
Indonesia ship fire: ઇન્ડોનેશિયામાં એક જહાજમાં ભીષણ આગ લાગવાથી 300થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોટ્યા છે. આ ભયાનક આગનું દ્રશ્ય વીડિયોમાં જોઈ શકાય છે. આગ ખૂબ જ ઝડપથી આખા જહાજને પોતાની ઝપેટમાં લઈ ગઈ છે, જેમાંથી ઉંચી જ્વાળાઓ અને કાળો ધુમાડો ચોખ્ખો જોઈ શકાય છે. આ સળગતા જહાજમાંથી 280 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે બાળકો સહિત 18 લોકો ઘાયલ થયા છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ગુમ થયા હોવાના પણ અહેવાલ છે. હાલ જાણવા મળી રહ્યું છે કે આ ઘટનામાં 5 લોકોના મોત થયા છે.
મુસાફરોએ દરિયામાં કૂદ્યા
Ferry inferno — 280 flee blazing ship off Indonesia
Over 260 survivors were pulled to safety, the search continues for others
At least 18 were hurt, including children
No deaths confirmed as of now pic.twitter.com/qcTl1QNuZ7
— RT (@RT_com) July 20, 2025
જહાજમાં ભીષણ આગ વચ્ચે ફસાયેલા મુસાફરો દરિયામાં કૂદવા લાગ્યા હતા. વીડિયોમાં લોકોને દરિયામાં કૂદતા જોઈ શકાય છે. ઘટના સમયે મુસાફરોને જીવ અધ્ધર થઈ ગયા હતા. તેઓ ગભરાઈ ગયા હતા. જહાજમાં રહેલા 280 થી વધુ લોકો પોતાનો જીવ બચાવીને ભાગવામાં સફળ રહ્યા. ગુમ થયેલા લોકોની શોધ ચાલી રહી છે.
કેટલા લોકો મૃત્યુ પામ્યા?
આ જહાજમાં 300 થી 500 મુસાફરો હોવાની આશંકા છે. ઘણા લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. જોકે, હજુ સુધી કોઈના મોતની પુષ્ટિ થઈ નથી. અધિકારીઓ અને બચાવ ટીમોએ આગ પર કાબુ મેળવી લીધો છે અને ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. અકસ્માતના કારણની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો:
Bihar Electon: નરેન્દ્ર મોદીની રેલી માટે ભીડ ભેગી કરવા રુ. 500 અને મીઠાઈના ડબ્બા આપ્યાના આરોપ
Ghaziabad: મોદીનગરમાં એમ્બ્યુલન્સે ટક્કર મારતાં 3 કાવડિયાઓના મોત, 2 સારવાર હેઠળ, જાણો વધુ
Saiyaara: સૈયારાનું એ દ્રશ્ય, જે દર્શકોના રુવાડા ઉભા કરી દે છે અને થિયેટરમાં ખેંચી જાય છે
Dehradun: કાવડયાત્રામાં જંગલી હાથી ઘૂસી ગયો, ટ્રેક્ટર ઉંધુ પાડી દીધુ , કાવડિયાઓના થયા બેહાલ
America Plane Fire: ઉડાન ભર્યા બાદ પ્લેનમાં આગ, સવાર હતા 226 મુસાફરો અને 9 ક્રૂ, જુઓ પછી શું થયુ?
Bihar Election: બિહારમાં ના વીજળી આવશે, ના બીલ…ફ્રી થઈ ગઈ!, વીજળી મુદ્દે ભાજપની જુમલેબાજી?