
Amit Shah Politics: અનેક પેંતરા કરી ચૂંટણી જીતતી ભાજપ સરકારને બિહાર વિધાનસભા ચૂંટણી જીતવું મુશ્કેલ બન્યું છે. તે ઘણા રાજ્યમાં હિંદુ-મુસ્લીમનું રાજકારણ રમે છે. જો કે લોકો જાગૃત થતાં આ મુદ્દે લોકો વોટ આપવાના નથી. તેમ છતાં અમિત શાહ દૈનિક જાગરણના એક કાર્યક્રમમાં એક એવું નિવેદન આપ્યું છે જેનાથી હિંદુ-મુસ્લીમ વચ્ચે વૈમનસ્ય ફેલાઈ તેવા પ્રયાસ કર્યા. શાહે ત્યાં એકાએક વિભાજનની વાત કરી, મુસલમાનની વસ્તી વધારાનો ઉલ્લેખ કર્યો. તેમણે સ્વીકાર્યું કે સરહદ સુરક્ષા કેન્દ્ર સરકારની જવાબદારી છે. જોકે તેમણે ઘૂસણખોરો ક્યાં જાય છે અને તેમને કોણ આશ્રય આપે છે તે અંગે પણ પ્રશ્ન ઉઠાવ્યો. જોકે આ પ્રશ્નનો જવાબ પણ તેમની સરકાર પાસે જ હોવો જોઈએ. કારણ કે મોદી સરકાર પાસે કેટલા ઘૂસણખોરોને પાછા મોકલ્યા તેના આંકડા નથી.
અહીં અમિત શાહે પોતાની ગાડી રિવર્સ લીધી અને ફરી એકવાર હિંદુ મુસલમાનનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે પ્રયત્ના કર્યા કે કઈ રીતે હિંદુ-મુસ્લીમ વચ્ચે વૈમન્સય વધે. જો કે અમિત શાહને લોકો સારી રીતે જાણી ગયા છે. જેથી લોકો તેમની વાત પણ ભરોસો ઓછો કરી રહ્યા છે. કારણ કે મોદીએ વ્યક્તિ દીઠ 15 લાખ આપવાની વાતને શાહે ઝૂમલો ગણાવ્યો હતો.
બીજી બાજુ અપઘાનીસ્તાનની તાલિબાન સરકાર દિલ્હીમાં આવી પ્રેસ કોન્ફરન્સ કરી ગઈ. જેમાં મહિલા પત્રકારો સહિત મહિલા અધિકારીઓને પ્રવેશ ના આપ્યો. જોકે તેમ છતાં મોદી સરકાર ચૂપ રહી. ત્યારે સવાલ થાય છે કે શું ભાજપને માત્ર હિંદુ-મુસ્લીમ કરી ચૂંટણી જીતવામાં જ રસ છે?, વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ ગોળ-ગોળ જવાબ આપ્યા ના આરોપ લાગ્યા છે.
તાલિબાનના આ વર્તન કોંગ્રેસે ભેદભાવ ગણાવ્યુ. કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદે વાંધો ઉઠાવતા કહ્યું, “આપણી ભૂમિ પર મહિલાઓ સામે ભેદભાવનો એજન્ડા રાખનારા તેઓ કોણ છે?”
જુઓ આજ મુદ્દે વધુ ચર્ચા વીડિયોમાં
આ પણ વાંચો:
Bihar: બિહારમાં ભાજપને ઝટકો,ધારાસભ્ય મિશ્રી લાલ યાદવે પાર્ટીમાંથી આપ્યું રાજીનામુ!
Kheda: નડિયાદ કલેકટર કચેરીમાં જન્મનો દાખલો કઢાવવા ધક્કા ખાતી મહિલા રડી, ખેડા જીલ્લો શરમમાં મૂકાયો










