
કેનબેરામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી T20 વરસાદને કારણે રદ કરવામાં આવી હોવાછતાં ટીમ ઈન્ડિયાને આનાથી બે મોટા ફાયદા જરૂર થયા છે શુ છે ફાયદા એ આપને જણાવીશું. કેનબેરામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પહેલી T20 મેચ વરસાદને કારણે બે વાર વિક્ષેપિત થઈ હતી અને બીજા સ્ટોપેજ પછી ફરી શરૂ થઈ શકી ન હતી,પરિણામે મેચ રદ કરવી પડી હતી.
આ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, જેનાથી શરૂઆતથી જ તેમનો ઈરાદો સ્પષ્ટ થઈ ગયો. અભિષેક શર્મા 19 રન બનાવીને આઉટ થઈ ગયો હતો પરંતુ ત્યારબાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ઉપ-કેપ્ટન શુભમન ગિલે જોરદાર બેટિંગ કરીને મેચની બાજી પલ્ટી નાખી હતી.
મતલબ,શુભમન ગિલે અસલ ફોર્મમાં જણાયો તેણે માત્ર 20 બોલમાં 185 ના સ્ટ્રાઇક રેટથી 37 રન બનાવ્યા. સૂર્યકુમાર યાદવે 24 બોલમાં 39 રનની ઝડપી ઇનિંગ રમી, જેમાં બે છગ્ગા ફટકાર્યા. આ બે ખેલાડીઓ હતા જેમના પરફોર્મ સૌથી વધુ સવાલો ઉઠ્યા હતા પરંતુ તેમણે કેનબેરામાં નોંધપાત્ર વાપસીની ઝલક દર્શાવી હતી.
ભારતને બે મોટા ફાયદા થયા
- પહેલો ફાયદો: ટોપ ઓર્ડર ફોર્મમાં પાછો ફર્યો છે. શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ બંનેએ તાજેતરની શ્રેણીમાં સંઘર્ષ કર્યો હતો, પરંતુ આ ઇનિંગથી ટીમ મેનેજમેન્ટને રાહત મળી છે.
- બીજો ફાયદો: ટીમનો આક્રમક શરૂઆત. ભારતે માત્ર 9.4 ઓવરમાં 97 રન બનાવ્યા, જેનો અર્થ થાય છે કે રન રેટ 10 થી ઉપર. આ સૂચવે છે કે નવી ઓપનિંગ જોડી હવે ઝડપથી રન બનાવવામાં સક્ષમ છે, જે T20 વર્લ્ડ કપની તૈયારીઓ માટે એક મહત્વપૂર્ણ સંકેત છે.
ઓસ્ટ્રેલિયન બોલરો મુશ્કેલીમાં મુકાયા
બીજી બાજુ, આ 9.4 ઓવર ઓસ્ટ્રેલિયન બોલરો માટે મુશ્કેલ સાબિત થયા. જોશ હેઝલવુડ, નાથન એલિસ અને કુહનેમેન જેવા અનુભવી બોલરો રનને રોકવામાં નિષ્ફળ રહ્યા. કેનબેરાની ઉછાળવાળી પીચ પર પણ, ભારતીય બેટ્સમેનોએ તેમની લાઇન અને લેન્થને તોડી નાખી.
મેલબોર્નમાં આગામી મેચ રમાશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી T20 મેચ હવે 31 ઓક્ટોબરે મેલબોર્નમાં યોજાશે. જોકે, હવામાન વિભાગે ત્યાં પણ વરસાદની 50 ટકા શક્યતા દર્શાવી છે. ત્યારે ચાહકો આશા રાખી રહ્યા છે કે આગામી મેચ વરસાદથી પ્રભાવિત ન થાય, જેથી ટીમ ઈન્ડિયા તેની ગતિ જાળવી શકે અને શ્રેણીમાં લીડ મેળવી શકે.
આ પણ વાંચો:
Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો
Rajkot: ચકડોળના ફિટનેસ સર્ટિફિકેટ માટે 50 હજારની લાંચ લેતા RNBના અધિકારીઓ રંગેહાથ ઝડપાયા
Rajkot: કાળી ચૌદશે રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ, બે સગા ભાઈ સહિત 3 લોકો ગુમાવ્યા જીવ
Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી









