
Supreme Court: આજે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈની સામે એક વકીલે કોર્ટમાં હંગામો મચાવ્યો હતો. એવો આરોપ છે કે વકીલે CJI પર જૂતું ફેંકવાનો પણ પ્રયાસ કર્યો હતો. ઘટના પછી પોલીસે તરત જ આરોપી વકીલની અટકાયત કરી હતી. સમગ્ર ઘટના દરમિયાન જસ્ટિસ ગવઈ શાંત રહ્યા, અને કોર્ટની કાર્યવાહી રાબેતા મુજબ ચાલુ રહી. તેમણે કહ્યું કે આ બાબતો “મને અસર કરતી નથી.”
An incident occurred today in the court of Chief Justice of India BR Gavai, as a lawyer tried to throw an object at him.
Security personnel present in court intervened and escorted the lawyer out and detained.
While being escorted out of the courtroom, he uttered “Sanatan ka… pic.twitter.com/7JdNWwvEdE
— ANI (@ANI) October 6, 2025
અહેવાલ મુજબ વકીલ ડેસ્ક પર ગયા અને પોતાનો જૂતો કાઢીને ન્યાયાધીશ પર ફેંકવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોર્ટ સુરક્ષાએ સમયસર દરમિયાનગીરી કરી અને તેમને બહાર કાઢ્યા. વકીલને બહાર કઢતી વખતે કહ્યું હતુ કે “હું સનાતન ધર્મનું કોઈ અપમાન સહન નહીં કરું.” આરોપી વકીલની ઓળખ રાકેશ કિશોર તરીકે થઈ છે, જે 2011 માં સુપ્રીમ કોર્ટ બારમાં નોંધાયેલા છે.
આ ઘટનાથી CJI પ્રભાવિત થયા ન હતા અને તેમણે કોર્ટમાં હાજર અન્ય વકીલોને તેમની દલીલો ચાલુ રાખવા કહ્યું. તેમણે કહ્યું, “આ બધાને અવગણો. અમને કોઈ અસર થતી નથી.” મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી, અને કોર્ટ પરિસરમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
CJI પર જૂતું ફેંકવાનો પ્રયાસ કેમ કરવામાં આવ્યો?
આ ઘટના પર એક વકીલે પ્રતિક્રિયા આપતા કહ્યું, “આજની ઘટના ખૂબ જ દુઃખદ છે. જો કોઈ વકીલે કોર્ટમાં હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોય, તો અમે તેની સખત નિંદા કરીએ છીએ. જુઓ, તે અમારા બારનો સભ્ય છે. અમે હમણાં જ તપાસ કરી અને જાણવા મળ્યું કે તે 2011 થી સભ્ય હતો.”
વકીલ સામે કાર્યવાહીની માંગ
વકીલે પોતાના નિવેદનમાં કહ્યું, “આ ખૂબ જ દુઃખદ ઘટના છે. તેથી આપણે કહી શકીએ છીએ કે જે પ્રકાશમાં આવ્યું છે તે ભગવાન વિષ્ણુના મામલામાં કરવામાં આવેલી ટિપ્પણી હતી. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. અમે આની સખત નિંદા કરીએ છીએ અને જો આ ઘટના સાચી હોય, તો કાર્યવાહી થવી જોઈએ.”
આ પણ વાંચો:
CJI BR Gavai: જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ નવા CJI બન્યા, કેટલો કાર્યકાળ રહેશે?
Ahmedabad: પ્લાસ્ટિકના સળિયાથી ‘વિકાસ’, પ્રજાનું જે થવું હોય તે થાય!








