
ગુજરાતમાં વડોદરા નજીક ગંભીરા બ્રિજ તૂટ્યો પછી દેશભરમાં ભાજપ સરકાર ભીંસમાં આવી છે. ત્યારે હવે મધ્યપ્રદેશની BJP સરકારના બાંધકામ વિભાગ (PWD) ના મંત્રી રાકેશ સિંહના નિવેદનથી લોકોમાં રોષ ભભૂક્યો છે. તેમનું એક નિવેદન ભારે ચર્ચાનો વિષય બન્યું છે. રાજ્યમાં રોડ પર પડેલા ખાડા અંગે પત્રકારોએ પ્રશ્ન પૂછતાં જવાબમાં મંત્રી રાકેશ સિંહે કહ્યું કે જ્યાં સુધી રસ્તાઓ છે ત્યાં સુધી ખાડા રહેશે. મંત્રીએ કહ્યું કે અત્યાર સુધી એવી કોઈ ટેકનોલોજી આવી નથી જે સંપૂર્ણપણે ખાડા મુક્ત રસ્તાઓ થઈ શકે.
ગઈકાલે 9 જુલાઈએ મીડિયા સાથે વાત કરતા મંત્રી રાકેશ સિંહે કહ્યું કે, વરસાદની ઋતુમાં કયા રાજ્યમાં ખાડા નથી હોતા? આ સમસ્યાઓ એવા રાજ્યોમાં પણ જોવા મળે છે જે દેશના શ્રેષ્ઠ રસ્તાઓ ધરાવતા ગણાય છે. ભારે વરસાદ અને અપેક્ષા કરતા વધુ ટ્રાફિકને કારણે રસ્તાઓ ખરાબ થાય છે. મંત્રીએ એ પણ સ્વીકાર્યું કે રસ્તાઓની ગુણવત્તા હંમેશા સારી હોતી નથી. તેમણે કહ્યું કે, વરસાદની ઋતુમાં ક્યાં ખાડા નથી હોતા?
“जब तक सड़कें रहेंगी तब तक गड्डे होते रहेंगे”
◆ MP के PWD मंत्री राकेश सिंह ने कहा#AshokSingh | Ashok Singh | #MadhyaPradesh pic.twitter.com/xp91pFaKKJ
— News24 (@news24tvchannel) July 9, 2025
તેમણે વધુમાં કહ્યું કે એવું કયું રાજ્ય છે જ્યાં રસ્તાઓ પર ખાડા નથી? જો ગુણવત્તા સારી હોત તો ખાડા ન પડત. આનો અર્થ એ નથી કે ખાડા હોવા જોઈએ, પરંતુ આપણે ટેકનિકલ પડકારોનો ઉકેલ શોધવા પડશે અને જનતાની અપેક્ષાઓ મુજબ રસ્તા બનાવવા પડશે. અમે આ દિશામાં ફેરફારોનું આયોજન કરી રહ્યા છીએ. મંત્રીએ લીલા સાહુના રસ્તા સંબંધિત વીડિયો પર પણ પ્રતિક્રિયા આપી જે તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
‘અમે એક યોજના મુજબ કામ કરીએ છીએ’
તેમણે કહ્યું કે PWDનું બજેટ એટલું મોટું નથી કે જો કોઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે તો તેને આપણે તરત જ ત્યાં રસ્તો બનાવી દઈએ. વિભાગની પોતાની મર્યાદાઓ છે. આપણે ફક્ત યોજના હેઠળ જ કામ કરી શકીએ છીએ. તેમણે કહ્યું કે ભવિષ્ય માટે આપણી પાસે ઘણી મોટી યોજનાઓ છે. અમે તે દિશામાં કામ કરી રહ્યા છીએ.
માર્ગ, મકાન મંત્રી રાકેશ સિંહ અને ભૂપેન્દ્ર પટેલ મળેલા!
મધ્ય પ્રદેશમાં માર્ગ, મકાન ખાતુ સંભાળતાં રાકેશ સિંહ અને ગુજરા તેવું જ ખાતુ સંભાળતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બંને વચ્ચે 6 મહિના પહેલા જ ગુજરાતમાં મુલાકાત થઈ હતી. ત્યારે રાકેશ સિંહના નેતૃત્વમાં 15 સભ્યોના પ્રતિનિધિમંડળે ગુજરાતમાં માર્ગ અને મકાન બાંધકામનો અભ્યાસ કરી ગુજરાત જેવા રસ્તો બનાવવાની વાત કરી હતી. મધ્ય પ્રદેશમાં ગુજરાત મોડલ અપનાવાની વાત કરી હતી.
જોકે હવે વડોદરા નજીક આવેલો ગંભીરા બ્રિજ તૂટી ગયો છે. જેમાં 14 લોકોના મોત થઈ ગયા છે. ઘણા ઘાયલ થયા છે. ત્યારે હવે ગુજરાત મોડલ પર સવાલો ઉભા થયા છે. ત્યારે શું મધ્ય પ્રદેશ હજુ પણ ગુજરાત મોડલનો રસ ચાખશે. કે પોતાનું કંઈ અલગ આયોજન કરશે.
આ પણ વાંચોઃ
Gambhira Bridge collapse: સંવેદના વ્યક્ત કરવામાં ભાજપ નેતાઓએ કર્યું કોપી પેસ્ટ, પછી શું થાય બોલો!
Vadodara Bridge Collapse: ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ સરકારને ઘેરી
Gambhira Bridge Collapsed: ગંભીરા પુલ સાથે ગુજરાતમાં 281 પુલ હજુ પણ જોખમી, ગમે ત્યારે તૂટી શકે
UP: જનેતા 11 માસની પુત્રીને મૂકી ભાડૂઆત સાથે ભાગી, માસૂમનું તડપી તડપીને મોત, જાણો સમગ્ર કિસ્સો
Gambhira Bridge Collapsed: ગંભીરા પુલ સાથે ગુજરાતમાં 281 પુલ હજુ પણ જોખમી, ગમે ત્યારે તૂટી શકે
Vadodara Gambhira Bridge Collapsed: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 8 ના મોત, 5 ને બચાવી લેવાયા