CM ભૂપેન્દ્ર પટેલે હરણી બોટકાંડ પીડિત મહિલાઓ સાથે ઉદ્ધતાઈ કરતાં વિરોધ!

CM Bhupendra Patel’s bad behavior with women: આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે.  તેમને જે રીતે મહિલાઓ સાથે વર્તન કર્યું તે ગુજરાતના લોકો હવે સાંખી લેવા તૈયાર નથી. એક સમયે શાંત દિમાગ અને દાદા તરીકે ઓળખ ધરાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની એકાએક છબી ખરડાઈ ગઈ છે. તેમના જ પક્ષ સહિત અન્ય પક્ષો અને લોકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલ આ સમયે બરોબર ઘેરાયા છે.

તાજેતરમાં વડોદરાના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે મહિલાઓને એજન્ડા સાથે આવી હોવાનું કહી પોતાની રજૂઆત કરતાં અટકાવી હતી. તેમની સાથે દુર્વ્યવ્હાર કર્યો હતો. તેમને કાર્યક્રમમાંથી બહાર કાઢી મૂકવામાં આવી હતી. સાથે સાથે તેમની અને તેમના પતિઓની ધરપકડ કરી ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ બાદ મહિલાઓના સમર્થનમાં અનેક નેતાઓ અને પાર્ટીઓ આવી છે. આજે વડોદરામાં કોંગ્રેસે ‘મુખ્યમંત્રી હાય…હાય’ ના નારા લગાવી ધરણાં પર બેઠી હતી. કોંગ્રેસ કાર્યકરો વિરોધ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને ટીંગાટોળી કરી લઈ ગઈ હતી.

કોંગ્રેસ  વિરોધ કરે તે પહેલા જ કાર્યકરોને પોલીસ ઉઠાવી ગઈ

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ગાંધી નગરગૃહ ખાતે સત્યાગ્રહ ધરણાંનું આયોજન કર્યું હતું, પરંતુ આ કાર્યક્રમને પગલે કોંગ્રેસના કાર્યકરો ધરણાં સ્થળે પોહોંચી રહ્યા હતા, ત્યારે જ વડોદરા ક્રાઇમ બ્રાંચ, રાવપુરા પોલીસના જવાનો, 2 એસીપી, 2 પીઆઇ સહિતનો પોલીસ કાફલો ગાંધી નગરગૃહ ખાતે પહોંચી ગયો હતો. પોલીસે નેતાઓ અને કાર્યકરોને ભેગા થવા દીધા નહોતા અને વિરોધ કરવા આવેલા 20થી વધુ કાર્યકરોની ટીંગાટોળીને લઈ ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે પોલીસ સામાન્ય માણસોને પણ લઈ ગઈ હતી.

શું છે સમગ્ર ઘટના?

વડોદરાના એક કાર્યક્રમમાં 2 મેના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જબરજસ્ત ઘેરાયા હતા. હરણી બોટકાંડમાં બાળકો ગુમાવનાર બે માતાઓએ સવાલ કરતાં જ તેમને રોકવામાં આવ્યા હતા. મહિલાઓને એજન્ડા અને પ્રી પ્લાનિંગ સાથે આવી કહીં ભૂપેન્દ્ર પટેલે સવાલ કરવા દીધા ન હતા, અને પછી શાંતિ તમે મળો તેમ કહ્યું હતુ. બે મહિલાઓને મુખ્યમંત્રીની સામે કહ્યું હતું કે તમને કોઈ મળવા દેતું નથી. આટલું બોલતાં જ મુખ્યમંત્રીએ મહિલાને રોકીને કહે છે, કે એજન્ડાથી આવ્યા છો, CMએ લોકોને પણ કહ્યું હતુ કે મહિલા પર બહુ ધ્યાન ન આપો. ત્યારે લોકોએ પણ મહિલાની ઠેકડી ઉડાડી હોય તે રીતે ભારત માતા કી જયના નારા લગાવી મહિલાની વાતને ફગાવી દીધી હતી.

ભૂપેન્દ્ર પટેલની સામે પડનારા આ બે મહિલાઓના નામ સંધ્યા નિઝામા અને સરલા શિંદે છે. તેમને મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી બળજબરીથી પકડીને બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. સાથે સાથે મહિલાના બંને પતિની ધરપકડ કરવામાં આવી હતી. બંને મહિલાના પતિ પંકજ શિંદે અને કલ્પેશ નિઝામાને પોલીસે ડિટેઇન કર્યા હતા. ભારે વિરોધ બાદ તેમને પોલીસ દ્વારા છોડી મૂકવામાં આવ્યા હતા.

સંધ્યા નિઝામાના પતિએ શું કહ્યું?

