
દિલીપ પટેલ
Adani-Modi: વર્ષ 2010માં મુન્દ્રા પ્રોજેક્ટ આફતમાં આવી હતો હતો. તેથી ચાર વર્ષ પછી આવી રહેલી વડાપ્રધાનની ચૂંટણીમાં મોદીને વડાપ્રધાન બનાવવા જરૂરી હતા. અદાણીએ મોદીને પોતાના પ્રચાર માટે 2014માં વિમાન આપ્યું હતું. મોદી આખા ભારતમાં પ્રચાર માટે આ વિમાનમાં ફરતાં રહ્યાં.
મેસર્સ મુન્દ્રા પોર્ટ અને સેઝ લિમિટેડને આપેલી નોટિસે અદાણી અને મોદીનું ભાવિ બદલી નાખ્યું હતું. અદાણીએ મોદીને વડાપ્રધાન બનવા મદદ કરી અને મોદી વડાપ્રધાન બન્યા બાદ અદાણીને મદદ કરી હતી. હવે અદાણી મુન્દ્રા પાસે જ મુકેશ અંબાણીને પડકારીને રિફાઈનરી પ્રોજેક્ટ નાંખી રહ્યાં છે. જ્યાં રિલાયંસ જેટલાં જ પ્લાસ્ટીકનું ઉત્પાદન અદાણી કરવાના છે. 11 વર્ષમાં જ અદાણી હવે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીથી આગળ નિકળી ગયા છે.
મુન્દ્રાની એ નોટિસનો અમલ તો રૂ. 200 કરોડના દંડમાં થયો પણ મોદી અને અદાણીને તેનો સૌથી મોટો ફાયદો થયો.
પર્યાવરણ અને વન મંત્રાલય (MoEF)ને માછીમાર અધિકાર સંઘર્ષ સંગઠનના મહાસચિવ ભરત પટેલ તરફથી ઈ-મેલ દ્વારા એક રજૂઆત મળી હતી, જેમાં મેસર્સ મુન્દ્રા પોર્ટ અને સેઝ બનાવવા માટે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન વિસ્તારનું ઘોર ઉલ્લંઘન દર્શાવવામાં આવ્યું હતું. પર્યાવરણ અને વન મંત્રાલયે પર્યાવરણ અને વન મંત્રાલય (MoEF) ના અધિક નિયામક ડૉ. એ. સેન્થિલ વેલને સ્થળ મુલાકાત લેવા અને અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો હતો.

6 અને 7 ડિસેમ્બર, 2010ના રોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગુજરાત ઇકોલોજીકલ કમિશનના અધિકારીઓ સાથે ડો. એ. સેન્થિલ વેલ, અધિક નિયામક દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. 14 ડિસેમ્બર 2010ના રોજ MoEFના અધિક નિયામક ડો. એ. સેન્થિલ વેલ દ્વારા સ્થળ મુલાકાત અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. સ્થળ મુલાકાત અહેવાલ સૂચવે છે કે પશ્ચિમ અને ઉત્તર બંદર સ્થળ પાછળના મેન્ગ્રોવ વિસ્તારમાં ડ્રેજ્ડ મટિરિયલનો ઉપયોગ કરીને મોટા પાયે રિક્લેમેશન કરવામાં આવી રહ્યું હતું.
પશ્ચિમ અને ઉત્તર બંદર બાજુના જમીન વિસ્તાર વધારવા માટે બંદરની જમીન તરફ ડ્રેજ્ડ મટિરિયલ લઈ જતી ઇન્ટરટાઇડલ વિસ્તારમાં ડ્રેજિંગ ડિસ્પોઝલ પાઇપલાઇન નાખવામાં આવી હતી. આ પાઇપલાઇન દરિયાની ભરતીના પ્રવાહને અવરોધી રહી છે. જેના કારણે પશ્ચિમ અને ઉત્તર બંદર બાજુના એંગ્રોવ્સ ગંભીર રીતે પ્રભાવિત થયા હતા. ઘણી જગ્યાએ મેન્ગ્રોવ્સ સુકાઈ ગયા હતા.

ઘણી જગ્યાએ મેન્ગ્રોવ વિસ્તારોનો મોટા પાયે વિનાશ થયો હતો. ખાસ કરીને ઉત્તરીય બંદર બાજુએ ડ્રેજ ડિસ્પોઝલ પાઇપલાઇનને અડીને ચેરના જંગલ નાશ પામ્યા હતા. ખાડીઓ પર પુરાણ કરીને ખાડીઓ સિસ્ટમ્સ અને દરિયાઈ પાણીના કુદરતી પ્રવાહને અવરોધવામાં આવ્યો હતો. અહીં ઘણા ભાગોમાં મેન્ગ્રોવનો વિનાશ થયો હતો.
અદાણીના મુન્દ્રા પોર્ટ એન્ડ સેઝ દ્વારા એક એરપોર્ટ વિકસાવ્યું . જેમાં સ્થળ પર “એરપોર્ટ” દર્શાવતું સાઇન બોર્ડ હતુ, જે કિનારાની નજીક સ્થિત હતુ. 2008માં હવાઈ મથક બનાવવા નાયરિક ઉડ્ડયન વિભાગે મંજૂરી આપી પણ એરોડ્રોમ કે એરપોર્ટના વિકાસ માટે પર્યાવરણીય અસર કરવા અંગે કે પૂર્વ પર્યાવરણીય મંજૂરી લેવામાં આવી ન હતી.
20 ફેબ્રુઆરી 2010ના રોજ ગુજરાત SEIAA – રાજ્ય પર્યાવરણ અસર મૂલ્યાંકન સત્તામંડળ છે. SEIAA EIA સૂચના હેઠળ “B” તરીકે વર્ગીકૃત કરાયેલા પ્રોજેક્ટ્સ માટે પર્યાવરણીય મંજૂરીઓ આપવા માટે જવાબદાર છે. જેણે 2010માં “સમુન્દ્ર ટાઉનશીપ” નામની અદાણી કંપનીના કર્મચારીઓ માટે વસાહત બનાવી દીધી હતી. જે ખાડીના કોસ્ટલ રેગ્યુલેશન ઝોન વિસ્તારમાં ગેરકાયદે બનાવી દીધી હતી. કોસ્ટલ રેગ્યુલેશન ઝોન કાયદા હેઠળ કોઈ મંજૂરી મળી ન હતી.
પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તારો જેમ કે મેન્ગ્રોવ્સ, માછલી અને અન્ય દરિયાઈ જીવોના સંવર્ધન અને પ્રજનન સ્થળની નજીકના વિસ્તારો, ઉત્કૃષ્ટ કુદરતી સૌંદર્ય ધરાવતા વિસ્તારો, આનુવંશિક વિવિધતાથી સમૃદ્ધ વિસ્તારોને CRZ-I(i) તરીકે જાહેર કરાયા છે. નીચી ભરતી રેખા અને ઉચ્ચ ભરતી રેખા વચ્ચેના વિસ્તારને CRZ-I(ii) તરીકે જાહેર કરાયા છે.

મેન્ગ્રોવ વિસ્તારમાં માર્ગ, બાંધકામ, વિકાસ પ્રવૃત્તિ, શોપિંગ અને હાઉસિંગ કોમ્પ્લેક્સ, હોટલ અને મનોરંજન પ્રવૃત્તિઓ, વ્યાપારી સ્થળો માટે પ્રતિબંધ છે અને પરવાનગી અપાતી નથી. છતાં અદાણીએ વિકાસ હાથ ધરીને જમીન સુધારણા, દરિયાઈ પાણીના કુદરતી પ્રવાહને રોકવામાં આવ્યા અને આડશ કરવામાં આવ્યા હતા. રાજ્ય કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી મંજૂરી મેળવવી પડે છે.
