Gujarat Pregabalin Drug Racket: રોગમાં વપરાતી દવા નશા માટે

દિલીપ પટેલ – અમદાવાદ, 28 મે 2026

Gujarat Pregabalin Drug Racket: અમદાવાદમાં પરવાના વગર દવાના ટ્રેડિંગ કરતી એસ્ટીમ એન્ટરપ્રાઇઝ તથા તેની સાથે સંડોવાયેલ અન્ય કંપનીઓમાં દરોડા પાડીને પ્રેગબાલિન નામના રૂ. 21.50 લાખની કિંમતનો બલ્ક ડ્રગ્સનો 1 હજાર કિ.ગ્રા.નો જથ્થો 1 મે 2026માં પકડાયો હતો. તેની વધારે વધુ તપાસની વિગતો ગુજરાતના ડ્રગ્સ વિભાગે 28 મે 2026 સુધીમાં જાહેર કરી નથી.

દવા શું છે
વેચાણ અને ઉપયોગ પર કડક નિયંત્રણ છે. ભારત સરકારએ 2026માં પ્રેગબાલિનને વધુ કડક નિયંત્રણ વાળી સીડ્યુલ H1 દવા છે. ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચી શકતા નથી, મેડિકલ સ્ટોરે વેચાણ રેકોર્ડ રાખવો પડે છે.
નસોના દુખાવા, ડાયાબિટીસથી થયેલો નસનો દુખાવો, સાયટીકા, સ્પાઇનલ ઈન્જરી પછીનો દુખાવો વગેરેમાં વપરાય છે.
જે એપિલેપ્સી કે મિરગી, મગજના દોરા (fits), શરીરમાં લાંબા સમય સુધી રહેતા દુખાવા અને થાક,
જનરલાઇઝ્ડ એન્ઝાયટી ડિસઓર્ડર, ચિંતા અને ગભરાટ, ઓપરેશન પછીનો અથવા ક્રોનિક પેઇન માટે ડોક્ટર આપે છે.

દવા કેવી રીતે કામ કરે છે?
પ્રેગબાલિન મગજ અને નસોમાં વધારાના “ઇલેક્ટ્રિકલ સિગ્નલ” અને પેઇન સિગ્નલને શાંત કરે છે. તેથી દુખાવો, બળતરા, ઝણઝણાટી અથવા દોરા ઓછા થાય છે.

નશામાં વપરાશ
કેટલાક લોકો દ્વારા નસો કરવા માટે ગેરવપરાશ થાય છે. પ્રેગબાલિન વધુ ડોઝમાં અથવા અન્ય નશીલા પદાર્થો સાથે લેવાય ત્યારે, માથું હળવું લાગે, વધારે ઊંઘ “હાઈ” જેવી લાગણી, શરીરમાં આરામ, ચક્કર આવે છે. દારૂ, ઓપીયોઇડ દવા, ટ્રામાડોલ, ગાંજા અથવા અન્ય નશીલા પદાર્થો સાથે લેવામાં આવે ત્યારે જોખમ વધી જાય છે. લત લાગી શકે, બેહોશી, શ્વાસ ધીમો પડવો, માનસિક ગડબડ થઈ શકે છે.

જવાબદાર
દવાનાં કૌભાંડમાં એસ્ટીમ એન્ટરપ્રાઇઝ અને ભરૂચના માલિક નિમેષ શાહ અને પ્રોડક્શન એક્ઝ્યુકેટીવ હરીશ અશ્વિન જોષી, ભરૂચના અંકલેશ્વરની એક્ષીસ ફાર્મા કેમના માલિક પ્રવિણ પટેલ, ભરૂચન ાપાનોલીના આઈકોનીક ફાર્માકેમના માલીક ભાવેશ ઘનશ્યામ ચલોડિયા અને અંકલેશ્વરના બાયો ક્રોમ એનાલીટીકલ લેબના માલિક લલીત ફુલા રૈયાણી સંડોવાયેલા હતા.રૂ. 86 લાખનો 4300 કિ.ગ્રા. પ્રેગાબાલિનનું વેચાણ કર્યું હતું.

અંકલેશ્વરની એક્ષીસ ફાર્મા કેમ કે જેના માલીક પ્રવીણ પટેલ અને આઇકોનીક ફાર્મા કેમના ભાગીદારો ભાવેશ તથા અન્યની સંડોવણીથી પનોલીની આઇકોનીક ફાર્મા કેમની કેમિકલ ફેક્ટરીમાં દવા બનાવવાના પરવાના ન હતા.એક્ષીસ ફાર્મા કેમ લાયસન્સનો ઉપયોગ કરીને કોઇપણ જાતના ડોક્યુમેન્ટ બનાવ્યા વગર આઇકોનીક ફાર્મા કેમને રેગાબાલિન આઈપી મેળવી 1 કિ.ગ્રા.ના રૂ. 200નું કમિશન લઈ લેબલ લગાવી વેચાણ બીલો બનાવી આપતી હતી.બનાવટનું ટેસ્ટીંગ અંકલેશ્વરની બાયો ક્રોમ એનાલિટીકલ લેબ પીટીએલના પરવાના ન હતા. છતાં વ્હોટ્સપ દ્વારા ટેસ્ટ રીપોર્ટ બનાવી આપતા હતા.એસ્ટીંમ એન્ટરપ્રાઇઝે ભરૂચમાં બ્રાન્ચ ચાલુ કરી કોઈ પણ જાતના લાયસન્સ વગર એપીઆઈ પ્રેગબાલિન તથા અન્ય એપીઆઈ કેમિકલનું વેચાણ કરતા હતા. કોમ્યુટરમાં જાતે જ ટેસ્ટ રિપોર્ટ બનાવી એપીઆઈનું વેચાણ કરતા હતા. 35 કિગ્રા દવાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

કોડીન
કોડીન ધરાવતા શિરપનું ગેરકાયદેસર વેચાણ કરતા ઈસમો, સન ફાર્માની ડુપ્લીકેટ દવા લેવીપીલ 500 ટેબલેટનું વેચાણ કરતા ઈસમો અને ગાંધીનગર ખાતે વગર લાયસન્સે સ્પુરીયસ એલોપેથિક દવાનું ઉત્પાદન કરતી ડુપ્લીકેટ ફેક્ટરી પકડી હતી.

શ્રી હેલ્થકેર
શ્રી હેલ્થ કેર સુરત ખાતે કોસ્મેટીકની આડમાં એલોપેથી દવા ઓનલાઇન એમેઝોનના માધ્યમથી બનાવટી દવા વેચાણ કરતી ફેક્ટરી પકડી હતી. દવામાં વપરાતા એ.પી.આઇ. કોના નામના હતા તેની તપાસ ચાલતી હતી.

મોટા ગુના
સૌથી મોટી કંપની Abbott Healthcare તેની Phensedyl સૌથી વધુ ચર્ચિત રહી હતી. જેની
2.2 કરોડ બોટલ supply તપાસ થઈ હતી.

2024–2026 દરમિયાન મોટા કેસ
વડોદરામાં 2025માં રૂ. 25.54 લાખનું કોડીન સિરપ અને ટ્રામાડોલ જપ્ત થયું.
અમદાવાદના ધોળકામાં 2025માં 500 કિલો ટ્રામાડોલ જપ્ત થયું, કિંમત અંદાજે રૂ. 50 કરોડ.
ભરૂચના દહેજમાં 2024માં રૂ. 31 કરોડનું liquid tramadol API પકડ્યું.
કચ્છના અદાણીના મુંદરા બંદર પર 2024માં રૂ. 110 કરોડની 68 લાખ ટ્રામાડોલ ટેબ્લેટ જપ્ત થઈ હતી.4 વર્ષમાં
ગુજરાતમાં 2018–2021 દરમિયાન માત્ર ટ્રામાડોલ અને બ્યુપ્રેનોર્ફિન સંબંધિત 1,208 કેસ નોંધાયા હોવાનું કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અહેવાલમાં જણાવાયું હતું.
2018મા 150, 2019માં 289, 2020માં 308, 2021માં 461 મળીને 1208 ગુના નોંધાયા હતા.2025માં નશીલી દવા પકડાઈ
અમદાવાદ દાણીલીમડા કેસ 285 બોટલ કોડીન સીરપ જપ્ત કરાયા હતા.
વડોદરામાં રૂ. 25.54 લાખનું કોડીન સીરપ + ટ્રામાડોલ જપ્ત કરાયા હતા.
વડોદરામાં 50 લાખ બોટલ નેટવર્ક પકડાયું હતું.
સુરતમાં મેડિકલ સ્ટોર તપાસમાં 108 બોટલ કોડીન સિરપ જપ્ત કરી હતી.
વલસાડમાં દવાઓના ગેર વપરાશ સામે 45 કેસ નોંધાયા, 1 NDPS કેસ થયા હતા.
2026માં અમદાવાદના બગોદરામાં NDPS 107 બોટલ કોડીન સીરપ જપ્ત, 2 ધરપકડ થઈ હતી.
2026માં કોડીન કે અલ્પ્રાઝોલમની 108 બોટલ જપ્ત કરાઈ હતી.

આ પણ વાંચો: 

Assam UCC Bill: જનતાના અધિકારો પર તરાપ: અસમનું યુસીસી બિલ સમાનતા નહીં, સત્તાની રમત છે! – thegujaratreport.com

Partyless Election India: 8 વર્ષથી ગુજરાતમાં એક જ માંગ — પક્ષ વગરની ચૂંટણી! – thegujaratreport.com

Marco Rubio India Visit: વાયદા અમેરિકાના અને નુકસાન ભારતનું, ‘દોસ્તી’ ના નામે આર્થિક શોષણનો નવો ખેલ! – thegujaratreport.com

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Houthi Attacks Saudi Arabia: યમનના હૂતી બળવાખોરો સાઉદી અરેબિયાના હવાઈમથકોને કેમ નિશાન બનાવી રહ્યા છે?

  • October 11, 2026
  • 2 views
Houthi Attacks Saudi Arabia: યમનના હૂતી બળવાખોરો સાઉદી અરેબિયાના હવાઈમથકોને કેમ નિશાન બનાવી રહ્યા છે?

Gyanesh Kumar Resignation Protest: જ્ઞાનેશ કુમાર સામેના વિરોધે વિપક્ષ, વિદ્યાર્થી સંગઠનો અને નાગરિક સમાજને એક મંચ પર લાવ્યા

  • October 11, 2026
  • 3 views
Gyanesh Kumar Resignation Protest: જ્ઞાનેશ કુમાર સામેના વિરોધે વિપક્ષ, વિદ્યાર્થી સંગઠનો અને નાગરિક સમાજને એક મંચ પર લાવ્યા

Modi Government Challenges: મોદીના સત્તાનાં 25 વર્ષ પૂર્ણ, સામે ઊભા થયા 12 મોટા પડકારો

  • October 11, 2026
  • 4 views
Modi Government Challenges: મોદીના સત્તાનાં 25 વર્ષ પૂર્ણ, સામે ઊભા થયા 12 મોટા પડકારો

Sharjeel Imam Interim Bail: શરજિલ ઇમામની વચગાળાની જામીન રદ કરવાની માગ સાથે દિલ્હી પોલીસ અદાલતમાં પહોંચી

  • October 11, 2026
  • 6 views
Sharjeel Imam Interim Bail: શરજિલ ઇમામની વચગાળાની જામીન રદ કરવાની માગ સાથે દિલ્હી પોલીસ અદાલતમાં પહોંચી

Trump Russia Diesel Deal: રશિયા પર પ્રતિબંધોની વાત કરનાર ટ્રમ્પ હવે ડીઝલ ખરીદશે? અમેરિકાની નીતિ પર સવાલ

  • October 11, 2026
  • 5 views
Trump Russia Diesel Deal: રશિયા પર પ્રતિબંધોની વાત કરનાર ટ્રમ્પ હવે ડીઝલ ખરીદશે? અમેરિકાની નીતિ પર સવાલ

MP Freedom Fighter Quota Fraud: મધ્ય પ્રદેશમાં MBBS-BDS પ્રવેશના સ્વતંત્રતા સેનાની ક્વોટામાં ગેરરીતિનો આરોપ, 7 પ્રમાણપત્રો નકલી મળતાં પ્રવેશ રદ

  • October 11, 2026
  • 6 views
MP Freedom Fighter Quota Fraud: મધ્ય પ્રદેશમાં MBBS-BDS પ્રવેશના સ્વતંત્રતા સેનાની ક્વોટામાં ગેરરીતિનો આરોપ, 7 પ્રમાણપત્રો નકલી મળતાં પ્રવેશ રદ