આ બે મહિલા સાથે દુર્વ્યવહારની ઘટના બની ત્યારે સંધ્યા નિઝામા પતિ કલ્પેશે જણાવ્યુ હતુ કે મારા પત્નીને ડિટેઇન કરવામાં આવ્યા હતા. અમે ગુનેગાર છીએ કારણ કે અમે બાળકોને ગુમાવ્યા છે એટલે, રિપોર્ટરોને ધક્કા મારીને કાઢે છે આ તંત્ર છે. 10 વર્ષ જૂના મકાનોનું લોકાર્પણ કરવા આવ્યા છે. 30 વર્ષના શાસનમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ ન કર્યો, વડોદરાની જનતા ડૂબી અને કરોડોનું નુકસાન કર્યું એટલે આજે વિશ્વામિત્રી પ્રોજેક્ટ કર્યો, તેમણે પોલીસની કામગીરીને પણ આડે લેતાં કહ્યું હતુ કે અમને નજરકેદ કરવામાં આવે છે, શું અમે આતંકવાદી છીએ?

12 વિદ્યાર્થીઓ સહિત 2 શિક્ષિકાઓએ ગુમાવ્યા હતા જીવ

હરણી બોટ દુર્ઘટના 18 જાન્યુઆરી, 2024ના રોજ વડોદરા, ગુજરાતના હરણી તળાવ ખાતે બની હતી. ન્યૂ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથેની બોટ પલટી જતાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓ સહિત 14 લોકોનાં મોત થયાં. બોટમાં 27 વ્યક્તિઓ હતા, જેમાંથી 13 ને બચાવી લેવાયા હતા.

દુર્ઘટનાના કારણોમાં ઓવરલોડિંગ, લાઇફ જેકેટનો અભાવ અને બોટ ઓપરેટરની બેદરકારીથી બની હતી. આ ઘટના બાદ પોલીસે બોટ ઓપરેટર સહિત 18 લોકોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

 

આ પણ વાંચોઃ

ભારત-પાકિસ્તાન યુધ્ધ થાય તો કયા રાજ્યને વધુ અસર?, લોકોની શું હાલત થાય? | war

Dwarkaમાં TATA સિમેન્ટના રજકણોથી મોટો ખતરો, લોકોનો અવાજ ના ટાટાએ સાંભળ્યો કે નરેન્દ્ર મોદીએ!, આ વેદના હવે કોણ સાંભળશે?

Result: ધો- 12નું પરિણામ જાહેર, કયા જીલ્લાના વિદ્યાર્થીઓએ બાજી મારી?

E-Commerce: એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્વિગી સામે વેપારીનું આંદોલન?, ‘ઇસ્ટ ઇન્ડિયા કંપનીથી ઓછા નથી’

Rajkot: ટ્રકચાલકે બે ટુ વ્હીલરને અડફેટે લેતા સાસુ-વહુના મોત, પિતા-પુત્રને ઈજાઓ

 

Related Posts

Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!
  • December 15, 2025

Rape of a child: સૌરાષ્ટ્રમાં બોટાદ પંથકમાં એક 70 વર્ષના ભાભાએ 14 વર્ષની બાળા ઉપર રેપ કરી ગર્ભવતી બનાવી દીધી અને તેણે બાળકને જન્મ આપ્યાની ઘૃણાસ્પદ ઘટના બાદ હવે ભાવનગરમાં…

Continue reading
FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!
  • December 15, 2025

●ક્લાર્ક- પટ્ટાવાળાની ભરતી મુદ્દે સરકારને કોર્ટમાં પડકારવાનો શાળા સંચાલક મહામંડળની વાર્ષિક બેઠકમાં લેવાયો નિર્ણય ●રાજ્ય શાળા સંચાલક મહામંડળ વિનંતી કરીને થાકયું! હવે સરકાર સામે આરપાર લડી લેવાના મૂડમાં. FRC and…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!

  • December 15, 2025
  • 10 views
Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!

FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!

  • December 15, 2025
  • 12 views
FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!

Congress Rally: રાહુલે કહ્યું-PM મોદીનો ‘આત્મવિશ્વાસ ખતમ!’ ‘વોટ ચોર ગદ્દી છોડ!’ ખડગેએ કહ્યું-ગદ્દારોને હટાવો!

  • December 15, 2025
  • 8 views
Congress Rally: રાહુલે કહ્યું-PM મોદીનો ‘આત્મવિશ્વાસ ખતમ!’ ‘વોટ ચોર ગદ્દી છોડ!’ ખડગેએ કહ્યું-ગદ્દારોને હટાવો!

Sydney Attack: ઓસ્ટ્રેલિયામાં થયેલા હત્યાકાંડમાં હુમલાખોરો પિતા-પુત્ર નીકળ્યા! મૃત્યુઆંક 16 થયો

  • December 15, 2025
  • 15 views
Sydney Attack: ઓસ્ટ્રેલિયામાં થયેલા હત્યાકાંડમાં હુમલાખોરો પિતા-પુત્ર નીકળ્યા! મૃત્યુઆંક 16 થયો

MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરેએ શુ કહ્યું?

  • December 14, 2025
  • 22 views
MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી  શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરેએ શુ કહ્યું?

Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

  • December 14, 2025
  • 22 views
Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત