જામનગરમાં 1 લાખની લાંચ લેતા POLICE પકડાયો, PSI અને રાઈટર ફરાર

Jamnagar,  Bribe in Police Department: પોલીસ વિભાગમાં સતત ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. ત્યારે જામગનરમાંથી લાંચિયા પોલીસકર્મી રંગે હાથ પકડાઈ જતાં ખળભળાટ મચી ગયો છે.

રાજકોટ એન્ટી-કરપ્શન બ્યુરો (ACB)એ બુધવારે રાત્રે જામનગરના સમર્પણ સર્કલ વિસ્તારમાં ટ્રેપ ગોઠવી એક પોલીસકર્મીને લાંચ લેતા રંગે હાથ ઝડપી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી ગયો છે. ઉદ્યોગ નગર પોલીસ ચોકીના PSI આર.ડી. ગોહિલ અને રાઈટર ધનાભાઈ બટુકભાઈ મોરી વતી રૂ. 1 લાખની લાંચ લેતા પોલીસકર્મી રવિભાઈ શર્માને રંગે હાથ ઝડપી લીધો. PSI ગોહિલ અને રાઈટર મોરી હાલ ફરાર છે, અને તેમની શોધખોળ ચાલુ છે.

મળતી માહિતી અનુસાર જામનગર શહેરના સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળની ઉદ્યોગનગર પોલીસ ચોકીમાં જાગૃત નાગરિક વિરૂધ્ધ અગાઉ ચીટીંગની અરજી થઇ હતી. આ અરજી અંગે ભવિષ્યમાં હવે કોઇ અરજી આવશે તો જાણ કરવા તેમજ હેરાન નહીં કરવા મામલે પોલીસ ચોકીના પી.એસ.આઇ.આર.ડી ગોહિલ અને તેના રાઈટર ધમભાઈ બટુકભાઈ મોરીએ તેમને પોલીસ ચોકીમાં બોલાવ્યા બાદ આગળની તપાસમાં હેરાન પરેશાન નહીં કરવા માટે રૂપિયા 1 લાખની લાંચ ની માંગણી કરી હતી. આ રકમ SOG માં ફરજ બજાવતા પોલીસ કર્મચારી રવિભાઈ ગોવિંદભાઈ શર્મા ને આપવા માટેનું નક્કી થયું હતું.

જોકે છેતરપીંડીની અરજી મામલે જાગૃત નાગરિક લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી નાગરિકે જામનગર ACBમાં ફરિયાદ કરી હતી. જેથી રાજકોટ ACB ઇન્ચાર્જ મદદનીશ નિયામક જે. એમ. આલની સૂચનાથી પીઆઇ આર. એન. વિરાણી તથા સ્ટાફએ છટકું ગોઠવ્યું હતું.

છટકા દરમ્યાન જામનગરમાં સમર્પણ સર્કલ, જકાતનાકા રોડ પર, પંચાયત કાફે રેસ્ટોરન્ટની બાજુમાંથી ગઇકાલે રાઇટર પો.કો. ધમભાઇ મોરી અને પીએસઆઇ આર. ડી. ગોહિલ વત્તી રૂ. 1 લાખની લાંચ લેતા SOGના પોલીસ કોન્સ્ટેબલ રવિ ગોવિંદ શર્માને ACB ની ટીમએ રંગે હાથ ઝડપી લીધો હતો. તેમજ આ લાંચની રકમ કબ્જે કરી રાઇટર ધમભાઇ, પીએસઆઇ આર. ડી. ગોહિલ અને પો.કો. રવિ શર્મા સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.

પૂછપરછ દરમિયાન રવિભાઈએ કબૂલ્યું કે તેણે PSI ગોહિલ અને રાઈટર મોરી વતી લાંચની રકમ સ્વીકારી હતી. ACBએ આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (Prevention of Corruption Act, 1988) હેઠળ કેસ નોંધ્યો છે અને ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

જામનગર પોલીસમાં હડકંપ

આ ઘટનાએ જામનગરના પોલીસ વિભાગમાં ભારે હલચલ મચાવી છે. ACBની આ સફળ ટ્રેપે પોલીસ તંત્રની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે, ખાસ કરીને જ્યારે SOG જેવા વિશેષ દળના કર્મચારી આવા કૃત્યમાં સંડોવાયેલા હોય. સ્થાનિક નાગરિકોમાં પણ આ ઘટના અંગે ચર્ચાઓ શરૂ થઈ છે, અને ઘણાએ પોલીસ વિભાગમાં પારદર્શિતા અને જવાબદારીની માગણી કરી છે.

આ પણ વાંચો:

ગુજરાત, દિલ્હી અને રાજસ્થાનમાં ED ના દરોડા, 2700 કરોડની છેતરપિંડી મામલો

Dehradun: પોલીસને જોતા જ પટાવાળોએ 2 હજાર રુપિયા પેટમાં ઉતારી દીધા!

જામગનર ACBની ટ્રેપમાં ગાંધીનગરમાંથી ASI 2 લાખની લાંચ લેતાં રંગે હાથ ઝડપાયો

Ahmedabad:શહેરની જાણીતી કલબમાં પોલીસના દરોડા, દારૂની મહેફિલ માણતા 9 લોકોની અટકાયત

ED raids: ભૂતપૂર્વ કોર્પોરેટરના ઘરે ED ના દરોડા, લાકડાના દરવાજા પાછળ કબાટમાં છુપાવ્યા હતા લાખો રુપિયા

ગુજરાત સમાચાર પર IT-ED ના દિલધડ દરોડા બાદ સન્નાટો!, છાપુ ચલાવતી કંપનીનું શેર માર્કેટમાં રોકાણ કેમ?

La Curfew: ટ્રમ્પની ઇમિગ્રેશન કડક કાર્યવાહીનો લોસ એન્જલસમાં ઉગ્ર વિરોધ, કર્ફ્યુ લાગુ

Los Angeles Violence: અમેરિકાના લોસ એન્જલસમાં વિરોધ પ્રદર્શનો બન્યા તીવ્ર, ટ્રમ્પે પ્રદર્શનકારીઓને આપી ચેતવણી

US: લોસ એન્જલસ સળગ્યું, ટ્રમ્પે કમાન્ડો તૈનાત કરતાં સ્થિતિ વધુ વણસી, જાણો આખો વિવાદ

સોમનાથ મંદિર પાસે દબાણ કેસ: દબાણો હટાવ્યા ત્યાં મુસ્લિમોને ઉર્સની ઉજવણીની પણ મંજરી નહીં, SCએ અરજી ફગાવી

ગીર સોમનાથ જીલ્લામાં ખનીજચોરોને અજબો રુપિયાનો દંડ, સૌથી વધુ કોડીનારમાં | Mineral theft

Junagadh: રેતી ભરેલા ડમ્પરે એક્ટિવા પર સવાર દંપતિને ટક્કર મારી, પતિનું ઘટનાસ્થળે જ મોત

Junagadh: અકસ્માતમાં ત્રણ યુવકના મોત, એક સાથે 3 જનાજા નીકળ્યા

  11 વર્ષથી ગુજરાત શિક્ષણ વિભાગની વેબસાઈટ અપડેટ થઈ નથી!, નેતાઓની માહિતી અપડેટ | Gujarat Education

Gir Somnath: પોલીસે માર મારતાં યુવકનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ: આક્ષેપ

Related Posts

Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ
  • August 5, 2025

મહારાષ્ટ્રના સોલાપુર શહેરમાં જયંતિ શોભાયાત્રા દરમિયાન DJ પર નાચતાં એક યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. મૃતકની ઓળખ 25 વર્ષીય અભિષેક બિરાજદાર તરીકે થઈ છે. આ ઘટના શહેરના ફૌજદાર ચાવડી પોલીસ…

Continue reading
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા
  • August 5, 2025

Gambhira Bridge Collapse:  વડોદરા અને આણંદ જીલ્લાને જોડતાં ગંભીરા બ્રિજ પર બનેલી દુર્ઘટનાને 1 મહિનો થવા આવશે. ગત મહિને આ પુલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો, જેમાં 20 લોકોના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

  • August 5, 2025
  • 6 views
Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

  • August 5, 2025
  • 5 views
Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ.  200 માટે લઈ લીધો જીવ

Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

  • August 5, 2025
  • 14 views
Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 28 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 31 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 19 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