
Gujarat Politics: ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ બાદ હવે નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલની નિમણૂક થઈ છે પણ આજ સમયગાળા દરમિયાન ગુજરાત ભાજપમાં એવી એવી ઘટનાઓ બની રહી છે તે જોતા હવે ગુજરાત ભાજપમાં અસંતોષ ચરમસીમાએ હોવાનું સામે આવી રહ્યું છે અને કહેવાતી શિસ્તના લીરા ઉડ્યા છે.
નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલની નિમણૂક બાદ સૌથી પહેલા સુરતમાં ભાજપના બે કાર્યકરો ગાળા ગાળી કરતા કરતા મારામારી ઉપર ઉતર્યા દિનેશ સાવલિયા અને શૈલેષ જરીવાલાની બબાલ ભારે ટ્રેન્ડમાં રહી અને ભાજપની શિસ્ત લોકોએ મન ભરીને માણી ત્યારબાદ ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ રાજ્યવ્યાપી પ્રવાસનો પ્રારંભ કરતા હતા ત્યાંજ સિદ્ધપુરમાં જિલ્લા ભાજપના અગ્રણી શંભુ દેસાઈ અને ભાજપના કાર્યકર દીપસિંહ ઠાકોર વચ્ચે બબાલ થઈ અને ત્રીજું રાજકોટમાં ભાજપના MLA દર્શીતા શાહ અને મેયર નયના પેઢડિયા વચ્ચે બોલાચાલી અને અસંતોષના વીડિયો ફરતા થયા અને આ ત્રણ ઘટનાની ચર્ચા થંભે તે પહેલાં જ જામનગરમાં ભાજપના કારોબારી ચેરમેન સહિત આઠ ભાજપના કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાઈ જતા હવે ભાજપનો અસંતોષ ખુલ્લીને બહાર આવી ગયો છે ત્યારે કેટલાક કોર્પોરેટરો નગરપાલિકાના મહત્વના વિભાગોના પ્રમુખ છે અને તેમનો વિશ્વાસ ગુમાવવાથી સ્થાનિક સ્તરે ભાજપની પકડ નબળી પડી શકે છે. હજુતો વિસ્તરણ બાકી છે ત્યારે શું થશે તેની સામે સૌની મીટ મંડાઈ છે.
જામનગર જિલ્લામાં ભાજપને લાગ્યો મોટો ઝટકો લાગ્યો છે. સિક્કા નગરપાલિકાના વર્તમાન કારોબારી ચેરમેન જુશબ બારૈયા સહિત આઠ કોર્પોરેટરોએ ભાજપને અલવિદા કરી દઈ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. અમદાવાદ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ તમામને ખેસ પહેરાવી કોંગ્રેસમાં આવકાર્યા હતા.
સિક્કા નગરપાલિકાના વર્તમાન કારોબારી ચેરમેન જુશબ બારૈયા સહિત નગરપાલિકાના સભ્યો વલીમામદ મલેક, અસગર હુંદડા, જ્યોત્સ્નાબેન ગૌસ્વામી, રેશ્માબેન કુંગડા, મામદભાઈ કુંગડા, રોશનબેન સુંભણીયા, ઝુબેદાબેન સુંભણીયા અમદાવાદ ખાતેનારાજીવ ગાંધી ભવનમાં અમિત ચાવડા, લાલજી દેસાઈ, મનીષભાઈ દોશીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા હતા.
ગુજરાત ભાજપમાં હવે અસંતોષની આગ પ્રસરી ચૂકી છે અને પાટીદાર, OBC, અને અન્ય સમુદાયો વચ્ચે આંતરિક જૂથબંધી વધી રહી છે ત્યારે
ખાસ કરીને, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના નેતાઓ વચ્ચેના મતભેદો દૂર કરવા જગદીશ વિશ્વકર્માને મહેનત કરવી પડી શકે છે સાથે જ પાયાના અને જૂના કાર્યકરોનો અસંતોષ દૂર કરવો ભાજપના જૂના કાર્યકરોમાં નવા ચહેરાઓને પ્રોત્સાહન મળવાથી પણ અસંતોષ છે. વિશ્વકર્માને આ કાર્યકરોને પુનઃ જોડીને પાર્ટીની આંતરિક મજબૂતી કરવી પડશે.
આ સિવાય પૂર્વ પ્રદેશ પ્રમુખ પાટીલે 2022ની ચૂંટણીમાં 156 બેઠકો જીતીને રેકોર્ડ બનાવ્યો હતો વિશ્વકર્મા એ આ સ્ટાન્ડર્ડ જાળવીને 2026ની સ્થાનિક ચૂંટણીઓ અને 2027ની વિધાનસભા ચૂંટણીમાં સફળતા મેળવવી પડે તેવી કપરી સ્થિતિ વચ્ચે હજુતો નવા મંત્રીમંડળની રચના પહેલા ધડાકા શરૂ થતાં આગળ શું થશે તે સામે સૌની મીટ મંડાઈ છે.
આ પણ વાંચો:
Gujarat politics: AAP નું એલાન, સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં કોઈ ગઠબંધન નહીં, ઈશુદાને જાહેર કરી રણનીતિ
Politics: ભાજપ ફરી હિંદુ- મુસ્લીમનો તડકો લગાવા માંગે છે!, કેમ છે બિહારમાં કપરાં ચઢાણ?, જુઓ વીડિયો
Kheda: નડિયાદ કલેકટર કચેરીમાં જન્મનો દાખલો કઢાવવા ધક્કા ખાતી મહિલા રડી, ખેડા જીલ્લો શરમમાં મૂકાયો









