
-દિલીપ પટેલ
Gujarat Politics: સમગ્ર ગુજરાત કોળી સમાજમાં ભાજપના નવા પ્રમુખની જાહેરાત પછી નારાજ છે. ગુજરાતની સૌથી OBC જ્ઞાતિ કોળી છે. તેમને સ્થાન અપાયું નથી. ભાજપના મહામંત્રી તરીકે લેવા માટે દબાણ વધી રહ્યું છે. આ મુદ્દે પરસોત્તમ સૌલંકી અને કુવર બાવળીયા મૌન છે. પણ ભરત બોઘરા ખુશ છે કારણ કે કોંગ્રેમાંથી પલટી મારીને ભાજપમાં આવ્યા પછી તેમને હંમેશ મહત્વના સ્થાન મળતા આવ્યા છે, ફરી તેમને કુવર બાવળીયા સામે મહત્વનું સ્થાન અપાશે.
લેવા પાટીદાર સમાજ નારાજ
આનંદીબેન પટેલને દૂર કર્યા પછી લેવા પાટીદાર સમાજ નારાજ હતો. હવે તેમાં નારાજગીનો વિસ્ફોટ થયો છે. લેવા પાટીદારો ભારે નારાજ હોવાનું સરવેમાં બહાર આવતાં અમિત શાહ અને આનંદીબેન પટેલ સૌરાષ્ટ્ર દોડી ગયા હતા. જયેશ રાદડીયાને સમજાવવા માટે પ્રયાસો કર્યા હતા. પણ લેઉવા સમાજ માનવા તૈયાર નથી. જયેશ રાદડીયા એ સહકારી આગેવાન છે. સમાજના આગેવાન નથી એવું લોકો માની રહ્યાં છે.
જામનગરમાં પાટીદાર પરિવારના 21 લોકોને આત્મહત્યા કરવાની જાહેરાત કરવી પડી
અમિત શાહે સહકારી સંમેલન કર્યું તે સહકારી હતું અને ચૂંટણી ન હતી. જામનગરમાં પાટીદાર કુટુંબના 21 લોકોને આત્મહત્યા કરવાની જાહેરાત કરવી પડી, તેથી સ્થિતીમાં ભાજપથી પટેલ સમાજ ભારે નારાજ છે. ખાસ કરીને ભાજપની નજીકના ઉદ્યોગપતિ પરીમલ નથવાણી અને ભાજપના સાંસદની હરકતોથી પટેલ સમાજ નારાજ છે. આખો સમાજ ભેગો થઈને આ કુટુંબને મળવા માટે ગયો હતો. ત્યારે મોટો વિસ્ફોટ થયો છે અને ભાજપ સામે ભારે નારાજગી છે.
આનંદીબેનને કાઢ્યા પછી….
આનંદીબેનને કાઢ્યા પછી લેવા પાટીલને ન્યાય નથી મળી રહ્યો એવું ઘણાં માની રહ્યાં છે. કારણ કે ભૂપેન્દ્ર પટેલ કડવા પાટીદાર છે. ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પંચાલે જ્યારે જાહેર શપથ લીધા ત્યારે ભૂપેન્દ્ર પટેલની બોડી લેન્ગેવેજ – શરીરની ભાષા નકારાત્મક હતી. તેઓ ચિંતિત જણાતાં હતા. આમ ભાજપે પંચાલને પ્રદેશ પ્રમુખ બનાવી દીધા બાદ આંતરિક આગ હવે જ્વાલા બને એવી શક્યતા છે. સુરત ભાજપના કાર્યાલયમાં મારા મારી અને ગાળા ગાળીની ઘટના વરાછાના લોકોએ કરવી પડે છે તે સૌરાષ્ટ્રની નારાજગી બતાવે છે.
મહામંત્રીમાં લેવા પાટીદાર કે કોળી સામજને લેવા પડે એવી સ્થિતીનું નિર્માણ થયું છે ત્યારે જગદીશ પંચાલે કોને મહામંત્રી બનાવવા કે મુશ્કેલ બની રહ્યું છે.
કોંગ્રેસથી નારાજ થયેલો કોળી ભાજપમાં આવ્યો
ડોક્ટર બોઘરા અને ધવલ દવેને જગદીશ પંચાલ આગળ કરી રહ્યા છે. ત્યારે ભાજપના મૂળ નેતાઓ તેની પણ ટીકા કરી રહ્યાં છે. તેઓ કહે છે કે, 17 વર્ષનું રાજકીય અસ્તિત્વ ધારાવતાં જદગદીશ પંચાલ ભાજપને સાચી દીશામાં લઈ શકે એવી ક્ષમતા ધરાવતાં નથી. કારણ કે કોંગ્રેસથી આવેલાં લોકોને મહત્વ આપે છે. કોંગ્રેસથી નારાજ થયેલો કોળી ભાજપમાં આવ્યો હતો. તેમની અનદેખી 30 વર્ષથી થઈ રહી છે.
પરસોત્તમ સોલંકી અને કુંબરતી બાવળીયાના ચહેરા બતાવીને કોળી સમાજને ખુશ રાખરાનો પ્રયાસ કરે છે. પણ કોળી સમાજના સામાન્ય લોકો ભાજપથી હવે ખુશ નથી. કારણ કે આ બે નેતાઓના સ્થાને નવા નેતાઓને આગળ કરવાની તેઓ માંગણી કરી રહ્યાં છે કારણ કે કોળી સમાજના લોકો માને છે કે, આ બેનેતાઓએ સમાજના નામે પોતાને મહાન બનાવ્યા છે. આમ જગદીશ માટે ચારેદીશા અંધકારમય બની રહી છે.
આ પણ વાંચો:
Gujarat Politics: શું ખરેખર જીતુ વાઘાણી ગુજરાતના ગૃહમંત્રી બની શકે છે?, શું છે સચ્ચાઈ!
Gujarat Politics: 2002ના ભાજપના ચૂંટણી ઢંઢેરા, ગુજરાતમાં મોદીએ આપેલા વચનો 2025માં પણ કેમ અધૂરા?
Gujarat Politics: જગદીશ પંચાલ ભાજપને મજબૂત કરશે કે, પાર્ટીનો રકાસ કાઢશે?
BJP Manifesto: ભાજપે વર્ષ 2002માં રજૂ કરેલો ચૂંટણી ઢંઢેરો અને 2025ની વાસ્તવિક સ્થિતિ








