
ગત રોજ ગીર સોમનાથમાં આવેલા ઉનાના દેલવાડા રોડ પર આવેલી ગાયત્રી શાળામાં શિકારની શોધમાં સિંહ આવી ચડ્યો હતો. અને શાળામાં જ વાછરડીનું મારણ કરી મિજબાની માણી હતી. જેથી શાળાએ રજા પણ રાખવી પડી હતી.
ત્યારે આજે રાત્રે શાળાની પાછળના ભાગે પંચવટી સોસાયટીમાં રાત્રિના સમયે શિકારની શોધમાં આવેલો સિંહ જોવા મળ્યો હતો. શિકારની શોધમાં આવેલો સિંહ જોવા મળતાં આસપાસના લોકો બૂમાબૂમ કરી હતી. આમ રહેણાકીય વિસ્તારમાં મોડી રાત્રે સિંહ આવી ચડતાં લોકોમાં ભય ફેલાયો હતો. સોસાયટી વિસ્તારમાં સિંહ આવ્યાની ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.
આ પણ વાંચોઃ રશિયન સેનામાં ભરતી થયેલા 12 ભારતીયોના મોત, 16 ગુમ