
Gujarat Farmers Await Relief:ગુજરાતમાં ચાલુ વર્ષે પડેલા કમોસમી વરસાદને કારણે ખેતીને વ્યાપક નુકશાન થતાં ખેડૂતો બરબાદ થઈ ગયા છે ત્યારે સરકારે રૂ. 10 હજાર કરોડ રૂપિયાનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે અને અરજી કરવાની આખરી તારીખ 29 નવેમ્બર છે ખેડૂતો ફોર્મ ભરી રહયા છે પણ હજુ સહાય ક્યારે મળશે તે વિશ્વાસ આવતો નથી કારણકે વર્ષ 2024માં પણ જુલાઇ-ઓગસ્ટમાં પડેલા વરસાદે મોટાપાયે ખેતી બરબાદ કરી હતી અને તે વખતે પ્ણ સરકારે 1769 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યુ હતુ જે પૈકીના હજુ ખેડૂતોને 500 કરોડ રૂપિયા ચૂકવાયાં નથી ત્યારે પાક નુકશાનીનો ભોગ બનનારાં ખેડૂતો તે પણ લાભ મળ્યો નથી તેવે સમયે ફરી આવું થશેતો નહીં ને? તેવી ચિંતા પ્રસરી છે.
એક તરફ બિયારણ-ખાતર-મજૂરી પાછળ લાખ્ખોમાં થતો ખર્ચ અને ઉપરથી કમોસમી વરસાદથી નિષ્ફળ જઈ રહેલી ખેતીને કારણે ખેડૂતો દેવાદાર બની રહયા છે ઉપરથી સરકાર જે પણ સહાય જાહેર કરે છે પૂરતી હોતી નથી અને તેમાંય જાહેર સહાય ન આપે ત્યારે ખેડૂતોનું મોરલ ડાઉન થઈ જાય છે.
વર્ષ 2024માં પણ માવઠાએ પણ ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચાડતા રાજ્ય સરકારે જુલાઈ 2024માં પ્રથમ તબક્કામાં 319 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. ત્યારબાદ ખેડૂતોને મદદરૂપ થવાના આશયથી ઓગષ્ટ 2024માં વધુ 1450 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું હતું. કુલ મળીને1769 કરોડ રૂપિયાનું કૃષિ પેકેજ જાહેર તો કર્યું, પરંતુ અત્યાર સુધી ખેડૂતોને 500 કરોડ રૂપિયા રાહત પેટે ચૂકવાયાં નથી તે ફરી યાદ કરાવવા ખેડૂત આગેવાનોમાં માંગ ઉઠી છે કે, વર્ષ 2024માં જાહેર કરેલાં કૃષિ પેકેજનો કેટલાં ખેડૂતોને લાભ અપાયો તેની સરકાર વિગતો જાહેર કરવી જોઈએ.
આ વર્ષે ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોની હાલત ખરાબ કરી દીધી છે ત્યારે સહાય જલ્દી મળે તેવી આશા રાખીને બેઠેલા નાના ખેડૂતો તે દિવસની રાહ જોઈ રહયા છે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા






