Sabarkantha માં સાંબેલાધાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા, હરણાવ નદીમાં આવ્યું ઘોડાપૂર

Sabarkantha: રાજ્યમાં ચોમાસાની શરુઆતમાં જ મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે પહેલા દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટીંગ કર્યા બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો આવ્યો છે. સાબરકાંઠામાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં સાબરકાંઠાના વડાલીમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે, ચાર ઇંચ વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે, તો ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિત ગ્રામ્યમાં વરસાદ નોંધાયો છે, કડિયાદરા, ચોટાસણ, ચોરવાડમાં વરસાદના કારણે નદીનાળા છલકાયા છે. સાબરકાંઠાના વડાલીમાં ભારે વરસાદ સાબરકાંઠાના વડાલીમાં ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે, અહીં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યારે ભારે વરસાદથી સ્થાનિકોને હાલાકી પડી રહી છે, વડાલી અંડરબ્રિજમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે, પાણી ભરાવાથી વાહનચાલકોને હાલાકી પડી રહી છે તેમજ ખેડબ્રહ્મા પંથકમાં 24 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકયો છે છે આ સાથે ઇડર અને પ્રાંતિજમાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

હરણાવ નદી પરનો ખેડવા ડેમ ઓવરફ્લો

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં ભારે વરસાદ વરસ્યો છે. અહીં 4 કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હોવાથી હરણાવ નદી પરનો ખેડવા ડેમ ઓવરફ્લો થયો છે. અહીં ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલીને 450 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાણીની આવક વધતા વધુ 2 દરવાજા ખોલવાની તૈયારી છે. મહત્વનું છે કે, ખેડવા ડેમનો દરવાજો ખોલતા હરણાવ નદી બેકાંઠે વહેતી થઈ છે.

સાબરકાંઠા ઈડર ખેડબ્રહ્મા સ્ટેટ હાઇવે રોડ પાણી ભરાયા

ભારે વરસાદના કારણે સાબરકાંઠા ઈડર ખેડબ્રહ્મા સ્ટેટ હાઇવે રોડ પાણી ભરાયા છે, વડાલી રેલવે અંડર બ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, વાહનો પાણીમાં બંધ પડી ગયા છે, સવારના સમયે મુખ્ય માર્ગ મોટાભાગના વાહન ચાલાકો રાહદારીઓ સહિત મુસાફરોને હાલાકી પડી રહી છે, એક તરફ હિંમતનગર ખેડબ્રહ્મા રેલ્વે લાઈનનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે ત્યારે, બીજી તરફ અંડરબ્રિજમાં પાણીના નિકાલ માટે અત્યાર સુધીમાં ચોક્કસ કામગીરી નથી કરાઈ.

Sabarkantha

ખેડબ્રહ્માની હરણાવ નદીમાં ભારે ઘોડાપૂર આવ્યું

ખેડબ્રહ્મા તાલુકામાં મોડી રાત્રે વરસી રહેલા ધોધમાર વરસાદથી હરણાવ નદીમાં ઘોડાપૂર આવ્યું છે ત્યારે હરણાવ નદી ભયજનજક સપાટીથી વહી રહી હોવાથી નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે, અને નદી કિનારે નહી જવા માટે સૂચના આપવામાં આવી છે, વધુ વરસાદના કારણે તંત્ર પણ એલર્ટ મોડમાં છે.

અહેવાલ : ઉમંગ રાવલ 

આ પણ વાંચો:
 
 
 
 
 
 

  • Related Posts

    PI Transfers: ગુજરાતમાં ચૂંટણીઓ અગાઉ 254 PIની સાગમટે બદલી! PSIમાં PI બનેલા અધિકારીઓને 13 મહિને મળ્યું પોસ્ટિંગ!
    • March 26, 2026

    ■ 40થી વધુ PIને CID ક્રાઇમમાં પોસ્ટિંગ અપાયું PI Transfers: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીકમાં છે અને રાજકીય માહોલ બરાબરનો ગરમાયો છે ત્યારે રાજ્યમાં તાજેતરમાં પ્રમોશન પામેલા અધિકારીઓને લાંબા સમય…

    Continue reading
    Gopal Italia: સરકારે હવે પોલીસનું પણ ખાનગીકરણ કરી દીધું!પોલીસનો આ વિભાગ હવે ખાનગી સંસ્થા સંભાળે છે!!
    • March 26, 2026

    Gopal Italia: મોદી સરકાર દ્વારા અનેક વિભાગોનું ખાનગી કરણ કરી દેવામાં આવ્યું છે અને તેની સામે વિપક્ષ દ્વારા અવારનવાર સવાલો પણ ઉઠાવવામાં આવે છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Trump: આખરે ટ્રમ્પે કબુલ્યુ ‘ઈરાન તેલ ભંડારો’ કબ્જે કરવાનું અમારુ મુખ્ય લક્ષ છે! ઈરાને અમારો પ્રસ્તાવ સ્વીકારવોજ પડશે!

    • March 30, 2026
    • 3 views
    Trump: આખરે ટ્રમ્પે કબુલ્યુ ‘ઈરાન તેલ ભંડારો’ કબ્જે કરવાનું અમારુ મુખ્ય લક્ષ છે! ઈરાને અમારો પ્રસ્તાવ સ્વીકારવોજ પડશે!

    MODI JI: PM નરેન્દ્ર મોદીએ નોઈડામાં ભર બપોરે લોકોને મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરવા કહ્યું! જાણો કેમ?

    • March 30, 2026
    • 6 views
    MODI JI: PM નરેન્દ્ર મોદીએ નોઈડામાં ભર બપોરે લોકોને મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરવા કહ્યું! જાણો કેમ?

    BJP: ભાજપના નેતાઓ ઉપર ગંભીર આરોપ “મહિલાઓને નેતાઓના બિસ્તર ગરમ કરવા પડે છે!”

    • March 30, 2026
    • 8 views
    BJP: ભાજપના નેતાઓ ઉપર ગંભીર આરોપ “મહિલાઓને નેતાઓના બિસ્તર ગરમ કરવા પડે છે!”

    Modi: ખોટાને ખોટું કહેવું શુ પાપ છે? નરેન્દ્ર મોદીના કટ્ટર સમર્થકો કટ્ટર વિરોધી કેમ બની ગયા?

    • March 29, 2026
    • 9 views
    Modi: ખોટાને ખોટું કહેવું શુ પાપ છે? નરેન્દ્ર મોદીના કટ્ટર સમર્થકો કટ્ટર વિરોધી કેમ બની ગયા?

    Trump: વિશ્વભરમાં ટ્રમ્પ અને નેતાન્યાહૂ વિરોધી માહોલ!ઠેરઠેર વિરોધ પ્રદર્શન શરૂ!

    • March 29, 2026
    • 13 views
    Trump: વિશ્વભરમાં ટ્રમ્પ અને નેતાન્યાહૂ વિરોધી માહોલ!ઠેરઠેર વિરોધ પ્રદર્શન શરૂ!

    Iran War: ડોનાલ્ડ ટ્રમ્પનું આશ્ચર્યજનક પગલું, “ઈરાનમાં પાયદળ ઉતારશે” ઈરાને કહ્યું, “મરવા તૈયાર થઈ જાઓ” નર્કમાં તમારું સ્વાગત છે!

    • March 29, 2026
    • 16 views
    Iran War: ડોનાલ્ડ ટ્રમ્પનું આશ્ચર્યજનક પગલું, “ઈરાનમાં પાયદળ ઉતારશે” ઈરાને કહ્યું, “મરવા તૈયાર થઈ જાઓ” નર્કમાં તમારું સ્વાગત છે!