકારે એવું બહાનું કાઢ્યું કે ઇથેનોલની એવરેજ કોસ્ટ પેટ્રોલ કરતાં પણ વધારે છે! સૌથી મોટો ફટકો સામાન્ય વાહનચાલકોને પડ્યો છે; એક્ટિવા, હીરો અને ટીવીએસ જેવી બાઇકના એન્જિનો અને સાઇલેન્સરો ઇથેનોલના કારણે અંદરથી કાટ લાગીને સડી રહ્યા છે. કોર્પોરેટ્સના ફાયદા માટે જનતાની ગાડીઓનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે.

પાણીના મહાસંકટ વચ્ચે ઇથેનોલનું પાપ

જ્યારે સમગ્ર દુનિયા ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EV) અને રિન્યુએબલ એનર્જી (Solar, Wind, Hydro) તરફ આગળ વધી રહી છે, ત્યારે ભારત ૧૯૭૦ ની ટેક્નોલોજી પાછળ આંધળો બન્યો છે. ૨૦૨૫ માં બ્રાઝિલમાં ઇવી પેનિટ્રેશન ૧૦% હતું, જ્યારે ભારતમાં કાર માર્કેટમાં ઇલેક્ટ્રિક કારનો હિસ્સો માત્ર ૪.૪% છે. ભારત પાસે વિશ્વની ૧૮% વસ્તી છે, પરંતુ માત્ર ૪% પીવાનું શુદ્ધ પાણી છે. શેરડી અને ચોખા જેવા અત્યંત પાણી પિતા પાકોમાંથી ઇથેનોલ બનાવવાની સરકારી જીદના કારણે દેશનું ગ્રાઉન્ડ વોટર ક્રિટિકલ લેવલ પર પહોંચી ગયું છે. મધ્ય પ્રદેશમાં દીકરીઓ જીવના જોખમે સૂકા કૂવાઓમાં ઉતરી રહી છે અને ઇન્દોર, દિલ્હી, મુંબઈ, બેંગલુરુ જેવા શહેરોમાં ભયાનક વોટર ક્રાઇસિસ અને પાવર કટ ચાલી રહ્યા છે. ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ ‘Fuel, Fertilizer, Forex’ ની વાત કરે છે, પણ જો સરકાર ‘Food, Farmer, Future’ પર ધ્યાન નહીં આપે તો આ દેશ ઇંધણ અને પાણીના ભયાનક ગૃહયુદ્ધમાં હોમાઈ જશે.

આ પણ વાંચો: 

Gujarat Onion Farmers Loss: ખેડૂતની ડુંગળી રૂ. 3માં વેચવા મજબૂર, એક કિલોએ રૂ. 10ની ખોટ – thegujaratreport.com

Gujarat Kesar Mango Japan Ban: કેસર કેરીમાં જીવાતોના કારણે જાપાને પ્રતિબંધ મૂક્યો, શું છે કારણો, ગુજરાતમાં કેસ કેરીની ખેતી અને બજાર કેવા છે – thegujaratreport.com

Khushboo Gujarat Ki Campaign: પ્રજાના ખર્ચે પીએમ મોદીનું પર્સનલ માર્કેટિંગ! ‘ખુશબુ ગુજરાત કી’ ના ઓથા હેઠળ દિલ્હીની સત્તા મેળવવાનો અસલી ખેલ ખુલ્લો પડ્યો – thegujaratreport.com

 

Related Posts

KCBC FCRA Bill controversy: કેરળમાં ખ્રિસ્તી સંગઠનનો આરોપ, FCRA Bill અંગેના વચનથી BJP નેતાઓની પીછેહઠ
  • July 21, 2026

KCBC FCRA Bill controversy: ધાર્મિક ક્ષેત્રે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે કેરળ કેથોલિક બિશપ્સ કાઉન્સિલ (KCBC) દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. કેસીબીસીએ જણાવ્યું છે કે તાજેતરમાં સંપન્ન થયેલી કેરળ…

Continue reading
Student Protest India: દેશભરમાં ફાટી નીકળ્યો યુવાનોનો આક્રોશ, દિલ્હીથી લઈને મુંબઈ અને લખનૌ સુધી પેપર લીક વિરુદ્ધ દેખાવો!
  • July 21, 2026

Student Protest India: નવી દિલ્હીના મધ્ય ભાગમાં સોમવાર, ૨૦ જુલાઈના રોજ ‘સંસદ ચલો’ માર્ચ દરમિયાન જોવા મળેલો યુવાનોનો વિશાળ જનસમુદાય હવે માત્ર રાજધાની પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ દેશના અનેક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

KCBC FCRA Bill controversy: કેરળમાં ખ્રિસ્તી સંગઠનનો આરોપ, FCRA Bill અંગેના વચનથી BJP નેતાઓની પીછેહઠ

  • July 21, 2026
  • 5 views
KCBC FCRA Bill controversy: કેરળમાં ખ્રિસ્તી સંગઠનનો આરોપ, FCRA Bill અંગેના વચનથી BJP નેતાઓની પીછેહઠ

Student Protest India: દેશભરમાં ફાટી નીકળ્યો યુવાનોનો આક્રોશ, દિલ્હીથી લઈને મુંબઈ અને લખનૌ સુધી પેપર લીક વિરુદ્ધ દેખાવો!

  • July 21, 2026
  • 5 views
Student Protest India: દેશભરમાં ફાટી નીકળ્યો યુવાનોનો આક્રોશ, દિલ્હીથી લઈને મુંબઈ અને લખનૌ સુધી પેપર લીક વિરુદ્ધ દેખાવો!

India Foreign Policy: ભારતની વિદેશ નીતિમાં ‘વિશ્વાસ’ બન્યો વ્યૂહાત્મક શક્તિનો આધાર, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે મજબૂત થઈ ભાગીદારીઓ

  • July 21, 2026
  • 6 views
India Foreign Policy: ભારતની વિદેશ નીતિમાં ‘વિશ્વાસ’ બન્યો વ્યૂહાત્મક શક્તિનો આધાર, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે મજબૂત થઈ ભાગીદારીઓ

Congress PM house protest: વિદ્યાર્થીઓના સમર્થનમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી પાસે માફી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી

  • July 21, 2026
  • 6 views
Congress PM house protest: વિદ્યાર્થીઓના સમર્થનમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી પાસે માફી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી

Modi NEET farmers protest statement: પેપર લીક અને ખેડૂત આંદોલનને લઈને પીએમ મોદીનું નિવેદન, શંભુ બોર્ડર પર ખેડૂતો અટકાવતા રાજકીય ગરમાવો!

  • July 21, 2026
  • 13 views
Modi NEET farmers protest statement: પેપર લીક અને ખેડૂત આંદોલનને લઈને પીએમ મોદીનું નિવેદન, શંભુ બોર્ડર પર ખેડૂતો અટકાવતા રાજકીય ગરમાવો!

Jantar Mantar police crackdown: જંતર-મંતરથી કનોટ પ્લેસ સુધી પોલીસનું ક્રૂર દમન, વિદ્યાર્થીઓના લોહીથી રંજીત સડકો અને વિપક્ષનો ઉગ્ર આક્રોશ!

  • July 21, 2026
  • 9 views
Jantar Mantar police crackdown: જંતર-મંતરથી કનોટ પ્લેસ સુધી પોલીસનું ક્રૂર દમન, વિદ્યાર્થીઓના લોહીથી રંજીત સડકો અને વિપક્ષનો ઉગ્ર આક્રોશ!