પર્યાવરણ અને વન મંત્રાલયે 12 જાન્યુઆરી, 2009 ના રોજ પત્ર નં. 10-47/2008-IA-III દ્વારા અદાણીના મુન્દ્રા પોર્ટ એન્ડ સેઝના મુન્દ્રા વોટરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે “કોસ્ટલ રેગ્યુલેશન ઝોન ક્લિયરન્સ” માટે પર્યાવરણીય મંજૂરી જારી કરી હતી. શરત હતી કે, પ્રોજેક્ટના બાંધકામ કે કામગીરી દરમિયાન કોઈપણ હાલના મેન્ગ્રોવ્સનો નાશ કરવામાં આવશે નહીં. પણ ચંદના વૃક્ષોનો નાશ થયો હતો.

મંજૂરી પત્રમાં શરત હતી કે ખાડી પુરશે નહીં અને ખાડીનું પુનર્નિર્માણ કરશે નહીં. પણ અદાણીએ કાયદાનો ભંગ કરીને ખાડી જ પૂરી દીધી હતી. બાંધકામ પ્રવૃત્તિઓને લગતી તમામ બાંધકામ ડિઝાઇન કે ડ્રોઇંગ્સને સંબંધિત રાજ્ય સરકારના વિભાગો કે એજન્સીઓની મંજૂરી હોવી આવશ્યક છે.
એવી શરત હતી કે, સાઇટ પર રેતીના ટેકરાઓ, પરવાળા અને મેન્ગ્રોવ્સ જો કોઈ હોય તો, કોઈપણ રીતે ખલેલ પહોંચાડવામાં આવશે નહીં. તેનો પણ ભંગ કરાયો હતો. આ તમામ બાબતોને ગંભીર ગણીને પર્યાવણ મંત્રાલયે મુન્દ્રા પોર્ટ એન્ડ સેઝ લિમિટેડે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન અને ગુજરાતના કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાનનું ઉલ્લંઘન કર્યું છે.
12 જાન્યુઆરી 2009ના રોજ આપેલી પર્યાવરણીય મંજૂરી પત્રમાં શરતોનું પાલન કર્યું નથી. તેથી પંદર દિવસની અંદર કારણ દર્શાવવાનો આદેશ કરાયો હતો. મંજૂરી આપવામાં આવી તેને રદ કરવા માટે કારણદર્શક નોટિસ આપી હતી.
અદાણી ટાઉનશીપને આપવામાં આવેલી પર્યાવરણીય મંજૂરી રદ કરવી કે કેમ તેની નોટિસ આપી હતી. પાઈપલાઈન તોડી કાઢી લેવા અને દરિયાની ભરતીના પાણીના પ્રવાહ માટે ચેનલો ખોલવા માટે કારણ દર્શક નોટિસ આપી હતી. ખાડી કે ક્રીક ખોલી નાંખવી કે કેમ તે પણ જણાવાયું હતું. મેન્ગ્રોવ વિસ્તારમાં કરવામાં આવેલા તમામ કામ તોડી કેમ ન તોડી પાડવા તેની નોટિસ આપી હતી.
ગુજરાત ઇકોલોજીકલ કમિશન સાથે પ્રોજેક્ટ સાઇટની અંદર અને તેની આસપાસ વધારાના 1000 હેક્ટરનું મેન્ગ્રોવ વનીકરણ કરવા માટે આદેશ કરાયો હતો. મુન્દ્રા બંદર, હવાઈ મથક અને સમુદ્ર ટાઉનશીપ અને “સ્ટર્લિંગ” હોસ્પિટલના બાંધકામ અંગે તપાસ કરવા આદેશ મંત્રાલયના વધારાના નિયામક ડો. એ. સેન્થિલ વેલ દ્વારા કરાયો હતો.
જુઓ વધુ ચર્ચા કાલચક્ર એપિસોડમાં
આ પણ વાંચો:
Modi UK visit: અનુવાદકે અંગ્રેજીનું હિન્દીમાં ભાષાંતર કરવામાં ખાધા ગોથા, તો મોદી કેમ હસ્યા?










